શ્રી યોગેન્દ્રદેવકૃત પરમાત્મપ્રકાશમાં કહ્યું છે કે —
चेल्ला-चेल्ली पुत्थियहिं तूसइ मूढु णिभंतु ।
एयहिं लज्जइ णाणियउ बंधहं हेउ मुणंतु ।।२१५।।
અર્થઃ — ચેલા – ચેલી અને પુસ્તકો વડે તો મૂઢ સંતુષ્ટ થાય છે, પણ ભ્રાંતિરહિત એવો
જ્ઞાની, તેને બંધનું કારણ જાણી, તેનાથી લજ્જાયમાન થાય છે.
केण वि अप्पउ वंचियउ सिरु लुंचिवि छारेण ।
सयल वि संग ण परिहरिय जिणवर लिंगधरेण ।।२१७।।
અર્થઃ — જે જીવ વડે પોતાનો આત્મા ઠગાયો, તે જીવ ક્યો? કે જે જીવે જિનવરનું
લિંગ ધાર્યું, રાખવડે માથાનો લોચ કર્યો, પણ સમસ્ત પરિગ્રહ છોડ્યો નહિ.
जे जिण-लिंगु धरेवि मुणि इट्ठ परिग्गह लेंति ।
छद्दि करेविणु ते जि जिय सा पुणु छद्दि गिलंति ।।२१८।।
અર્થઃ — હે જીવ! જે મુનિલિંગધારી ઇષ્ટપરિગ્રહને ગ્રહણ કરે છે, તે ઊલટી કરીને
તે જ ઊલટીને પાછો ભક્ષણ કરે છે, અર્થાત્ તે નિંદનીય છે;૧ ઇત્યાદિ ત્યાં કહ્યું છે.
એ પ્રમાણે શાસ્ત્રોમાં પણ કુગુરુ, તેનાં આચરણ, અને તેની સુશ્રુષાનો નિષેધ કર્યો છે,
તે જાણવો.
વળી જ્યાં મુનિને ધાત્રી દૂત આદિ છેતાલીસ દોષ* આહારાદિમાં કહ્યાં છે, ત્યાં
१.गृहस्थो मोक्षमार्गस्थो, निर्मोहो नैव मोहवान् ।
अनगारो गृही श्रेयान् निर्मोहो मोहिनो मुनेः ।।
અર્થઃ — દર્શનમોહવિનાનો ગૃહસ્થ તો મોક્ષમાર્ગમાં છે, પણ મોહવાન એવો અણગાર અર્થાત્
ગૃહરહિત મુનિ મોક્ષમાર્ગી નથી, તેથી મોહીમુનિ કરતાં દર્શનમોહરહિત ગૃહસ્થ સર્વોત્કૃષ્ટ છે. ભાવાર્થ —
જેને મોહ અર્થાત્ મિથ્યાત્વ નથી, એવો અવ્રતસમ્યગ્દ્રષ્ટિ મોક્ષમાર્ગી છે. કારણ કે — સાત આઠ ભવ
દેવ – મનુષ્યના ગ્રહણ થઈ નિયમથી તે મોક્ષે જશે, પણ મુનિવ્રતધારી મિથ્યાદ્રષ્ટિ સાધુ થયો છે, તોપણ
મરીને ભવનત્રયાદિકમાં ઊપજી સંસારમાં જ પરિભ્રમણ કરશે. (श्रीरत्नकरण्डश्रावकाचार)
— સંગ્રાહક – અનુવાદક.
* એ છેંતાલીસ દોષ આ પ્રમાણે છેઃ —
દાતારઆશ્રયી સોળ પ્રકારના ઉદ્ગમ દોષનું વર્ણનઃ —
૧. ઔદેશિકદોષ – અઠ્ઠાવીસ મૂલગુણોને ધારવાવાળા નિર્ગ્રંથને સાધુ કહે છે. તેમના નિમિત્તથી
જે આહાર બનાવવામાં આવે, તે ઔદેશિકદોષવાળો આહાર છે. એ ઔદેશિકદોષસહિત આહારના ચાર
છઠ્ઠો અધિકારઃ કુદેવ-કુગુરુ-કુધર્મ-નિરાકરણ ][ ૧૮૩