ગૃહસ્થોના બાળકોને પ્રસન્ન કરવા, સમાચાર કહેવા, મંત્ર – ઔષધિ – જ્યોતિષાદિકાર્ય બતાવવાં,
ભેદ છે — ૧. સર્વ સાધારણના ઉદ્દેશથી કરેલો આહાર, ૨. પાખંડીઓના ઉદ્દેશથી કરેલો આહાર.
૩. પાર્શ્વસ્થના ઉદ્દેશથી કરેલો આહાર તથા ૪ સાધુઓના ઉદ્દેશથી કરેલો આહાર.
૨. સાધિાકદોષ – દાતાર પોતાના માટે પાકતા ભાત, દાળ, જળ, ઇંધનમાં, મુનિઓને દાન
દેવાના અભિપ્રાયથી ‘‘આજ તો હું મુનિને આહાર આપીશ’’ એવો સંકલ્પ કરી તેમાં બીજા નવા ચોખા,
દાળ, પાની, ઇંધન વગેરે ઉમેરે, તે સાધિકદોષ આહાર છે.
૩. પૂતિદોષ – પ્રાસુકવસ્તુમાં અપ્રાસુકવસ્તુ મેળવી દે, તે પૂતિદોષ છે. અથવા આ પાત્રમાંનું
વા આ પાત્રમાંનું બનાવેલું અન્ન જ્યાં સુધી મુનિને ન આપવામાં આવે, ત્યાં સુધી તેનો કોઈએ ઉપયોગ
કરવો નહિ, એવો સંકલ્પ કરવો. તે પણ પૂતિદોષસહિત આહાર છે. પહેલાને અપ્રાસુકમિશ્રદોષ તથા
બીજાને પૂતિકર્મકલ્પનાદોષ કહે છે.
૪. મિશ્રદોષ – પાખંડીઓ તથા ગૃહસ્થોની સાથે સાથે મુનિઓને આપવા માટે બનાવેલા
અચિત્તભોજનને, મિશ્રદોષસહિત ભોજન કહે છે.
૫. પ્રાભૃતદોષ – જે કાળમાં જે વસ્તુ આપવા યોગ્ય છે, તે તે કાળમાં નહિ આપતાં અન્ય
કાળમાં આપે, તે પ્રાભૃત દોષ છે. તેના બે ભેદ છે. ૧. સ્થૂલપ્રાભૃત, ૨. સૂક્ષ્મપ્રાભૃત.
૬. બલિદોષ – યક્ષ, નાગ, માતા, કુળદેવી તથા પિત્રાદિક માટે બનાવેલા ભોજનમાંથી સંયમી
સાધુઓને જે ભોજન આપવામાં આવે, તે બલિદોષસહિત ભોજન છે.
૭. ન્યસ્તદોષ – એક વાસણમાંથી બીજા વાસણમાં ફેરવી, પોતાના ઘરમાં વા બીજાના ઘરમાં
રાખી મૂકેલું ભોજન હોય, તે ન્યસ્તદોષસહિત ભોજન છે. તે એટલા માટે દોષિત છે કે – કોઈ અન્ય
મનુષ્ય સાધુને ભોજન દે, તો તેમાં ગરબડ વા ભૂલથાપ થવા સંભવ છે.
૮. પ્રાદુષ્કારદોષ – તેના બે ભેદ છે. ૧. સંક્રમ, ૨. પ્રકાશ. સાધુના આવ્યા પછી ભોજનના
વાસણ આદિને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાં, તે સંક્રમપાદુષ્કારદોષ છે, તથા સાધુના આવ્યા
પછી કમાડમંડપાદિ દૂર કરવાં, ભસ્મજલાદિથી વાસણ માંજવાં, દીવોદેવતા સળગાવવો, તે પ્રકાશપ્રાદુષ્કાર
દોષ છે.
૯. ક્રીતદોષ – ભિક્ષા અર્થે સાધુ ઘરમાં આવ્યા પછી તેમને માટે બદલામાં અન્ય સામગ્રી આપી
ભોજન સામગ્રી લાવવી, તે ક્રીતદોષ છે, તથા ગાય, ધન, વિદ્યા આદિ આપી ભોજન સામગ્રી લાવવી,
તે પણ ક્રીતદોષસહિત આહાર છે.
૧૦. પ્રામિત્યદોષ – મુનિદાન માટે ઉધાર લાવેલા અન્નને પ્રામિત્યદોષસહિત આહાર કહે છે.
જેથી અંતે દાતારને ક્લેશ પરિશ્રમ ઉઠાવવો પડે છે. કદર્થિત થવું પડે છે. તે દ્રવ્યભોજનના બે ભેદ
છે – ૧ વ્યાજવું, ૨ ઉછીનું.
૧૧. પરિવર્તિતદોષ – એક ચીજને બદલામાં આપીને બીજી ચીજ દાન અર્થે લાવવામાં આવે,
તેવી ભોજનસામગ્રી પરિવર્તિત દોષસહિત છે. કારણ તેથી પણ દાતારને સંક્લેશ, પરિશ્રમ અને સંકોચ થાય
છે.
૧૮૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક