વળી પાર્શ્વસ્થ અને કુશીલાદિ ભ્રષ્ટચારી મુનિઓનો નિષેધ કર્યો છે, તેમનાં જ લક્ષણોને
૮. માયાદોષ – સમાનઆચાર – વેષ ધારણ કરી ભોજન ગ્રહણ કરવું, તે માયાદોષસહિત ભોજન
છે.
૯. લોભદોષ – આસક્તતાપૂર્વક ભોજન ગ્રહણ કરવું, તે લોભદોષસહિત ભોજન છે.
૧૦. પૂર્વસ્તુતિદોષ – દાતારની પ્રશંસા કરી, વા તેના પિતા – પ્રપિતા આદિના દાન – ગુણોની
દાતારની આગળ પ્રશંસા કરી, દાતારને દાનનું સ્મરણ કરાવી, પછી ભોજન કરવું. તે પૂર્વસ્તુતિદોષ છે.
૧૧. પશ્ચાત્સ્તુતિદોષ – ભોજન લીધા પછી ઉપર પ્રમાણે દાતારની સ્તુતિ કરવી તે પશ્ચાત્-
સ્તુતિદોષ છે.
૧૨. ચિકિત્સાદોષ – રસાયણ, વિષ, ક્ષાર, બાળ, શરીર, ભૂત, શલ્ય તથા શલાકા એ ચિકિત્સાનાં
આઠ અંગ છે. એ વડે દાતારની વ્યાધિ – બાધાનો પોતે જ પ્રતિકાર કરી, વા તેના નિરાકરણનો ઉપદેશ
દઈ, દાતારને પ્રસન્ન કરી ભોજન કરવું, તે ચિકિત્સાદોષસહિત ભોજન છે.
૧૩. વિદ્યાદોષ – જલ, સ્થલ, આકાશગામિની આદિ વિદ્યાઓનું મહાત્મ્ય બતાવી તે વિદ્યાઓ
સિદ્ધ કરાવી આપી વા ‘અમુક વિદ્યાઓ હું આપીશ’ એવું આશ્વાસન આપી, દાતારને પ્રસન્ન કરી ભોજન
લેવું, તે વિદ્યાદોષસહિત ભોજન છે.
૧૪. મંત્રદોષ – એ જ પ્રમાણે મંત્રનું મહાત્મ્યાદિ બતાવી, આપી વા આપવાનું આશ્વાસન આપી,
ભોજન લેવું તે મંત્રદોષસહિત ભોજન છે.
૧૫. ચૂર્ણદોષ – ભૂસાચૂર્ણ, અંજનચૂર્ણ એ બે પ્રકારનાં ચૂર્ણ આપી, વા આપવાનું આશ્વાસન
આપી ભોજન લેવું, તે ચૂર્ણદોષસહિત ભોજન છે.
૧૬. મૂલકર્મદોષ – કોઈને તાબે થવાનો ઉપાય બતાવી વા તેમ થવાની યોજના કરી, વિરહી
સ્ત્રી – પુરુષનો મેળ કરાવી, વા તેનો ઉપાય બતાવી, ગૃહસ્થને પ્રસન્ન કરી ભોજન લેવું તે મૂલકર્મદોષસહિત
ભોજન છે.
હવે આહારના આશ્રયે રહેલા દશ પ્રકારના અશન દોષ કહે છેઃ —
૧. શંકિતદોષ – આ વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય છે કે અયોગ્ય? આમાં શું કહ્યું છે? એવી
શંકાયુક્ત વસ્તુને ગ્રહણ કરવી, તે શંકિતદોષસહિત આહાર છે.
૨. પિહિતદોષ – અપ્રાસુક વસ્તુવડે અથવા પ્રાસુક પણ ભારે પદાર્થદ્વારા ઢાંકેલી ભોજ્યસામગ્રીને
ઉઘાડી પછી તેમાંથી આપેલું ભોજન, તે પિહિતદોષસહિત ભોજન છે.
૩. મૃક્ષિપ્તદોષ – સચ્ચીકણ હાથ, ચમચો કડછી આદિ દ્વારા આપેલી ભોજનસામગ્રી ગ્રહણ
કરવી, તે મૃક્ષિપ્તદોષસહિત છે.
૪. નિક્ષિપ્તદોષ – સચિત્તપૃથ્વી, જલ, અગ્નિ, બીજ, હરિતકાય એ પાંચ ઉપર અથવા બે
ઇન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવો પર રાખેલી ભોજનસામગ્રી હોય, તેને ગ્રહણ કરવી, તે નિક્ષિપ્ત-
દોષસહિત ભોજન છે.
૧૮૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક
24