ધારણ કરે છે. એટલું વિશેષ છે કે — એ દ્રવ્યથી તો નગ્ન રહે છે, ત્યારે આ નાનાપ્રકારના
૫. છોટિતદોષ – ઘણી ભોજન સામગ્રી વેરી નાખી અથવા છોડી દઈ, થોડી ભોજનસામગ્રી ગ્રહણ
કરવી તે, પીરસવાવાળાના હાથપર છોડી દીધેલી પરંતુ છાશ આદિ દ્વારા ઝરતી વસ્તુ ગ્રહણ કરવી તે, ભોજન
સામગ્રી ટપકી રહે છે એવા હાથ દ્વારા ભોજન કરવું તે, બે હાથને જુદા કરી ભોજન કરવું તે, તથા
અનિષ્ટઆહાર છોડી ઇષ્ટઆહાર ગ્રહણ કરવો તે એ પાંચે પ્રકારનો આહાર છોટિતદોષસહિત આહાર છે.
૬. અપરિણતદોષ – જે આહારજળ ગરમ છતાં પાછળથી ઠંડા થઈ ગયાં હોય, કે જેનાં વર્ણ,
રસ, ગંધ, સ્પર્શનું પરિવર્તન ન થયું હોય, તેવાં આહારજળાદિ ગ્રહણ કરવાં, તે અપરિણતદોષસહિત
આહાર છે.
૭. સાધાારણદોષ – આકુળતા વા ભયથી અથવા આદરપૂર્વક, વા વસ્ત્રાદિકનું સંકોચન કરી સારી
રીતે પર્યાલોચન કર્યા વિના જ દાતારે આપેલાં આહાર – ઔષધાદિ ગ્રહણ કરવાં, તે સાધારણ દોષસહિત
આહાર છે.
૮. દાયકદોષ – રજસ્વતિ, ગર્ભવતી, આર્યિકા, રક્તપટીકાઆદિ સ્ત્રીઓ તથા સ્મશાનમાંથી મૃતકને
અગ્નિદાહ કરી આવેલા, સુતકયુક્ત, વ્યાધિયુક્ત, નપુંસકાદિપુરુષો, દાયાણી, મદ્યપાની, પ્રસુતા, રોગી,
ભૂતપિશાચાદિથી મૂર્છિત, પંચશ્રમણિકા, તેલાદિસંસ્કારયુક્ત, અતિ નીચા વા ઊંચાસ્થાન પર ઊભેલી, અગ્નિને
ફૂંકી, જલાવી, વધારી રાખમાં દબાવી, જળથી, બૂઝાવી, વિખેરી નાંખી વા લાકડાં વગેરે કમ કરીને આવેલી
હોય તેવી, વા ઘર, આંગણું, દીવાલ લીંપતી હોય, સ્નાન કરતી હોય, બચ્ચાને દૂધ પીતું છોડીને આવી
હોય, અતિશય બાલિકા હોય, વૃદ્ધા હોય, રોગી હોય, એવી સ્ત્રીઓ તથા ટટ્ટી – પેશાબ કરીને આવેલો હોય,
આક્રાંત હોય, એવા પુરુષો દ્વારા આપેલો આહાર દાયકદોષ સહિત છે.
૯. લિપ્તદોષ – ગેરૂ, હડતાલ, ખડી, કાચો આટો, લીલું શાક, અપ્રાસુક જળ આદિથી લિપ્ત થયેલો
આહાર લેવો, તે લિપ્તદોષસહિત આહાર છે.
૧૦. મિશ્રદોષ – સચિત્ત પૃથ્વી, જળ બીજ (ઘઉં – જવ આદિ) હરિતકાય (ફલ – ફૂલ – પાત્રાદિ) ત્રસ –
જેમાં બેઇન્દ્રિયાદિ જીવો સાક્ષાત્ દેખાતા હોય એવા સચિત્ત-અચિત્ત અન્નને મિશ્રદોષયુકત માન્યું છે તેનો
બનાવેલો આહાર મિશ્રદોષસહિત છે.
હવે ભોજનક્રિયા સંબધી ચાર દોષ કહીએ છીએ –
૧. અંગારદોષ – આ વસ્તુ બહુ સુંદર અને રુચિકર છે. મને ઇષ્ટ છે, કંઈક વધારે મળે તો
ઠીક, એ પ્રમાણે આહારમાં અતિ લંપટતાસહિત ભોજન કરવું, તે અંગારદોષયુકત ભોજન છે.
૨. ધાૂમદોષ – આ વસ્તુ બહુ જ ખરાબ બની છે, મને બિલકુલ સારી લાગતી નથી, અને પ્રમાણે
આહારમાં જુગુપ્સા-સહિત ભોજન કરવું તે ધૂમદોષસહિત ભોજન છે.
૩. સંયોજનદોષ – ગરમના ભેગું ઠંડુ, ઠંડાના ભેગું ગરમ, ચીકણાના ભેગું રૂખું અને રૂખાના
ભેગું ચીકણું, એ પ્રમાણે પરસ્પર વિરુદ્ધ પદાર્થોને એકબીજામાં મેળવી ગ્રહણ કરવા, તે સંયોજનદોષ છે.
૪. અતિમાત્રાહારદોષ – બે ભાગ આહાર તથા એક ભાગ જલથી ઉદર ભરવું એ જ ઉચિત
છે. છતાં એ ક્રમનું ઉલ્લંઘન કરી જે સાધુ પેટ ઠાંસીને આહાર લે, તે અતિમાત્રાહારદોષસહિત ભોજન
છે. એ પ્રમાણે છેંતાલીસ દોષ છે.
છઠ્ઠો અધિકારઃ કુદેવ-કુગુરુ-કુધર્મ-નિરાકરણ ][ ૧૮૭