પરિગ્રહ રાખે છે. વળી ત્યાં મુનિઓને ભ્રામરી આદિ* આહાર લેવાની વિધિ કહી છે, ત્યારે
આ આસક્ત બની દાતારના પ્રાણ પીડી આહારાદિ ગ્રહણ કરે છે. ગૃહસ્થધર્મમાં પણ ઉચિત
ન હોય એવા અન્યાય અને લોકનિંદ્ય કાર્ય કરતા પ્રત્યક્ષ જોવામાં આવે છે.
વળી જિનબિંબ – શાસ્ત્રાદિક સર્વોત્કૃષ્ટ પૂજ્ય છે, તેનો પણ તેઓ અવિનય કરે છે. પોતે
તેનાથી પણ મહંતતા રાખી, ઉચ્ચ આસને બેસવું, ઇત્યાદિ પ્રવૃત્તિ કરે છે. એ પ્રમાણે અનેક
વિપરીતતા પ્રત્યક્ષ ભાસે છે, છતાં પોતાને મુનિ માને છે, મૂલગુણાદિકના ધારક કહેવડાવે છે.
એ પ્રમાણે પોતાની મહિમા કરાવે છે. અને ગૃહસ્થ ભોળા તેમના દ્વારા તેમની પ્રશંસાદિવડે
ઠગાતા છતાં ધર્મનો વિચાર કરતા નથી, અને તેમની ભક્તિમાં તત્પર થાય છે. પણ મોટા
પાપને મોટો ધર્મ માનવો, એ મિથ્યાત્વનું ફળ અનંતસંસાર કેમ ન હોય? શાસ્ત્રમાં એક
જિનવચનને અન્યથા માનતાં મહાપાપી હોવું કહ્યું છે, તો અહીં તો જિનવચનની કોઈ પણ વાત
* ગોચરીવૃત્તિ, ભ્રામરીવૃત્તિ, અક્ષમૃક્ષણવૃત્તિ, ગર્તપૂરણવૃત્તિ અને અગ્નિપ્રશમનવૃત્તિ એ પાંચ
પ્રકારની વૃત્તિપૂર્વક સાધુઓએ ગૃહસ્થના ઘેર આહાર લેવો ઘટે છે, તે પાંચેનું સ્વરૂપ નીચે પ્રમાણે —
૧. ગાય જંગલમાં ચારો ચરે છે, પણ તેનું લક્ષ જંગલની શોભા નિહાળવા તરફ નથી. તેમ સાધુ
ગૃહસ્થના ઘેર ૪૬ દોષ, ૩૨ અંતરાય અને ૧૪ મળદોષ ટાળી શુદ્ધ ભોજન અનાસક્તભાવે લે પણ તેનું
લક્ષ ગૃહસ્થની શ્રીમંતાઈ, ગરીબાઈ, મકાનાદિની શોભા કે સ્ત્રીઆદિ તરફ ન રાખે તે ગોચરીવૃત્તિ છે.
૨. ભ્રમર જંગલમાં જઈ અનેક પુષ્પાદિક ઉપર બેસી એ કોમળપુષ્પના રસને ચૂસી એકઠો કરે,
પણ તે પુષ્પને કિંચિત્માત્ર પણ હરકત કે દુઃખ ન પહોંચવા દે. (જોકે શક્તિ તો પાટડાને પણ કોચી
નાખવાની છે) તેમ સાધુ, ગૃહસ્થના ઘેર આહાર લે, પણ પોતાના નિમિત્તે ગૃહસ્થના આખા કુટુંબને કિંચિત્
પણ દુઃખ પહોંચવા દે નહિ એવી તેની દયામય કોમળવૃત્તિને ભામરીવૃત્તિ કહે છે.
૩. ખેડૂત ગાડાની ધરીમાં દીવેલ ભરેલાં ચીંથરાં પ્રમાણસર – પ્રયોજન પૂરતાં ઘાલે, પણ તેનું લક્ષ
બીજું કાંઈ ન હોય તેમ સાધુ પોતાનાં હાડકાંઆદિ આપસમાં ન ઘસાય, એટલા જ પ્રયોજન પૂરતો ગૃહસ્થના
ઘેર આહાર લે, તેને અક્ષમૃક્ષણવૃત્તિ કહે છે.
૪. જેમ એક ખાડો, માટી – પથ્થર – રોડાં – ધૂળ આદિ જે નિર્મૂલ્ય વસ્તુઓ મળે તેનાથી પૂરવામાં
આવે છે. પણ તેને પૂરવા માટે મૂલ્યવાન પદાર્થોની જરૂર નથી; તેમ સાધુ પોતાના ઉદરરૂપ ખાડો નિર્દોષ
રસ કે નિરસ ભોજનવડે પૂરે, પરંતુ તે ઉદરરૂપી ખાડાને પૂરવા સારા સારા પુષ્ટ અને રસવાન પદાર્થો
તરફ વૃત્તિ ન રાખે, તે ગર્તપૂરણવૃત્તિ છે.
૫. જેમ ભંડારમાં અગ્નિ લાગ્યો હોય, તો તેને બુઝાવવા કોઈ અમુક ખાસ જળની આવશ્યકતા
નથી, પણ જેવું અને જ્યાંનું પાણી મળે, તેથી તેને બુઝાવવામાં આવે છે; તેમ સાધુ પોતાની ઉદરાગ્નિને
ખોરાકના રસાદિ તરફ લક્ષ નહિ રાખતાં જે નિર્દોષ રસનિરસ પ્રાસુકઆહાર મળે, તેથી શમાવી, ગુણરૂપ
રત્નભંડારની રક્ષા કરે, તેને અગ્નિપ્રશમનવૃત્તિ કહે છે.
— એ પ્રમાણે પાંચ ભ્રામરીઆદિ વૃત્તિપૂર્વક સાધુ દાતારને કાંઈ પણ હરકત પહોંચાડ્યા સિવાય
આહાર લે. — સંગ્રાહક – અનુવાદક.
૧૮૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક