રાખી જ નથી, તો એ સમાન બીજું પાપ કયું? હવે અહીં કુયુક્તિઓવડે જેઓ એ કુગુરુઓનું
સ્થાપન કરે છે, તેનું નિરાકરણ કરીએ છીએ.
✾ શિથિલાચારની પોષક યુક્તિ અને તેમનું નિરાકરણ ✾
પ્રશ્નઃ — ગુરુ વિના તો નગુરા કહેવાય હવે એવા ગુરુ આ કાળમાં દેખાતા
નથી તેથી આમને જ ગુરુ માનવા જોઈએ?
ઉત્તરઃ — નગુરો તો એનું નામ કે જે ગુરુ જ માને નહિ. હવે જે ગુરુને તો માને
છે, પણ આ ક્ષેત્રમાં ગુરુનું લક્ષણ ન દેખાવાથી, કોઈને ગુરુ ન માને, તો તે શ્રદ્ધાનથી તો
નગુરો થતો નથી. જેમ – નાસ્તિક તો તેનું નામ, કે જે પરમેશ્વરને માને જ નહિ. હવે જે
પરમેશ્વરને તો માને છે, પણ આ ક્ષેત્રમાં પરમેશ્વરનું લક્ષણ ક્યાંય ન દેખાવાથી કોઈને પરમેશ્વર
ન માને, તો તેથી કાંઈ તે નાસ્તિક થતો નથી. એ જ પ્રમાણે અહીં જાણવું.
પ્રશ્નઃ — જૈનશાસ્ત્રોમાં આ કાળમાં કેવળીનો તો અભાવ કહ્યો છે, પણ કાંઈ
મુનિનો અભાવ કહ્યો નથી?
ઉત્તરઃ — એવું તો કહ્યું નથી કે — આ દેશમાં સદ્ભાવ રહેશે, પણ ભરતક્ષેત્રમાં
રહેશે, એમ કહ્યું છે. હવે ભરતક્ષેત્ર તો ઘણું જ મોટું છે, તેમાં કોઈ ઠેકાણે સદ્ભાવ હશે,
તેથી તેનો અભાવ કહ્યો નથી. જો તમે રહો છો તે જ ક્ષેત્રમાં સદ્ભાવ માનશો, તો જ્યાં
આવા પણ ગુરુ (મુનિ) નહિ દેખો ત્યાં તમે જશો, ત્યારે કોને ગુરુ માનશો? વળી જેમ આ
કાળમાં હંસોનો સદ્ભાવ કહ્યો છે, પણ હંસ દેખાતા નથી, તો તેથી અન્ય પક્ષીઓમાં
(કાગાદિમાં) કાંઈ હંસપણું મનાતું નથી. તેમ આ કાળમાં મુનિનો સદ્ભાવ કહ્યો છે, હવે મુનિ
દેખાતા નથી, તો તેથી બીજાઓને તો મુનિ મનાય નહિ.
પ્રશ્નઃ — એક અક્ષરદાતાને ગુરુ માનવામાં આવે છે, તો જે શાસ્ત્ર શિખવાડે,
સંભળાવે તેમને ગુરુ કેમ ન માનીએ?
ઉત્તરઃ — ગુરુનામ મહાનનું છે, હવે જેનામાં જે પ્રકારની મહંતતા સંભવ હોય તેને
તે પ્રકારની ગુરુસંજ્ઞા સંભવે. જેમ કુળઅપેક્ષાએ માતાપિતાને ગુરુસંજ્ઞા છે, તેમ વિદ્યા
ભણાવવાવાળાને પણ વિદ્યા અપેક્ષાએ ગુરુસંજ્ઞા છે, પરંતુ અહીં તો ધર્મનો અધિકાર છે, તેથી
જેનામાં ધર્મ અપેક્ષાએ મહંતતા સંભવિત હોય તે જ ગુરુ જાણવો. હવે ધર્મ નામ ચારિત્રનું
છે, યથા – *
‘चरित्तं खलु धम्मो’ એમ શાસ્ત્રમાં કહ્યું છે, તેથી ચારિત્રધારકને જ ગુરુસંજ્ઞા છે.
વળી જેમ ભૂતાદિનું નામ પણ દેવ છે, તોપણ અહીં દેવના શ્રદ્ધાનમાં અરહંતદેવનું જ ગ્રહણ
* શ્રી પ્રવચનસાર ગાથા ૭.
છઠ્ઠો અધિકારઃ કુદેવ-કુગુરુ-કુધર્મ-નિરાકરણ ][ ૧૮૯