Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 180 of 370
PDF/HTML Page 208 of 398

 

background image
છે, તેમ અન્યનું નામ પણ ગુરુ છે, તોપણ અહીં ગુરુના શ્રદ્ધાનમાં નિર્ગ્રંથ ગુરુનું જ ગ્રહણ
છે. જૈનધર્મમાં તો અરહંતદેવ, નિર્ગ્રંથગુરુ એવું પ્રસિદ્ધ વચન છે.
પ્રશ્નઃ‘નિર્ગ્રંથ વિના અન્યને ગુરુ ન માનવા’ તેનું શું કારણ?
ઉત્તરઃનિર્ગ્રંથ વિના અન્ય જીવ સર્વપ્રકારથી મહંતતા ધારતો નથી. જેમ કોઈ
લોભી શાસ્ત્રવ્યાખ્યાન કરે, ત્યાં તે આને શાસ્ત્ર સંભળાવવાથી મહંત થયો, અને આ તેને
ધનવસ્ત્રાદિ આપવાથી મહંત થયો. જોકે બાહ્યથી શાસ્ત્ર સંભળાવવાવાળો મહંત રહે છે, તોપણ
અંતરંગમાં લોભી હોય છે તેથી (દાતારને ઉચ્ચ માને, તથા દાતાર લોભીને નીચો જ માને,
માટે) તેનામાં સર્વથા (બિલકુલ) મહંતતા ન થઈ.
પ્રશ્નઃનિર્ગ્રંથ પણ આહાર તો લે છે?
ઉત્તરઃલોભી બની દાતારની સુશ્રુષા કરી, દીનતાપૂર્વક તે આહાર લેતા નથી, તેથી
તેમની મહંતતા ઘટતી નથી. જે લોભી હોય તે જ હીનતા પામે છે. એ જ પ્રમાણે અન્ય જીવ
જાણવા, માટે નિર્ગ્રંથ જ સર્વપ્રકારથી મહંતતાયુક્ત છે, પણ નિર્ગ્રંથ વિના અન્ય જીવ
સર્વપ્રકારથી ગુણવાન નથી, ગુણોની અપેક્ષાએ મહંતતા, તથા દોષોની અપેક્ષાએ હીનતા ભાસે
છે, તેથી તેની નિઃશંક સ્તુતિ પણ કરી શકાય નહિ.
વળી નિર્ગ્રંથ વિના અન્ય જીવ જેવું ધર્મસાધન કરે છે, તેવું વા તેનાથી અધિક ધર્મસાધન
ગૃહસ્થ પણ કરી શકે છે, તો ત્યાં ગુરુસંજ્ઞા કોને હોય? માટે બાહ્યાભ્યંતર પરિગ્રહરહિત
નિર્ગ્રંથમુનિ છે તે જ ગુરુ છે.
પ્રશ્નઃઆ કાળમાં એવા ગુરુ તો અહીં નથી, તેથી જેમ અરહંતની સ્થાપના
પ્રતિમા છે, તેમ ગુરુની સ્થાપના આ વેષધારીઓ છે?
ઉત્તરઃજેમ ચિત્રાદિવડે રાજાની સ્થાપના કરીએ, તો ત્યાં પ્રતિપક્ષી નથી, પણ કોઈ
સામાન્ય મનુષ્ય પોતાને રાજા મનાવે, તો તે રાજાનો પ્રતિપક્ષી થાય છે. તેમ પાષાણાદિમાં
અરહંતાદિની સ્થાપના બનાવે, તો ત્યાં તેનો કોઈ પ્રતિપક્ષી નથી, પણ કોઈ સામાન્ય મનુષ્ય
પોતાને મુનિ મનાવે, તો તે મુનિજનોમાં પ્રતિપક્ષી થયો. એ પ્રમાણે જ જો સ્થાપના થતી હોય
તો પોતાને અરહંત પણ મનાવો! પણ તેમની સ્થાપના હોય તો બાહ્યમાં તો એ પ્રમાણે જ
હોવી જોઈએ; પરંતુ તે નિર્ગ્રંથ અને આ ઘણા પરિગ્રહનો ધારક છે, ત્યાં એમ કેવી રીતે બને?
પ્રશ્નઃઆ કાળમાં શ્રાવક પણ જેવા સંભવે તેવા નથી, તેથી જેવા શ્રાવક
તેવા મુનિ?
ઉત્તરઃશાસ્ત્રમાં શ્રાવકસંજ્ઞા તો સર્વ ગૃહસ્થ જૈનોને છે. શ્રેણિક પણ અસંયમી હતો
છતાં તેને ઉત્તરપુરાણમાં શ્રાવકોત્તમ કહ્યો. બારસભામાં શ્રાવક કહ્યા ત્યાં તેઓ બધા વ્રતધારી
૧૯૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક