નહોતા, જો તેઓ સર્વ વ્રતધારી હોત તો અસંયમી મનુષ્યોની જુદી સંખ્યા કહેત, પણ તેમ
કહી નથી; માટે ગૃહસ્થ જૈન તો શ્રાવક નામ પામે છે. પરંતુ મુનિસંજ્ઞા તો નિર્ગ્રંથ વિના કોઈ
પણ ઠેકાણે કહી નથી.
વળી મદ્ય – માંસ – મધુ અને પંચઉદંબરાદિ ફળોનું ભક્ષણ શ્રાવકોને નથી, તેથી શ્રાવકને
તો આઠ મૂળગુણ કહે છે, માટે તેનામાં કોઈ પ્રકારવડે પણ શ્રાવકપણું તો સંભવે છે, પણ
મુનિને અટ્ઠાવીસ મૂળગુણ છે, તે આ વેષધારીઓમાં દેખાતા જ નથી, માટે તેમનામાં કોઈ
પ્રકારથી પણ મુનિપણું સંભવતું નથી. વળી ગૃહસ્થ અવસ્થામાં તો પૂર્વે જંબુકુમારાદિકે ઘણાં
હિંસાદિ કાર્ય કર્યાં સાંભળવામાં આવે છે, પણ મુનિ થઈને કોઈએ હિંસાદિ કાર્ય કર્યાં નથી,
પરિગ્રહ રાખ્યા નથી, તેથી એવી યુક્તિ કાર્યકારી નથી.
જુઓ! શ્રી આદિનાથજીની સાથે ચાર હજાર રાજાઓ દીક્ષા લઈ પાછળથી ભ્રષ્ટ થયા,
ત્યારે દેવો તેમને કહેવા લાગ્યા કે – ‘જિનલિંગી બની અન્યથા પ્રવર્તશો તો અમે તમને દંડ
આપીશું; જિનલિંગ છોડી તમારી ઇચ્છા હોય તેમ કરો.’ માટે જિનલિંગી કહેવડાવી જો અન્યથા
પ્રવર્તે તે તો દંડ યોગ્ય છે, તો વંદનાદિ યોગ્ય કેવી રીતે હોય?
ઘણું શું કહીએ! જે જૈનમતમાં કુવેષ ધારણ કરે છે, તે મહાપાપ ઉપજાવે છે. તથા
જે અન્ય જીવો તેમની સેવાદિ કરે છે, તે પણ પાપી થાય છે. પદ્મપુરાણમાં એક કથા છે
કે – કોઈ શ્રેષ્ઠી ધર્માત્માએ ચારણમુનિઓને ભ્રમથી ભ્રષ્ટ જાણીને આહાર ન આપ્યો, તો આ
પ્રત્યક્ષભ્રષ્ટને દાનાદિક આપવાં કેમ સંભવે?
પ્રશ્નઃ — અમારા અંતરંગમાં શ્રદ્ધાન તો સત્ય છે, પરંતુ બાહ્ય લજ્જાદિ વડે
માત્ર શિષ્ટાચાર કરીએ છીએ, ફળ તો અંતરંગનું થશે?
ઉત્તરઃ — ષટ્પાહુડગ્રંથમાં લજ્જાદિવડે પણ વંદનાદિકનો નિષેધ બતાવ્યો છે, જે અમે
પહેલા જ કહી ગયા. વળી કોઈ બળાત્કારથી મસ્તક નમાવી હાથ જોડાવતો હોય, ત્યારે તો
એમ સંભવે કે – ‘અમારું અંતરંગ નહોતું,’ પણ પોતે જ જ્યાં માનાદિવડે નમસ્કારાદિ કરે, ત્યાં
અંતરંગશ્રદ્ધા કેમ ન કહેવાય? જેમ કોઈ પોતાના અંતરંગમાં તો માંસને બૂરું જાણે છે, પણ
રાજાદિકને ભલું મનાવવાં અર્થે માંસ ભક્ષણ કરે, તો તેને વ્રતી કેવી રીતે મનાય? તેમ કોઈ
પોતાના અંતરંગમાં તો કુગુરુ સેવનને બૂરું જાણે છે, પણ તેને વા લોકોને ભલું મનાવવા અર્થે
તેનું સેવન કરે, તો તેને સાચો શ્રદ્ધાની કેવી રીતે મનાય? માટે બાહ્યથી તેનો ત્યાગ કરતાં
જ અંતરંગત્યાગ સંભવે છે, તેથી જે શ્રદ્ધાનસહિત જીવ છે તેમણે તો કોઈ પ્રકારથી પણ એ
કુગુરુઓની સેવા – સુશ્રુષાદિ કરવી યોગ્ય નથી.
૧
१.भयाशास्नेहलोभाश्च कुदेवागमलिंगिनाम् ।
प्रणामं विनयं चैव न कुर्युः शुद्धदृष्टयः ।। (શ્રી રત્નકરંડશ્રાવકાચાર – ૩૦)
છઠ્ઠો અધિકારઃ કુદેવ-કુગુરુ-કુધર્મ-નિરાકરણ ][ ૧૯૧