એ પ્રમાણે કુગુરુ સેવનનો અહીં નિષેધ કર્યો.
પ્રશ્નઃ — કોઈ તત્ત્વશ્રદ્ધાનીને એ કુગુરુસેવનથી કેવી રીતે મિથ્યાત્વ થયું?
ઉત્તરઃ — જેમ શીલવતી સ્ત્રી પોતાના ભર્તારની માફક પરપુરુષની સાથે રમણક્રિયા
સર્વથા કરે નહિ, તેમ તત્ત્વશ્રદ્ધાની પુરુષ સુગુરુની માફક કુગુરુને નમસ્કારાદિ ક્રિયા સર્વથા
કરે નહિ. કારણ કે – તે જીવાદિતત્ત્વનો શ્રદ્ધાની થયો છે, તેથી ત્યાં રાગાદિકનો નિષેધ કરનારી
શ્રદ્ધા કરે છે, વીતરાગભાવને શ્રેષ્ઠ માને છે, તેથી જેનામાં વીતરાગતા હોય, એવા ગુરુને જ
ઉત્તમ જાણી નમસ્કારાદિ કરે છે, પણ જેનામાં રાગાદિક હોય, તેને નિષેધ જાણી નમસ્કાર
કદી પણ કરે નહિ.
પ્રશ્નઃ — જેમ રાજાદિકને (નમસ્કારાદિ) કરીએ છીએ, તેમ આમને પણ કરીએ
છીએ?
ઉત્તરઃ — રાજાદિક કાંઈ ધર્મપદ્ધતિમાં નથી, અને ગુરુનું સેવન તો ધર્મપદ્ધતિમાં છે,
રાજાદિકનું સેવન તો લોભાદિકથી થાય છે, એટલે ત્યાં તો ચારિત્રમોહનો જ ઉદય સંભવે છે,
પણ ગુરુઓના ઠેકાણે કુગુરુઓને સેવ્યા, ત્યાં તત્ત્વશ્રદ્ધાનના કારણરૂપ તો ગુરુ હતા, તેમનાથી
આ પ્રતિકૂળ થયો. હવે લજ્જાદિકથી પણ જેણે કારણમાં વિપરીતતા ઉપજાવી, તેના કાર્યભૂત
તત્ત્વશ્રદ્ધાનમાં દ્રઢતા ક્યાંથી હોય? માટે ત્યાં તો દર્શનમોહનો જ ઉદય સંભવે છે. એ પ્રમાણે
કુગુરુઓનું નિરૂપણ કર્યું.
હવે કુધર્મનું નિરૂપણ કરીએ છીએ —
✾ કુધાર્મનું નિરુપણ અને તેની શ્રદ્ધા આદિનો નિષેધા ✾
જ્યાં હિંસાદિક પાપ ઊપજે વા વિષય – કષાયોની વૃદ્ધિ થાય, ત્યાં ધર્મ માનીએ તે કુધર્મ
જાણવો. યજ્ઞાદિ ક્રિયાઓમાં મહાહિંસાદિ ઉપજાવે, મોટા જીવોનો ઘાત કરે, ત્યાં ઇન્દ્રિયોના
વિષય પોષણ કરે. તે જીવો પ્રત્યે દુષ્ટબુદ્ધિ કરી રૌદ્રધ્યાની થાય, તીવ્રલોભથી અન્યનું બૂરું
કરી, પોતાનું કોઈ પ્રયોજન સાધવા ઇચ્છે, અને વળી એવાં કાર્ય કરી ત્યાં ધર્મ માને, તે સર્વ
કુધર્મ છે.
વળી તીર્થોમાં વા અન્ય ઠેકાણે સ્નાનાદિ કાર્ય કરે, ત્યાં નાના – મોટા ઘણા જીવોની હિંસા
થાય, પોતાના શરીરને સુખ ઊપજે, તેથી વિષયપોષણ થાય છે, તથા કામાદિક વધે છે.
કુતૂહલાદિવડે ત્યાં કષાયભાવ વધારે છે અને ધર્મ માને છે તે કુધર્મ છે.
અર્થઃ — શુદ્ધદ્રષ્ટિવાન જીવે ભય – આશા – સ્નેહ અને લોભથી પણ કુદેવ, કુઆગમ અને કુલિંગીને
પ્રણામ – વિનયાદિ કરવા યોગ્ય નથી. — સંગ્રાહક – અનુવાદક.
૧૯૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક