સંક્રાંતિ, ગ્રહણ અને વ્યતિપાતાદિમાં દાન આપે છે, ખોટા ગ્રહાદિ અર્થે દાન આપે
છે, પાત્ર જાણીને લોભી પુરુષોને દાન આપે છે, દાનમાં સોનું, હાથી – ઘોડા અને તલ આદિ
વસ્તુઓ આપે છે, પણ સંક્રાંતિ આદિ પર્વ ધર્મરૂપ નથી, જ્યોતિષીના સંચારાદિવડે (ગમના-
ગમનવડે) સંક્રાંતિ આદિ થાય છે. તથા દુષ્ટગ્રહાદિઅર્થે આપ્યું ત્યાં ભય, લોભાદિકની અધિકતા
થઈ, તેથી ત્યાં દાન આપવામાં ધર્મ નથી. વળી લોભી પુરુષ આપવાયોગ્ય પાત્ર પણ નથી,
કારણ કે લોભી નાનાપ્રકારની અસત્ય યુક્તિઓવડે ઠગે છે, પણ કાંઈ ભલું કરતો નથી. ભલું
તો ત્યારે થાય કે જ્યારે આના દાનની સહાયવડે તે ધર્મ સાધે; પરંતુ તે તો ઊલટો પાપરૂપ
પ્રવર્તે છે. હવે પાપના સહાયકનું ભલું કેવી રીતે થાય?
શ્રી રયણસારશાસ્ત્રમાં પણ કહ્યું છે કે —
सप्पुरिसाणं दाणं कप्पतरुणं फलाण सोहं वा ।
लोहीणं दाणं जइ विमाणसोहा सवस्स जाणेह ।।२६।।
અર્થઃ — સત્પુરુષોને દાન આપવું, એ કલ્પવૃક્ષોના ફૂલની શોભા જેવું તથા સુખદાયક
છે, પણ લોભી પુરુષોને દાન આપવું થાય છે, તે શબ અર્થાત્ મડદાની ઠાઠડીની શોભાસમાન
જાણવું. શોભા તો થાય, પરંતુ ધણીને પરમદુઃખદાયક થાય છે, માટે લોભી પુરુષને દાન
આપવામાં ધર્મ નથી.
વળી દ્રવ્ય તો એવું આપીએ કે જેનાથી તેનો ધર્મ વધે, પણ સુવર્ણ, હાથી વગેરે
આપવાથી એ વડે હિંસાદિ ઊપજે વા માન – લોભાદિ વધે, અને તેથી મહાપાપ થાય; તેથી એવી
વસ્તુઓ આપવાવાળાને પુણ્ય ક્યાંથી થાય?
વળી વિષયાસક્ત જીવ રતિદાનાદિમાં પુણ્ય ઠરાવે છે. પણ પ્રત્યક્ષ કુશીલાદિ પાપ જ્યાં
થાય ત્યાં પુણ્ય કેવી રીતે થાય? તથા યુક્તિ મેળવવા તે કહે છે કે – ‘‘તે સ્ત્રી સંતોષ પામે
છે.’’ પણ સ્ત્રી વિષયસેવન કરવાથી સુખ અવશ્ય પામે, તો પછી શીલનો ઉપદેશ શામાટે
આપ્યો? રતિસમય વિના પણ તેના મનોરથાનુસાર ન પ્રવર્તે તો તે દુઃખ પામે છે; માત્ર એવી
અસત્ યુક્તિ બનાવી તેઓ વિષય પોષવાનો ઉપદેશ આપે છે.
એ પ્રમાણે દયાદાન અને પાત્રદાન વિના અન્ય દાન આપી ત્યાં ધર્મ માનવો, તે સર્વ
કુધર્મ છે.
વળી કોઈ, વ્રતાદિ કરીને ત્યાં હિંસાદિક વા વિષયાદિક વધારે છે; પણ વ્રતાદિક તો
એ હિંસા – વિષયાદિ ઘટાડવા માટે કરવામાં આવે છે. જ્યાં અન્નનો તો ત્યાગ કરે પણ
કંદમૂળાદિકોનું ભક્ષણ કરે, તો ત્યાં હિંસા વિશેષ થઈ, તથા સ્વાદાદિ વિષયની વિશેષતા થઈ.
વળી કોઈ, દિવસમાં તો ભોજન કરે નહિ, પણ રાત્રિમાં ભોજન કરે છે; હવે ત્યાં
છઠ્ઠો અધિકારઃ કુદેવ-કુગુરુ-કુધર્મ-નિરાકરણ ][ ૧૯૩