દિવસભોજનથી રાત્રિભોજનમાં વિશેષ હિંસા પ્રત્યક્ષ દેખાય છે, તથા પ્રમાદ વિશેષ થાય છે.
વળી કોઈ, વ્રતાદિક કરીને નાનાપ્રકારના શૃંગાર બનાવે છે, કુતૂહલ કરે છે, તથા
જુગારઆદિરૂપ પ્રવર્તે છે, ઇત્યાદિ પાપક્રિયા કરે છે. તથા કોઈ, વ્રતાદિકના ફળમાં લૌકિક
ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટનો નાશ ઇચ્છે, પણ ત્યાં તો કષાયની તીવ્રતા વિશેષ થઈ.
એ પ્રમાણે વ્રતાદિકવડે ધર્મ માને, તે કુધર્મ છે.
વળી, કોઈ ભક્તિ આદિ કાર્યોમાં હિંસાદિ પાપ વધારે છે, ગીત – નૃત્ય – ગાનાદિ, વા
ઇષ્ટ ભોજનાદિક વા અન્ય સામગ્રીઓવડે વિષયોને પોષણ કરે છે – કુતૂહલ – પ્રમાદાદિરૂપ પ્રવર્તે
છે, ત્યાં તે પાપ તો ઘણું ઉપજાવે પણ ધર્મનું કિંચિત્ સાધન નથી, છતાં ત્યાં ધર્મ માને તે
સર્વ કુધર્મ છે.
વળી કોઈ, શરીરને તો ક્લેશ ઉપજાવે, હિંસાદિક નિપજાવે વા કષાયાદિરૂપ પ્રવર્તે છે.
જેમ કોઈ પંચાગ્નિ તાપે છે, પણ ત્યાં અગ્નિવડે નાનામોટા જીવો સળગી જઈ હિંસાદિક વધે
છે, એમાં ધર્મ શો થયો? કોઈ અધોમુખ ઝૂલે તથા કોઈ ઊર્ધ્વબાહુ રાખે, ઇત્યાદિ સાધનથી
તો ત્યાં ક્લેશ જ થાય; તેથી એ કાંઈ ધર્મના અંગ નથી.
વળી કોઈ, પવનસાધન કરે છે. ત્યાં નેતી – ધોતી આદિ કાર્યોમાં જલાદિવડે હિંસાદિ
ઊપજે છે. કોઈ ચમત્કાર ત્યાં ઊપજે તો તેથી માનાદિક વધે છે, પણ ત્યાં કિંચિત્ ધર્મસાધન
નથી; ઇત્યાદિક ક્લેશ તો કરે છે, પણ વિષય – કષાય ઘટાડવાનું કાંઈ સાધન કરતો નથી,
અંતરંગ ક્રોધ – માન – માયા – લોભનો અભિપ્રાય છે, છતાં નિરર્થક ક્લેશ કરી ત્યાં ધર્મ માને છે,
પણ એ કુધર્મ છે.
વળી કોઈ, આ લોકનાં દુઃખ સહન ન થવાથી, પરલોકમાં ઇષ્ટની ઇચ્છાથી, તથા
પોતાની પૂજા વધારવા અર્થે પ્રવર્તે છે, વા કોઈ ક્રોધાદિકથી આપઘાત કરે છે; જેમ કોઈ
પતિવિયોગથી અગ્નિમાં બળી સતી કહેવડાવે છે, કોઈ હિમાલયમાં ગળી જાય છે, કોઈ કાશીમાં
જઈ કરવત લે છે, તથા કોઈ જીવતાં મરણ લે છે, – ઇત્યાદિ કાર્ય કરી ત્યાં ધર્મ માને છે,
પણ આપઘાત એ તો મહાન પાપ છે. જો શરીરાદિથી અનુરાગ ઘટ્યો હતો, તો તપશ્ચરણાદિ
કરવું હતું પણ મરણ પામવામાં કયું ધર્મનું અંગ થયું? કારણ કે – આપઘાત કરવો એ કુધર્મ
છે.
એ જ પ્રમાણે અન્ય પણ ઘણાં કુધર્મના અંગ છે. અહીં ક્યાં સુધી કહીએ? ટૂંકામાં —
જ્યાં વિષય – કષાય વધવા છતાં ધર્મ માનવામાં આવે છે, તે સર્વ કુધર્મ જાણવા.
જુઓ! કાળદોષથી જૈનધર્મમાં પણ કુધર્મની પ્રવૃત્તિ થઈ રહી છે. જૈનમતમાં જે ધર્મપર્વ
કહ્યાં છે, તેમાં તો વિષય – કષાય છોડી સંયમરૂપ પ્રવર્તવું યોગ્ય છે, છતાં સંયમને તો આદરતા
૧૯૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક
25