નથી, અને વ્રતાદિ નામ ધરાવી ત્યાં નાનાપ્રકારના શૃંગાર બનાવે છે. ઇષ્ટ ભોજનાદિ કરે છે,
કુતૂહલાદિ કરે છે, તથા કષાય વધારવાનાં કાર્ય કરે છે, જુગાર આદિ મહાપાપરૂપ પ્રવર્તે છે.
વળી પૂજનાદિ કાર્યોમાં ઉપદેશ તો એ હતો કે — ‘‘सावद्यलेशो बहुपुण्यराशौ दोषाय
नालं१ — ઘણાં પુણ્યસમૂહમાં પાપનો અંશ દોષના અર્થે નથી.’’ પણ એ છળવડે પૂજા –
પ્રભાવનાદિ કાર્યોમાં રાત્રિમાં દીપિકાદિવડે, વા અનંતકાયાદિના સંગ્રહવડે, વા
અયત્નાચારપ્રવૃત્તિવડે, હિંસાદિરૂપ પાપ તો ઘણું ઉપજાવે, પણ સ્તુતિ – ભક્તિ આદિ
શુભપરિણામોમાં પ્રવર્તે નહિ, વા થોડો પ્રવર્તે તો ત્યાં તોટો તો ઘણો અને નફો થોડો વા કાંઈ
નહિ. એટલે એવાં કાર્ય કરવામાં તો બૂરું જ દેખાય છે.
વળી જિનમંદિર તો ધર્મનું સ્થાન છે, છતાં ત્યાં નાનાપ્રકારની કુકથાઓ કરવી, શયન
કરવું ઇત્યાદિ પ્રમાદરૂપ કોઈ પ્રવર્તે છે, વળી ત્યાં બાગબગીચાદિ બનાવી, પોતાના વિષય –
કષાય પોષે છે, લોભી પુરુષને ગુરુ માની દાનાદિ આપી તેમની અસત્ય સ્તુતિવડે પોતાનું
મહંતપણું માને છે, ઇત્યાદિ પ્રકાર વડે પોતાના વિષય કષાયને તો વધારે છે, અને ધર્મ માને
છે, પણ જૈનધર્મ તો વીતરાગભાવરૂપ છે, તેમાં આવી વિપરીત પ્રવૃત્તિ માત્ર કાળદોષથી જ
જોવામાં આવે છે.
એ પ્રમાણે કુધર્મસેવનનો નિષેધ કર્યો.
હવે તેમાં મિથ્યાત્વભાવ કેવી રીતે છે, તે અહીં કહીએ છીએ —
તત્ત્વશ્રદ્ધાનમાં પ્રયોજનભૂત તો એક એ છે કે – ‘‘રાગાદિક છોડવા,’ એ જ ભાવનું નામ
ધર્મ છે. જો રાગાદિભાવો વધારીને ધર્મ માને, તો ત્યાં તત્ત્વશ્રદ્ધાન ક્યાં રહ્યું? ત્યાં તો તે
જિનઆજ્ઞાથી પ્રતિકૂલ થયો. રાગાદિભાવ તો પાપ છે, તેને ધર્મ માન્યો એ જ જૂઠ શ્રદ્ધાન
થયું. માટે કુધર્મસેવનમાં મિથ્યાત્વભાવ છે.
એ પ્રમાણે કુદેવ – કુગુરુ – કુશાસ્ત્ર સેવનમાં મિથ્યાત્વભાવની પુષ્ટતા થતી જાણી, અહીં તેનું
નિરૂપણ કર્યું.
શ્રી ષટ્પાહુડમાં પણ કહ્યું છે કે —
कुच्छियदेवं धम्मं कुच्छियलिंगं च वंदए जो दु ।
लज्जाभयगारवदो मिच्छादिट्ठी हवे सो हु ।।९२।। (મોક્ષપાહુડ)
અર્થઃ — જે કોઈ લજ્જા, ભય અને મોટાઈથી પણ કુત્સિત્દેવ – ધર્મ – લિંગને વંદન કરે
છે, તે મિથ્યાદ્રષ્ટિ છે.
१ – पूज्यं जिनं त्वाऽर्चयतो जनस्य सावद्यलेशो बहुपुण्यराशौ ।
दोषाय नालं कणिका विषस्य न दूषिका शीत शिवाम्बु राशौ ।।५८।। (बृ० स्वयंभूस्तोत्र)
છઠ્ઠો અધિકારઃ કુદેવ-કુગુરુ-કુધર્મ-નિરાકરણ ][ ૧૯૫