પરિણમાવે છે, જે પુણ્યનો ઉદય થતાં ઇન્દ્રિયસુખના કારણભૂત સામગ્રી સ્વયં મળે છે, તથા પાપનો
ઉદય દૂર થતાં દુઃખના કારણભૂત સામગ્રી સ્વયં દૂર થાય છે. એ પ્રમાણે પ્રયોજનની સિદ્ધિ પણ
તેમનાથી થાય છે.
અથવા જૈનશાસનના ભક્ત દેવાદિકો તે ભક્તપુરુષને અનેક ઇન્દ્રિયસુખના કારણભૂત
સામગ્રીઓનો સંયોગ કરાવે છે તથા દુઃખના કારણભૂત સામગ્રીઓને દૂર કરે છે એ પ્રમાણે પણ
એ પ્રયોજનની સિદ્ધિ શ્રી અરિહંતાદિક વડે થાય છે. પરંતુ એ પ્રયોજનથી કાંઈ પોતાનું હિત
થતું નથી; કારણ કે કષાયભાવ વડે બાહ્ય સામગ્રીઓમાં ઇષ્ટ – અનિષ્ટપણું માની આત્મા પોતે
જ સુખ – દુઃખની કલ્પના કરે છે. કષાય વિના બાહ્ય સામગ્રી કાંઈ સુખ-દુઃખની દાતા નથી. વળી
કષાય છે તે સર્વ આકુલતામય છે માટે ઇન્દ્રિયજનિત સુખની ઇચ્છા કરવી વા દુઃખથી ડરવું એ
બધો ભ્રમ છે. વળી એવા પ્રયોજન અર્થે અરિહંતાદિકની ભક્તિ કરવા છતાં પણ તીવ્ર કષાય
હોવાથી પાપબંધ જ થાય છે માટે એ પ્રયોજનના અર્થી થવું યોગ્ય નથી, કારણ કે અરિહંતાદિકની
ભક્તિ કરતાં એવાં પ્રયોજન તો સ્વયં સિદ્ધ થાય છે. એ પ્રમાણે શ્રી અરિહંતાદિક પરમ ઇષ્ટ
માનવા યોગ્ય છે. વળી એ શ્રી અરિહંતાદિક જ પરમ મંગલ છે, તેમાં ભક્તિભાવ થતાં પરમ
મંગલ થાય છે કારણ ‘‘મંગ’’ એટલે સુખ તેને ‘‘લાતિ’’ એટલે આપે, અથવા ‘‘મં’’ એટલે પાપ
તેને ‘‘ગાલયતિ’’ એટલે ગાળે તેનું નામ મંગલ છે. હવે એ વડે પૂર્વોક્ત પ્રકારથી બંને કાર્યોની
સિદ્ધિ થાય છે. માટે તેમનામાં પરમ મંગળપણું સંભવે છે.
✾ મંગલાચરણ કરવાનું કારણ ✾
અહીં કોઈ પ્રશ્ન કરે કે — પ્રથમ ગ્રંથની શરૂઆતમાં મંગળ કર્યું તેનું શું કારણ? તેનું
સમાધાનઃ — સુખપૂર્વક ગ્રંથની સમાપ્તિ થાય, પાપના ઉદયથી કોઈ વિઘ્ન ન થાય એ હેતુથી
અહીં પ્રથમ મંગળ કર્યું છે.
પ્રશ્નઃ — અન્યમતી એ પ્રમાણે મંગળ કરતા નથી છતાં તેમને પણ ગ્રંથની
સમાપ્તતા તથા વિઘ્નનો નાશ થતો જોવામાં આવે છે તેનું શું કારણ?
ઉત્તરઃ — અન્યમતીની ગ્રંથ-રચના મોહના તીવ્ર ઉદય વડે મિથ્યાત્વ કષાયભાવોને
પોષતા વિપરીત અર્થનું નિરૂપણ કરે છે, માટે તેની નિર્વિઘ્ન સમાપ્તતા તો એ પ્રમાણે મંગળ
કર્યા વિના જ થાય. કારણ જો એ પ્રમાણે મંગળવડે મોહ મંદ થઈ જાય તો તેમનાથી એવું
વિપરીત કાર્ય કેમ બને? પણ અમે આ ગ્રંથ રચીએ છીએ તેમાં મોહની મંદતાવડે વીતરાગ
તત્ત્વવિજ્ઞાનને પોષણ કરવાવાળા અર્થોનું પ્રરૂપણ કરીશું તેથી તેની નિર્વિઘ્ન સમાપ્તતા તો એ
પ્રમાણે મંગળ કરવાથી જ થાય. જો એમ મંગળ ન કરવામાં આવે તો મોહનું તીવ્રપણું રહે
અને તેથી આવું ઉત્તમ કાર્ય કેમ બને?
પ્રશ્નઃ — એ વાત તો ખરી, પરંતુ આ પ્રમાણે મંગળ ન કરનારને પણ સુખ
પ્રથમ અધિકારઃ પીઠબંધ પ્રરૂપક ][ ૯
2