પરિણામ સુધારવાનો ઉપાય કરવો યોગ્ય છે, સર્વ પ્રકારના મિથ્યાત્વભાવ છોડી
સમ્યગ્દ્રષ્ટિ થવું યોગ્ય છે, કારણ કે સંસારનું મૂળ મિથ્યાત્વ છે, મિથ્યાત્વ સમાન
અન્ય કોઈ પાપ નથી.
એક મિથ્યાત્વ અને તેની સાથે અનંતાનુબંધી (કષાય)નો અભાવ થતાં એકતાલીસ
પ્રકૃતિઓનો બંધ તો મટી જ જાય છે,૧ તથા સ્થિતિ અંતઃકોડાકોડીસાગરની રહી જાય છે અને
અનુભાગ થોડો જ રહી જાય છે. શીઘ્ર જ મોક્ષપદ પ્રાપ્ત કરે છે; પણ મિથ્યાત્વનો સદ્ભાવ
રહેતાં અનેક ઉપાય કરવા છતાં પણ મોક્ષમાર્ગ થતો નથી, માટે હરકોઈ ઉપાયવડે સર્વ પ્રકારે
મિથ્યાત્વનો નાશ કરવો યોગ્ય છે.
એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગપ્રકાશક શાસ્ત્રમાં જૈનમતવાળા
મિથ્યાદ્રષ્ટિઓનું નિરૂપણ કરવાવાળો સાતમો
અધિકાર સમાપ્ત
❁
૧. એ એકતાળીસ પ્રકૃતિઓનાં નામ — મિથ્યાત્વ, હુંડકસંસ્થાન, નપુંસકવેદ, અસંપ્રાપ્તાસૃપાટિકા-
સંહનન, એકેન્દ્રિય, સ્થાવર, આતાપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, બેઇન્દ્રિય, ત્રૈન્દ્રિય, ચૌરિન્દ્રિય, નર્કગતિ,
નર્કગત્યાનુપૂર્વિ, નર્કાયુ. — એ સોળ પ્રકૃતિઓના બંધનું કારણ એક મિથ્યાત્વ જ છે, તે મિથ્યાત્વગુણસ્થાનના
અંતસમયમાં એ સોળ પ્રકૃતિઓના બંધનો વિચ્છેદ થાય છે; તથા અનંતાનુબંધી કષાયના કારણે પચીસ
કર્મપ્રકૃતિ તેમાં — અનંતાનુબંધીની ચાર, સ્ત્યાનગૃદ્ધિ – નિદ્રાનિદ્રા – પ્રચલાપ્રચલા – એ ત્રણ નિદ્રા, દુર્ભગ, દુસ્વર,
અનાદેય, ન્યગ્રોધપરિમંડલ – સ્વાતિ – કુબ્જ અને વામન એ ચાર સંસ્થાન, વજ્રનારાચ – નારાચ – અર્ધનારાચ
અને કીલિત એ ચાર સંહનન, અપ્રશસ્તવિહાયોગતિ, સ્ત્રીવેદ, નીચગોત્ર, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વિ, તિર્યંચાયુ
અને ઉદ્યોત એ ૨૫ પ્રકૃતિઓની વ્યુચ્છિતિ બીજા સાસાદન ગુણસ્થાનના અંત સમયમાં થાય છે.
(ગોમ્મટસાર કર્મકાંડ ગાથા. ૯૫ – ૯૬)
સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૭૩