આઠમો અધિકાર ][ ૨૭૭
મુનિદશાને) તેને નિમિત્ત-નૈમિત્તિકપણું હોય છે, એમ જાણી શ્રાવક – મુનિધર્મના ભેદોને ઓળખી
જેવો પોતાને વીતરાગભાવ થયો હોય તેવો પોતાને યોગ્ય ધર્મ સાધે છે. ત્યાં જેટલા અંશે
વીતરાગતા હોય છે તેને કાર્યકારી જાણે છે. જેટલા અંશે રાગ રહે છે તેને હેય જાણે છે
તથા સંપૂર્ણ વીતરાગતાને પરમધર્મ માને છે.
એ પ્રમાણે ચરણાનુયોગનું પ્રયોજન છે.
✾ દ્રવ્યાનુયોગનું પ્રયોજન ✾
દ્રવ્યાનુયોગમાં દ્રવ્યોના અને તત્ત્વોના નિરૂપણ વડે જીવોને ધર્મમાં લગાવીએ છીએ. જે
જીવ, જીવ – અજીવાદિ દ્રવ્યોને વા તત્ત્વોને ઓળખતો નથી તથા સ્વ – પરને ભિન્ન જાણતો નથી
તેને હેતુ – દ્રષ્ટાંત – યુક્તિદ્વારા અને પ્રમાણ – નયાદિવડે તેનું સ્વરૂપ એ પ્રમાણે બતાવ્યું છે કે જેથી
તેને તેની પ્રતીતિ થઈ જાય; અને તેના અભ્યાસથી અનાદિ અજ્ઞાનતા દૂર થાય છે. અન્યમતનાં
કલ્પિત તત્ત્વાદિક જૂઠાં ભાસે ત્યારે જૈનમતની પ્રતીતિ થાય, તથા જો તેના ભાવને ઓળખવાનો
અભ્યાસ રાખે તો તેને તુરત જ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય.
વળી જેને તત્ત્વજ્ઞાન થયું હોય તે જીવ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે તો તેને પોતાના
શ્રદ્ધાનાનુસાર એ બધાં કથન પ્રતિભાસે છે. જેમ કોઈએ કોઈ વિદ્યા શીખી લીધી હોય પણ
જો તે તેનો અભ્યાસ રાખ્યા કરે તો તે યાદ રહે, ન રાખે તો ભૂલી જાય; તેમ આને તત્ત્વજ્ઞાન
તો થયું છે પરંતુ જો તેના પ્રતિપાદક દ્રવ્યાનુયોગનો અભ્યાસ કર્યા કરે તો તે તત્ત્વજ્ઞાન ટકી
રહે, ન કરે તો ભૂલી જાય. અથવા સંક્ષેપતાથી તત્ત્વજ્ઞાન થયું હતું તે અહીં નાના યુક્તિ –
હેતુ – દ્રષ્ટાંતાદિવડે સ્પષ્ટ થઈ જાય તો પછી તેમાં શિથિલતા થઈ શકે નહિ અને તેના અભ્યાસથી
રાગાદિક ઘટવાથી અલ્પકાળમાં મોક્ષ સધાય છે.
એ પ્રમાણે દ્રવ્યાનુયોગનું પ્રયોજન જાણવું.
હવે એ અનુયોગોમાં કેવા પ્રકારથી વ્યાખ્યાન છે તે અહીં કહીએ છીએ —
✾ પ્રથમાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાાન ✾
પ્રથમાનુયોગમાં જે મૂળકથાઓ છે તે તો જેવી છે તેવી જ નિરૂપવામાં આવે છે તથા
તેમાં પ્રસંગોપાત્ જે વ્યાખ્યાન હોય છે તે કોઈ તો જેવું ને તેવું હોય છે તથા કોઈ ગ્રંથકર્તાના
વિચારાનુસાર હોય છે, પરંતુ ત્યાં પ્રયોજન અન્યથા હોતું નથી.
ઉદાહરણ — જેમ, તીર્થંકરદેવોના કલ્યાણકોમાં ઇન્દ્રો આવ્યા એ કથા તો સત્ય છે. પરંતુ
ત્યાં ઇન્દ્રે સ્તુતિ કરી તેનું જે અહીં વ્યાખ્યાન કર્યું, ત્યાં ઇન્દ્રે તો અન્યપ્રકારથી જ સ્તુતિ કરી
હતી અને અહીં ગ્રંથકર્તાએ અન્યપ્રકારથી જ સ્તુતિ કરવી લખી, પરંતુ સ્તુતિરૂપ પ્રયોજન