૩૧૦ ]
અધિકાર નવમો
મોક્ષમાર્ગનું સ્વરુપ
શિવ ઉપાય કરતાં પ્રથમ, કારણ મંગળરૂપ;
વિઘન વિનાશક સુખકરણ, નમો શુદ્ધ શિવભૂત.
પ્રથમ મોક્ષમાર્ગના પ્રતિપક્ષી મિથ્યાદર્શનાદિકનું સ્વરૂપ દર્શાવ્યું તેને તો દુઃખરૂપ અને
દુઃખના કારણ જાણી હેયરૂપ માની તેનો ત્યાગ કરવો, વચમાં ઉપદેશનું સ્વરૂપ દર્શાવ્યું. તેને
જાણી ઉપદેશને યથાર્થ સમજવો તથા હવે મોક્ષનો માર્ગ જે સમ્યગ્દર્શનાદિક તેનું સ્વરૂપ
દર્શાવીએ છીએ, તેને સુખરૂપ અને સુખનાં કારણ જાણી ઉપાદેયરૂપ માની અંગીકાર કરવાં,
કારણ કે આત્માનું હિત મોક્ષ જ છે તેથી તેનો જ ઉપાય આત્માને કર્તવ્ય છે, માટે તેનો જ
ઉપદેશ અહીં આપીએ છીએ.
✾
આત્માનું હિત એક મોક્ષ જ છે આત્માનું હિત એક મોક્ષ જ છે ✾
ત્યાં આત્માનું હિત મોક્ષ જ છે અન્ય નથી, એવો નિશ્ચય કેવી રીતે થાય તે કહીએ
છીએઃ —
આત્માને અનેક પ્રકારની ગુણ – પર્યાયરૂપ અવસ્થા થાય છે તેમાં અન્ય તો ગમે તે
અવસ્થા થાઓ પણ તેથી આત્માનો કાંઈ બગાડ – સુધાર નથી, પરંતુ એક દુઃખ – સુખ અવસ્થાથી
તેનો બગાડ – સુધાર છે. અહીં કાંઈ હેતુ – દ્રષ્ટાંતની જરૂર નથી, પ્રત્યક્ષ એમ જ પ્રતિભાસે છે.
લોકમાં જેટલા આત્માઓ છે તેમને આ એક જ ઉપાય જોવામાં આવે છે કે – ‘દુઃખ
ન થાય – સુખ જ થાય;’ તેઓ અન્ય જેટલા ઉપાય કરે છે તે બધાય એક એ જ પ્રયોજનસહિત
કરે છે. બીજું કાંઈ પ્રયોજન નથી. જેના નિમિત્તથી દુઃખ થતું જાણે તેને દૂર કરવાનો ઉપાય
કરે છે, તથા જેના નિમિત્તથી સુખ થતું જાણે તેને રાખવાનો ઉપાય કરે છે.
વળી સંકોચ – વિસ્તાર આદિ અવસ્થા પણ આત્માને જ થાય છે વા પરદ્રવ્યનો પણ
સંયોગ મળે છે, પરંતુ જેનાથી સુખ – દુઃખ થતું ન જાણે તેને દૂર કરવાનો વા હોવાનો કાંઈ
પણ ઉપાય કોઈ કરતું નથી.
અહીં આત્મદ્રવ્યનો એવો જ સ્વભાવ જાણવો. અન્ય તો બધી અવસ્થાઓને તે સહન
કરી શકે છે પરંતુ એક દુઃખને સહન કરી શકતો નથી. પરવશપણે દુઃખ થાય તો આ શું
કરે, તેને ભોગવે; તેને પણ સ્વવશપણે તો કિંચિત્ પણ દુઃખને સહન કરી શકતો નથી. તથા