થાય અને બાહ્ય અઘાતિકર્મોના ઉદયથી રાગાદિકનું કારણ શરીરાદિનો સંયોગ થાય ત્યારે
આકુળતા ઊપજે છે. મોહનો ઉદય નાશ થવા છતાં પણ અઘાતિકર્મોનો ઉદય રહે છે પણ
તે કાંઈપણ આકુળતા ઉપજાવી શકતો નથી, પરંતુ પૂર્વે આકુળતાને સહકારી કારણરૂપ હતો
માટે એ અઘાતિકર્મોનો નાશ પણ આત્માને ઇષ્ટ જ છે. કેવળીભગવાનને એના હોવા છતાં
પણ કાંઈ દુઃખ નથી માટે તેના નાશનો ઉદ્યમ પણ નથી. પરંતુ મોહનો નાશ થતાં એ સર્વ
કર્મો આપોઆપ થોડા જ કાળમાં નાશને પ્રાપ્ત થઈ જાય છે.
હતું વા અન્ય જીવોને ઘણું દુઃખ હોય છે એ અપેક્ષાએ થોડા દુઃખવાળાને સુખી કહીએ છીએ,
તથા એ જ અભિપ્રાયથી થોડા દુઃખવાળો પોતાને સુખી માને છે, પણ વસ્તુતાએ તેને સુખ
નથી. વળી એ થોડું દુઃખ પણ જો સદાકાળ રહે તો તેને પણ હિતરૂપ ઠરાવીએ પરંતુ તેમ
પણ નથી. પુણ્યનો ઉદય થોડો કાળ જ રહે છે અને ત્યાં સુધી જ થોડું દુઃખ થાય છે પણ
પાછળથી ઘણું દુઃખ થઈ જાય છે. માટે સંસારઅવસ્થા હિતરૂપ નથી.
છે; પરંતુ પરમાર્થથી જ્યાંસુધી જ્વરનો સદ્ભાવ છે ત્યાંસુધી તેને ઠીક નથી; તેમ સંસારી જીવને
મોહનો ઉદય છે તેને કોઈ વેળા ઘણી આકુળતા થાય છે તથા કોઈ વેળા થોડી થાય છે; થોડી
આકુળતા હોય ત્યારે તે પોતાને સુખી માને છે, લોક પણ કહે છે કે સુખી છે; પરંતુ પરમાર્થથી
જ્યાંસુધી મોહનો સદ્ભાવ છે ત્યાંસુધી સુખ નથી.