Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 303 of 370
PDF/HTML Page 331 of 398

 

background image
નવમો અધિકાર ][ ૩૧૩
સુખી માને છે, તથા કોઈ ઘણા ધનવાનને કિંચિત્ ધનની હાનિ થઈ ત્યાં કંઈક આકુળતા
વધવાથી તેને દુઃખી કહીએ છીએ અને તે પણ પોતાને દુઃખી માને છે.
એ જ પ્રમાણે સર્વત્ર જાણવું.
વળી એ આકુળતાનું ઘટવુંવધવું પણ બાહ્યસામગ્રી અનુસાર નથી પણ કષાયભાવો
ઘટવાવધવાના અનુસારે છે. જેમ કોઈને થોડું ધન છે પણ જો સંતોષ છે તો તેને આકુળતા
ઘણી થોડી છે, તથા કોઈને ઘણું ધન છે પણ તૃષ્ણા છે તો તેને આકુળતા ઘણી છે. બીજું
કોઈને કોઈએ બૂરું કહ્યું, અને જો તેને થોડો પણ ક્રોધ ન થાય તો તેને આકુળતા થતી નથી
તથા જેને થોડી વાતો કહેતાં જ ઘણો ક્રોધ થઈ આવે તો તેને આકુળતા ઘણી થાય છે. વળી
જેમ ગાયને વાછરડાથી કાંઈ પણ પ્રયોજન નથી પરંતુ મોહ ઘણો હોવાથી તેની રક્ષા કરવાની
તેને ઘણી આકુળતા હોય છે, ત્યારે સુભટને શરીરાદિકથી ઘણાં કાર્ય સધાય છે પરંતુ રણક્ષેત્રમાં
માનાદિના કારણે શરીરાદિકથી મોહ ઘટી જતાં મરણની પણ તેને થોડી આકુળતા થાય છે. માટે
એમ જાણવું કે
સંસારઅવસ્થામાં પણ આકુળતા ઘટવાવધવાથી જ સુખદુઃખ માનવામાં
આવે છે, અને આકુળતાનું ઘટવુંવધવું રાગાદિ કષાયો ઘટવાવધવાના અનુસારે છે.
વળી પરદ્રવ્યરૂપ બાહ્યસામગ્રી અનુસાર સુખદુઃખ નથી. કષાયથી ઇચ્છા ઉત્પન્ન
થાય તથા તેની ઇચ્છાનુસાર બાહ્યસામગ્રી મળે અને તે કાળે તેને કંઈક કષાયનું ઉપશમન
થવાથી આકુળતા ઘટે ત્યારે સુખ માને છે, તથા ઇચ્છાનુસાર સામગ્રી ન મળે ત્યારે કષાય
વધવાથી આકુળતા વધે છે અને દુઃખ માને છે. હવે છે તો આ પ્રમાણે, પણ આ એવું
જાણે છે કે
મને પરદ્રવ્યના નિમિત્તથી સુખદુઃખ થાય છે; પણ એમ જાણવું એ ભ્રમ જ
છે. માટે અહીં આવો વિચાર કરવો કેસંસારઅવસ્થામાં કિંચિત્ કષાય ઘટવાથી સુખ માને
છે અને તેને હિતરૂપ જાણે છે, તો જ્યાં સર્વથા કષાય દૂર થતાં વા કષાયનાં કારણો દૂર
થતાં પરમ નિરાકુળતા થવાથી અનંતસુખ પ્રાપ્ત થાય છે
એવી મોક્ષ અવસ્થાને હિતરૂપ કેમ
ન માને?
વળી સંસારઅવસ્થામાં ઉચ્ચપદ પામે તોપણ કાં તો વિષયસામગ્રી મેળવવાની આકુળતા
થાય છે, કાં તો વિષયસેવનની આકુળતા થાય છે, અગર કાં તો પોતાને ક્રોધાદિ કષાયથી
કોઈ અન્ય ઇચ્છા ઊપજે તેને પૂર્ણ કરવાની આકુળતા થાય છે, પણ કોઈ વેળા તે સર્વથા
નિરાકુળ થઈ શકતો નથી; અભિપ્રાયમાં તો અનેક પ્રકારની આકુળતા બની જ રહે છે. વળી
કોઈ આકુળતા મટાડવાનો બાહ્ય ઉપાય કરે પણ પ્રથમ તો કાર્ય સિદ્ધ થાય નહિ, કદાચિત્
જો ભવિતવ્યયોગથી તે કાર્ય સિદ્ધ થઈ જાય તો તે જ ક્ષણે અન્ય આકુળતા મટાડવાના
ઉપાયમાં લાગે છે; એ પ્રમાણે આકુળતા મટાડવાની પણ આકુળતા નિરંતર રહ્યા કરે છે. જો
એવી આકુળતા ન રહે તો નવા નવા વિષયસેવનાદિ કાર્યોમાં તે શામાટે પ્રવર્તે છે? માટે