Moksha Marg Prakashak (Gujarati). Purusharththi Ja Moksha Prapti.

< Previous Page   Next Page >


Page 304 of 370
PDF/HTML Page 332 of 398

 

background image
૩૧૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક
સંસાર-અવસ્થામાં પુણ્યના ઉદયથી ઇન્દ્ર-અહમિન્દ્રાદિ પદ પામે તોપણ તેને નિરાકુળતા થતી
નથી પણ દુઃખી જ રહે છે; માટે સંસારઅવસ્થા હિતકારી નથી.
બીજું, મોક્ષ અવસ્થામાં કોઈ પણ પ્રકારની આકુળતા રહી નથી, માટે ત્યાં આકુળતા
મટાડવાના ઉપાય કરવાનું પણ પ્રયોજન નથી અને સદાકાળ શાંતરસવડે તે સુખી રહે છે માટે
મોક્ષ અવસ્થા જ હિતકારી છે. પહેલાં પણ સંસાર અવસ્થાના દુઃખનું તથા મોક્ષ અવસ્થાના
સુખનું વિશેષ વર્ણન કર્યું છે તે માત્ર આ જ પ્રયોજન અર્થે કર્યું છે,
તેને પણ વિચારી મોક્ષને
હિતરૂપ જાણી એક મોક્ષનો ઉપાય કરવો એ જ સર્વ ઉપદેશનું તાત્પર્ય છે.
પુરુષાર્થથી જ મોક્ષપ્રાપ્તિ
પ્રશ્નઃમોક્ષનો ઉપાય કાળલબ્ધિ આવતાં ભવિતવ્યાનુસાર બને છે કે
મોહાદિકનો ઉપશમાદિક થતાં બને છે, કે પોતાના પુરુષાર્થથી ઉદ્યમ કરતાં બને છે?
તે કહો. જો પહેલાં બેઉ કારણો મળતાં બને છે તો તમે અમને ઉપદેશ શામાટે આપો
છો? તથા જો પુરુષાર્થથી બને છે તો સર્વ ઉપદેશ સાંભળે છે છતાં તેમાં કોઈ ઉપાય
કરી શકે છે તથા કોઈ નથી કરી શકતા તેનું શું કારણ?
ઉત્તરઃએક કાર્ય થવામાં અનેક કારણો મળે છે. મોક્ષનો ઉપાય બને છે ત્યાં તો
પૂર્વોક્ત ત્રણ કારણો મળે છે તથા નથી બનતો ત્યાં એ ત્રણે કારણો નથી મળતા; પૂર્વોક્ત
ત્રણ કારણ કહ્યાં તેમાં કાળલબ્ધિ વા હોનહાર (ભવિતવ્ય) તો કોઈ વસ્તુ નથી, જે કાળમાં
કાર્ય બને છે તે જ કાળલબ્ધિ તથા જે કાર્ય થયું તે જ હોનહાર. તથા જે કર્મના ઉપશમાદિક
છે તે તો પુદ્ગલની શક્તિ છે, તેનો કર્તાહર્તા આત્મા નથી, તથા પુરુષાર્થથી ઉદ્યમ કરે છે
તે આ આત્માનું કાર્ય છે માટે આત્માને પુરુષાર્થથી ઉદ્યમ કરવાનો ઉપદેશ દે છે.
હવે આ આત્મા જે કારણથી કાર્યસિદ્ધિ અવશ્ય થાય તે કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં તો
અન્ય કારણો અવશ્ય મળે જ અને કાર્યની સિદ્ધિ પણ અવશ્ય થાય જ, તથા જે કારણથી
કાર્યસિદ્ધિ થાય અથવા ન પણ થાય તે કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં અન્ય કારણ મળે તો કાર્યસિદ્ધિ
થાય, ન મળે તો ન થાય.
હવે જિનમતમાં જે મોક્ષનો ઉપાય કહ્યો છે તેનાથી તો મોક્ષ અવશ્ય થાય જ, માટે
જે જીવ શ્રીજિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થથી મોક્ષનો ઉપાય કરે છે તેને કાળલબ્ધિ વા
ભવિતવ્ય પણ થઈ ચૂક્યાં તથા કર્મનાં ઉપશમાદિ થયાં છે તો તે આવો ઉપાય કરે છે, માટે
જે પુરુષાર્થવડે મોક્ષનો ઉપાય કરે છે તેને સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ
થાય છે, એવો નિશ્ચય કરવો. તથા જે જીવ પુરુષાર્થવડે મોક્ષનો ઉપાય કરતો નથી તેને તો
કાળલબ્ધિ અને ભવિતવ્ય પણ નથી, અને કર્મનાં ઉપશમાદિ થયાં નથી તેથી તે ઉપાય કરતો