નવમો અધિકાર ][ ૩૧૫
નથી, માટે જે પુરુષાર્થવડે મોક્ષનો ઉપાય કરતો નથી તેને તો કોઈ કારણ મળતાં નથી – એવો
નિશ્ચય કરવો, તથા તેને મોક્ષની પ્રાપ્તિ થતી નથી.
વળી તું કહે છે કે – ‘ઉપદેશ તો બધાય સાંભળે છે, છતાં કોઈ મોક્ષનો ઉપાય કરી
શકે છે અને કોઈ નથી કરી શકતા, તેનું શું કારણ?’
તેનું કારણ આ છે કે – જે ઉપદેશ સાંભળીને પુરુષાર્થ કરે છે તે મોક્ષનો ઉપાય કરી
શકે છે પણ જે પુરુષાર્થ નથી કરતો તે મોક્ષનો ઉપાય કરી શકતો નથી. ઉપદેશ તો
શિક્ષામાત્ર છે પણ ફળ તો જેવો પુરુષાર્થ કરે તેવું આવે.
પ્રશ્નઃ — દ્રવ્યલિંગી મુનિ મોક્ષના અર્થે ગૃહસ્થપણું છોડી તપશ્ચરણાદિ કરે છે,
ત્યાં તેણે પુરુષાર્થ તો કર્યો છતાં કાર્ય સિદ્ધ ન થયું, માટે પુરુષાર્થ કરવાથી તો કાંઈ
સિદ્ધિ નથી?
ઉત્તરઃ — અન્યથા પુરુષાર્થ કરી ફળ ઇચ્છે છે પણ તેથી કેવી રીતે ફળસિદ્ધિ થાય!
તપશ્ચરણાદિ વ્યવહારસાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ શાસ્ત્રમાં તો શુભબંધ કહ્યું છે અને
આ તેનાથી મોક્ષ ઇચ્છે છે તે કેવી રીતે થાય? એ તો ભ્રમ છે.
પ્રશ્નઃ — એ ભ્રમનું કારણ પણ કોઈ કર્મ જ છે, પુરુષાર્થ શું કરે?
ઉત્તરઃ — સાચા ઉપદેશથી નિર્ણય કરતાં ભ્રમ દૂર થાય છે, પરંતુ આ તેવો પુરુષાર્થ
કરતો નથી, તેથી જ ભ્રમ રહે છે. નિર્ણય કરવાનો પુરુષાર્થ કરે તો ભ્રમનું કારણ જે મોહકર્મ
તેના પણ ઉપશમાદિ થાય ત્યારે ભ્રમ દૂર થઈ જાય, કારણ કે – નિર્ણય કરતાં પરિણામોની
વિશુદ્ધતા થાય છે, તેથી મોહનાં સ્થિતિ – અનુભાગ ઘટે છે.
પ્રશ્નઃ — નિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી તેનું કારણ પણ કર્મ છે ને?
ઉત્તરઃ — એકેન્દ્રિયાદિકને વિચાર કરવાની શક્તિ નથી તેમને તો કર્મ જ કારણ છે,
પણ આને તો જ્ઞાનાવરણાદિના ક્ષયોપશમથી નિર્ણય કરવાની શક્તિ પ્રગટ થઈ છે. જ્યાં ઉપયોગ
લગાવે તેનો જ નિર્ણય થઈ શકે છે; પરંતુ આ અન્ય નિર્ણય કરવામાં તો ઉપયોગ લગાવે
છે અને અહીં ઉપયોગ લગાવતો નથી એ તો એનો પોતાનો જ દોષ છે, ત્યાં કર્મનું તો કાંઈ
પ્રયોજન નથી.
પ્રશ્નઃ — સમ્યક્ત્વ – ચારિત્રનો ઘાતક તો મોહ છે, એટલે તેનો અભાવ થયા
વિના મોક્ષનો ઉપાય કેવી રીતે બને?
ઉત્તરઃ — તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી એ તો આનો જ દોષ છે.
પુરુષાર્થ વડે જો તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગને લગાવે તો સ્વયં જ મોહનો અભાવ થતાં