Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 339 of 370
PDF/HTML Page 367 of 398

 

background image
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ][ ૩૪૯
હવે સવિકલ્પદ્વારા જ નિર્વિકલ્પ પરિણામ થવાનું વિધાન કહીએ છીએઃ
તે સમ્યગ્દ્રષ્ટિ કદાચિત્ સ્વરૂપધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે ત્યાં પ્રથમ સ્વપરનું
ભેદવિજ્ઞાન (વિવેક) કરે; નોકર્મ, ભાવકર્મરહિત કેવળ ચૈતન્યચમત્કારમાત્ર પોતાનું સ્વરૂપ જાણે,
પછી પરનો વિચાર પણ છૂટી જાય, અને કેવલ સ્વાત્મવિચાર જ રહે છે; ત્યાં નિજસ્વરૂપમાં
અનેક પ્રકારની અહંબુદ્ધિ ધારે છે, ‘હું ચિદાનંદ છું, શુદ્ધ છું, સિદ્ધ છું,’ ઇત્યાદિ વિચાર થતાં
સહજ જ આનંદતરંગ ઊઠે છે, રોમાંચ (ઉલ્લસિત) થાય છે, ત્યાર પછી એવા વિચારો તો છૂટી
જાય, કેવલ ચિન્માત્રસ્વરૂપ ભાસવા લાગે; ત્યાં સર્વ પરિણામ તે સ્વરૂપ વિષે એકાગ્ર થઈ પ્રવર્તે
છે. દર્શન
જ્ઞાનાદિકના વા નયપ્રમાણાદિકના વિચાર (વિકલ્પ) પણ વિલય થઈ જાય.
સવિકલ્પ વડે જે ચૈતન્યસ્વરૂપનો નિશ્ચય કર્યો હતો તેમાં જ વ્યાપ્યવ્યાપકરૂપ થઈ એવો
પ્રવર્તે છે કે જ્યાં ધ્યાતાધ્યેયપણું દૂર થઈ જાય. એવી દશાનું નામ નિર્વિકલ્પ અનુભવ છે. મોટા
નયચક્ર ગ્રંથમાં એમ જ કહ્યું છેઃ
तच्चाणेसणकाले समयं बुज्झेहि जुत्तिमग्गेण
णो आराहणसमये पच्चक्खोअणुहवो जह्मा ।।२६६।।
અર્થઃતત્ત્વના અવલોકન (અન્વેષણ) સમયે અર્થાત્ શુદ્ધાત્માને યુક્તિ અર્થાત્ નય
પ્રમાણવડે પહેલાં જાણે, પછી આરાધન સમય જે અનુભવકાળ છે તેમાં નયપ્રમાણ છે નહિ,
કારણ કે પ્રત્યક્ષ અનુભવ છે.
જેમ રત્નની ખરીદ વખતે અનેક વિકલ્પ કરે છે પણ જ્યારે તે રત્ન પ્રત્યક્ષ પહેરવામાં
આવે છે ત્યારે વિકલ્પ હોતો નથી, પહેરવાનું સુખ જ છે. એ પ્રમાણે સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ
અનુભવ થાય છે.
વળી જે જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા પ્રવર્તતું હતું તે જ્ઞાન સર્વ બાજુથી
સમેટાઈ આ નિર્વિકલ્પ અનુભવમાં કેવલ સ્વરૂપસન્મુખ થયું; કારણ કે તે જ્ઞાન ક્ષયોપશમરૂપ
છે તેથી એક કાળમાં એક જ્ઞેયને જ જાણે છે, તે જ્ઞાન સ્વરૂપ જાણવાને પ્રવર્ત્યું ત્યારે અન્યને
જાણવાનું સહેજ જ બંધ થયું. ત્યાં એવી દશા થઈ કે બાહ્ય અનેક શબ્દાદિક વિકાર હોવા
છતાં પણ સ્વરૂપધ્યાનીને તેની કાંઈ ખબર નથી.
એ પ્રમાણે મતિજ્ઞાન પણ સ્વરૂપસન્મુખ થયું.
વળી નયાદિકના વિચારો મટવાથી શ્રુતજ્ઞાન પણ સ્વરૂપસન્મુખ થયું.
એવું વર્ણન સમયસારની ટીકાઆત્મખ્યાતિમાં છે તથા આત્મઅવલોકનાદિમાં છે,
એટલા માટે જ નિર્વિકલ્પ અનુભવને અતીન્દ્રિય કહીએ છીએ; કારણ કે ઇંદ્રિયોનો ધર્મ તો
એ છે કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણને જાણે, તે અહીં નથી અને મનનો ધર્મ એ છે કે તે અનેક
વિકલ્પ કરે, તે પણ અહીં નથી; તેથી જે જ્ઞાન ઇન્દ્રિયો તથા મનમાં પ્રવર્તતું હતું તે જ જ્ઞાન
હવે અનુભવમાં પ્રવર્તે છે, તથાપિ આ જ્ઞાનને અતીન્દ્રિય કહીએ છીએ.