૩૪૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક
ઉપશમ – ક્ષય – ક્ષયોપશમથી સ્વ – પરના યથાર્થશ્રદ્ધાનરૂપ તત્ત્વાર્થશ્રદ્ધાન થાય ત્યારે તે જીવ
સમ્યક્ત્વી થાય છે. માટે સ્વ – પરના શ્રદ્ધાનમાં શુદ્ધાત્મશ્રદ્ધાનરૂપ નિશ્ચયસમ્યક્ત્વ ગર્ભિત છે.
વળી જો સ્વ – પરનું શ્રદ્ધાન નથી અને જૈનમતમાં કહેલા દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેને
માને છે તથા સાત તત્ત્વોને માને છે, અન્ય મતમાં કહેલાં દેવાદિ વા તત્ત્વાદિને માનતો નથી
તો એવા કેવળ વ્યવહારસમ્યક્ત્વવડે તે સમ્યક્ત્વી નામને પામે નહિ, માટે સ્વ – પર
ભેદવિજ્ઞાનપૂર્વક જે તત્ત્વાર્થશ્રદ્ધાન હોય તે સમ્યક્ત્વ જાણવું.
વળી એવા સમ્યક્ત્વી થતાંની સાથે, જે જ્ઞાન [પૂર્વે] પાંચ ઇન્દ્રિય તથા છઠ્ઠા મન દ્વારા
ક્ષયોપશમરૂપ મિથ્યાત્વદશામાં કુમતિ, કુશ્રુતરૂપ થઈ રહ્યું હતું તે જ જ્ઞાન હવે મતિ – શ્રુતરૂપ
સમ્યગ્જ્ઞાન થયું. સમ્યગ્દ્રષ્ટિ જે કાંઈ જાણે તે સર્વ જાણવું સમ્યગ્જ્ઞાનરૂપ છે.
એ [સમ્યગ્દ્રષ્ટિ] જો કદાચિત્ ઘટપટાદિ પદાર્થોને અયથાર્થ પણ જાણે તો તે
આવરણજનિત ઔદયિક અજ્ઞાનભાવ છે; અને ક્ષયોપશમરૂપ પ્રગટ જ્ઞાન છે તે તો સર્વ
સમ્યગ્જ્ઞાન જ છે, કેમકે જાણવામાં પદાર્થોને વિપરીતરૂપે સાધતું નથી, માટે તે સમ્યગ્જ્ઞાન
કેવળજ્ઞાનનો અંશ છે. જેમ થોડુંક મેઘપટલ ( – વાદળ) વિલય થતાં જે કાંઈ પ્રકાશ પ્રગટે છે
તે સર્વ પ્રકાશનો અંશ છે.
જે જ્ઞાન મતિ – શ્રુતરૂપ થઈ પ્રવર્તે છે તે જ જ્ઞાન વધતું વધતું કેવલજ્ઞાનરૂપ થાય છે,
તેથી સમ્યગ્જ્ઞાનની અપેક્ષાએ તો જાતિ એક છે.
વળી એ સમ્યગ્દ્રષ્ટિના પરિણામ સવિકલ્પ તથા નિર્વિકલ્પરૂપ થઈ બે પ્રકારે પ્રવર્તે છે.
ત્યાં જે પરિણામ વિષય – કષાયાદિરૂપ વા પૂજા – દાન – શાસ્ત્રાભ્યાસાદિકરૂપ પ્રવર્તે છે તે
સવિકલ્પરૂપ જાણવા.
પ્રશ્નઃ — જ્યાં શુભ – અશુભરૂપ પરિણમતો હોય ત્યાં સમ્યક્ત્વનું
અસ્તિત્વ કેવી રીતે હોય?
સમાધાનઃ — જેમ કોઈ ગુમાસ્તો શેઠના કાર્યમાં પ્રવર્તે છે, તે કાર્યને પોતાનું કાર્ય
પણ કહે છે, હર્ષ – વિષાદને પણ પામે છે, એ કાર્યમાં પ્રવર્તતાં તે પોતાની અને શેઠની
આપસમાં જુદાઈ પણ વિચારતો નથી, પરંતુ તેને એવું અંતરંગ શ્રદ્ધાન છે કે ‘આ મારું કામ
નથી.’ એ પ્રમાણે કાર્ય કરનાર તે ગુમાસ્તો શાહુકાર છે; પણ તે શેઠના ધનને ચોરી તેને
પોતાનું માને તો તે ગુમાસ્તો ચોર જ કહેવાય; તેને કર્મોદયજનિત શુભાશુભરૂપ કાર્યનો કર્તા
થઈ તદ્રૂપ પરિણમે, તોપણ તેને એવા પ્રકારનું અંતરંગ શ્રદ્ધાન છે કે ‘આ કાર્ય મારાં નથી.’
જો દેહાશ્રિત વ્રત – સંયમને પણ પોતાનાં માને (અર્થાત્ પોતાને તેનો કર્તા માને) તો તે
મિથ્યાદ્રષ્ટિ થાય. આવી રીતે સવિકલ્પ પરિણામ હોય છે.