[ ૩૪૭
પરિશિષ્ટ ૨
રહસ્યપૂર્ણ ચિÕી
(આચાર્યકલ્પ પંડિત ટોડરમલજી દ્વારા રચિત)
સિદ્ધ શ્રી મુલતાન નગર મહાશુભસ્થાનવિષે સ્વધર્મી ભાઈ અનેક ઉપમાયોગ્ય
અધ્યાત્મરસરોચક ભાઈ શ્રી ખાનચંદજી, ગંગાધરજી, શ્રીપાલજી, સિદ્ધારથદાસજી આદિ સર્વ
સ્વધર્મી યોગ્ય. લિ૦ ટોડરમલજીના શ્રી પ્રમુખ વિનય શબ્દ અવધારજો.
અહીં યથાસંભવ આનંદ છે. તમને ચિદાનંદઘનના અનુભવથી સહજાનંદની વૃદ્ધિ ચાહું છું.
બીજું, તમારો એક પત્ર ભાઈશ્રી રામસિંઘજી ભુવાનીદાસજીને આવ્યો હતો. તેના
સમાચાર જહાનાબાદથી અન્ય સ્વધર્મીઓએ લખ્યા હતા.
ભાઈશ્રી! આવા પ્રશ્ન તમારા જેવા જ લખે. આ વર્તમાનકાળમાં અધ્યાત્મરસના રસિક
જીવો બહુ જ થોડા છે. ધન્ય છે તેમને જે સ્વાનુભવની વાર્તા પણ કરે છે. એ જ વાત કહે
છે કેઃ —
तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता ।
निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम् ।।
पद्मनन्दिपंचविंशतिका (एकत्वाशीतिः २३)
અર્થઃ — જે જીવે પ્રસન્નચિત્તથી આ ચૈતન્યસ્વરૂપ આત્માની વાત જ સાંભળી છે તે
ભવ્યપુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનો નિશ્ચયથી પાત્ર થાય છે, અર્થાત્ તે જરૂર મોક્ષમાં
જાય છે.
ભાઈશ્રી! તમે જે પ્રશ્નો લખ્યા તેના ઉત્તર મારી બુદ્ધિ અનુસાર કંઈક લખું છું તે
જાણશો. અને અધ્યાત્મ આગમનો ચર્ચાગર્ભિત પત્ર તો શીઘ્ર શીઘ્ર આપ્યા કરશો. મેળાપ તો
કદી થવો હશે ત્યારે થશે, અને નિરંતર સ્વરૂપાનુભવનો અભ્યાસ રાખશોજી. શ્રીરસ્તુ.
હવે, સ્વાનુભવદશા વિષે પ્રત્યક્ષ – પરોક્ષાદિક પ્રશ્નોના ઉત્તર સ્વ – બુદ્ધિ અનુસાર લખું
છું —
તેમાં પ્રથમ જ સ્વાનુભવનું સ્વરૂપ, જાણવા અર્થે લખું છુંઃ —
જીવ [નામનો ચેતન] પદાર્થ અનાદિ [કાળ]થી મિથ્યાદ્રષ્ટિ છે; ત્યાં સ્વ – પરના
યથાર્થરૂપથી વિપરીત શ્રદ્ધાનનું નામ મિથ્યાત્વ છે. વળી જે કાળે કોઈ જીવને દર્શનમોહના