પરમાર્થવચનિકા ][ ૩૫૯
તે બન્નેનું સ્વરૂપ સર્વથા પ્રકારે તો કેવળજ્ઞાનગોચર છે; અંશમાત્ર મતિ-શ્રુતજ્ઞાનગ્રાહ્ય
છે. તેથી સર્વથા પ્રકારે આગમી, અધ્યાત્મી તો કેવળજ્ઞાની, અંશમાત્ર મતિ – શ્રુતજ્ઞાની તથા
દેશમાત્રજ્ઞાતા અવધિજ્ઞાની, મનઃપર્યયજ્ઞાની છે; એ ત્રણે (સર્વથા, અંશમાત્ર, દેશમાત્ર)
યથાવસ્થિત જ્ઞાનપ્રમાણ ન્યૂનાધિકરૂપ જાણવા.
મિથ્યાદ્રષ્ટિ જીવ ન આગમી છે, ન અધ્યાત્મી છે, કારણ કે તે કથનમાત્ર તો ગ્રંથપાઠના
બળવડે આગમ – અધ્યાત્મનું સ્વરૂપ ઉપદેશમાત્ર કહે છે પરંતુ તે આગમ – અધ્યાત્મના સ્વરૂપને
સમ્યક્પ્રકારે જાણતો નથી. તેથી મૂઢજીવ ન આગમી કે ન અધ્યાત્મી છે. (કારણ કે તેને તે
ભાવનું વેદન જ નથી) યથા — निर्वेदकत्वात्।
હવે મૂઢ અને જ્ઞાની જીવનું વિશેષપણું અન્ય પણ સાંભળો
જ્ઞાતા તો મોક્ષમાર્ગ સાધી જાણે છે, મૂઢ મોક્ષમાર્ગ સાધી જાણે નહિ.
શામાટે? તો સાંભળોઃ — મૂઢ જીવ આગમપદ્ધતિને વ્યવહાર કહે છે અને અધ્યાત્મ-
પદ્ધતિને નિશ્ચય કહે છે, તેથી તે આગમઅંગને એકાન્તપણે સાધી મોક્ષમાર્ગ દર્શાવે છે;
અધ્યાત્મઅંગને વ્યવહારથી પણ જાણે નહિ એ મૂઢદ્રષ્ટિ જીવનો સ્વભાવ છે; તેને એ જ પ્રમાણે
સૂજે છે.
શાથી? કારણ કે આગમઅંગ બાહ્યક્રિયારૂપ પ્રત્યક્ષપ્રમાણ છે, તેનું સ્વરૂપ સાધવું તેને
સુગમ છે, તે બાહ્યક્રિયા કરતો થતો મૂઢ જીવ પોતાને મોક્ષનો અધિકારી માને છે, પણ
અંતર્ગર્ભિત અધ્યાત્મરૂપ ક્રિયા જે અંતર્દષ્ટિગ્રાહ્ય છે તે ક્રિયાને મૂઢ જીવ જાણે નહિ, કારણ –
અંતર્દ્રષ્ટિના અભાવથી અંતરક્રિયા દ્રષ્ટિગોચર આવે નહિ; તેથી મિથ્યાદ્રષ્ટિ જીવ (ગમે તેટલી
બાહ્યક્રિયા કરતો છતો પણ) મોક્ષમાર્ગ સાધવામાં અસમર્થ છે. હવેઃ —
સમ્યગ્દ્રષ્ટિનો વિચાર સાંભળો
સમ્યગ્દ્રષ્ટિ કોણ કહેવાય તે સાંભળોઃ — સંશય, વિમોહ અને વિભ્રમ એ ત્રણ ભાવ
જેનામાં નથી તે જીવ સમ્યગ્દ્રષ્ટિ.
સંશય, વિમોહ અને વિભ્રમ શું? તેનું સ્વરૂપ દ્રષ્ટાંતવડે દર્શાવે છે તે શ્રવણ કરોઃ —
જેમકે ચાર પુરુષ કોઈ એક સ્થાનમાં ઊભા હતા. ત્યાં કોઈ અન્ય પુરુષે તે ચારે પાસે એક
છીપનો ખંડ લાવી બતાવ્યો, અને પ્રત્યેકને પ્રશ્ન કર્યો કે આ શું છે? છીપ છે કે રૂપું? પ્રથમ
સંશયવાળો પુરુષ બોલ્યો કે કાંઈ સમજ પડતી નથી કે આ તે છીપ છે કે રૂપું! મારી દ્રષ્ટિમાં
તેનો નિર્ધાર થતો નથી. પછી બીજો વિમોહવાળો પુરુષ બોલ્યો કે મને એ કાંઈ સમજણ નથી
કે તમે છીપ કોને કહો છો તથા રૂપું કોને કહો છો? મારી દ્રષ્ટિમાં કાંઈ આવતું નથી તેથી
હું નથી જાણતો કે તમે શું કહેવા માગો છો? અથવા તે ચુપ રહે, ઘેલછાથી બોલે નહિ.