પરમાર્થવચનિકા ][ ૩૬૧
પરસત્તાવલંબક છે (પણ તેને તે મોક્ષમાર્ગ કહેતો નથી) તે આત્મા પરસત્તાવલંબી જ્ઞાનને
પરમાર્થતા કહેતો નથી.
જે જ્ઞાન હોય તે સ્વસત્તાવલંબનશીલ હોય તેનું નામ જ્ઞાન. તે જ્ઞાનને સહકારભૂત
નિમિત્તરૂપ નાનાપ્રકારના ઔદયિકભાવ હોય છે. તે ઔદયિકભાવનો જ્ઞાતા, તમાશગીર છે પણ
તેનો કર્તા, ભોક્તા કે અવલંબી નથી; તેથી કોઈ એમ કહે કે – ‘આ પ્રકારના ઔદયિકભાવ સર્વથા
હોય તો તેને અમુક (ફલાણું) ગુણસ્થાન કહીએ’ — એમ કહેવું એ જૂઠ છે. એમ કહેનારે દ્રવ્યનું
સ્વરૂપ સર્વથા પ્રકારે જાણ્યું નથી.
કારણ – અન્ય ગુણસ્થાનની તો વાત શું કહેવી? કેવળીઓને પણ ઔદયિકભાવોનું
અનેકપ્રકારપણું જાણવું. કેવળીઓને પણ ઔદયિકભાવ એકસરખા હોય નહિ; કોઈ કેવળીને
દંડ – કપાટરૂપ ક્રિયાનો ઉદય હોય ત્યારે કોઈ કેવળીને તે ન હોય. એ પ્રમાણે કેવળીઓમાં પણ
ઉદયની અનેકરૂપતા છે તો અન્ય ગુણસ્થાનોની તો વાત શું કહેવી?
માટે ઔદયિકભાવોના ભરોસે જ્ઞાન નથી. જ્ઞાન સ્વશક્તિપ્રમાણ છે. સ્વ – પરપ્રકાશક જ્ઞાનની
શક્તિ, જ્ઞાયકપ્રમાણ જ્ઞાન, સ્વરૂપાચરણ ચારિત્ર યથાનુભવપ્રમાણ – એ જ્ઞાતાનું સામર્થ્ય છે.
એ વાતનું વિવેચન ક્યાંસુધી લખીએ, ક્યાંસુધી કહીએ? (તત્ત્વ) વચનાતીત, ઇંદ્રિયાતીત,
જ્ઞાનાતીત છે તેથી આ વિચારો બહુ શા લખવા? જે જ્ઞાતા હશે તે થોડું લખેલું (પણ) બહુ
સમજશે. જે અજ્ઞાની હશે તે આ ચિઠ્ઠી સાંભળશે ખરો, પરંતુ સમજશે નહિ. આ વચનિકા
જેમ છે તેમ – (યથાયોગ્ય) – સુમતિપ્રમાણ કેવળીવચનાનુસાર છે. જે જીવ આ સાંભળશે, સમજશે,
શ્રદ્ધશે, તેને કલ્યાણકારી છે – ભાગ્યપ્રમાણ.
ઇતિ પરમાર્થ વચનિકા
❁