૩૬૨ ]
પરિશિષ્ટ ૪
ઉપાદાન – નિમિત્તની ચિÕી
[કવિવર પં૦ બનારસીદાસજી લિખિત]
પ્રથમ જ કોઈ પૂછે કે નિમિત્ત શું? ઉપાદાન શું?
તેનું વિવરણઃ — નિમિત્ત તો સંયોગરૂપ કારણ, ઉપાદાન વસ્તુની સહજશક્તિ.
તેનું વિવરણઃ — એક દ્રવ્યાર્થિક નિમિત્ત-ઉપાદાન, બીજું પર્યાયાર્થિક નિમિત્ત-ઉપાદાન.
તેનું વિવેચનઃ — દ્રવ્યાર્થિક નિમિત્ત-ઉપાદાન (વસ્તુમાં) ગુણભેદ કલ્પનારૂપ છે.
પર્યાયાર્થિક નિમિત્ત-ઉપાદાન (વસ્તુમાં) પરયોગ કલ્પનારૂપ છે. તેની ચૌભંગીઃ —
પ્રથમ ગુણભેદ કલ્પનારૂપ ચૌભંગીનો વિસ્તાર કહીએ છીએ તે શ્રવણ કરોઃ —
જીવદ્રવ્યના અનંત ગુણ, સર્વગુણ અસહાય, સ્વાધીન અને સદાકાળ (શાશ્વત છે.) તેમાં મુખ્ય
બે ગુણ પ્રધાન સ્થાપ્યા, તે પર ચૌભંગીનો વિચારઃ —
એક તો જીવનો જ્ઞાનગુણ અને બીજો જીવનો ચારિત્રગુણ. એ બન્ને ગુણ શુદ્ધરૂપભાવ
જાણવા, અશુદ્ધરૂપ પણ જાણવા અને યથાયોગ્ય સ્થાનકે (ગુણસ્થાને) માનવા. તેનું વિવરણઃ —
એ બંને ગુણોની ગતિ ન્યારી ન્યારી, શક્તિ ન્યારી ન્યારી, જાતિ ન્યારી ન્યારી અને સત્તા ન્યારી
ન્યારી.
તેનું વિવેચનઃ — જ્ઞાનગુણની તો જ્ઞાન – અજ્ઞાનરૂપ ગતિ, સ્વ – પરપ્રકાશક શક્તિ, જ્ઞાન
(સમ્યગ્જ્ઞાન) રૂપ તથા મિથ્યાત્વરૂપ જાતિ, તથા દ્રવ્યપ્રમાણ સત્તા છે, પરંતુ એક વિશેષ એટલું
કે જ્ઞાનરૂપ જાતિનો કદી નાશ થતો નથી; અને મિથ્યાત્વરૂપ જાતિનો નાશ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ
થતાં થાય છે. આ તો જ્ઞાનગુણનો નિર્ણય થયો.
હવે ચારિત્રગુણનું વિવેચન કહે છેઃ — ચારિત્રગુણની સંક્લેશ – વિશુદ્ધરૂપ ગતિ,
સ્થિરતા – અસ્થિરતારૂપ શક્તિ, મંદ – તીવ્રરૂપ જાતિ, અને દ્રવ્યપ્રમાણ સત્તા છે. તેમાં એટલું
વિશેષ કે મંદતાની સ્થિતિ ચૌદમા ગુણસ્થાનપર્યંત હોય છે, અને તીવ્રતાની સ્થિતિ પાંચમા
ગુણસ્થાન સુધી હોય છે.
આ તો જ્ઞાન – ચારિત્ર બંનેના ગુણભેદ ન્યારા ન્યારા કહ્યા. હવે તેની વ્યવસ્થાઃ —
જ્ઞાન ચારિત્રને આધીન નથી, ચારિત્ર જ્ઞાનને આધીન નથી. બંને અસહાયરૂપ છે – એવી તો
મર્યાદા બંધાયેલી છે.