ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી ][ ૩૬૩
હવે ચૌભંગીનો વિચાર — જ્ઞાનગુણ નિમિત્ત અને ચારિત્રગુણ
ઉપાદાનરુપ, તેનું વિવેચન : —
૧ – અશુદ્ધ નિમિત્ત, અશુદ્ધ ઉપાદાન. ૨ – અશુદ્ધ નિમિત્ત, શુદ્ધ ઉપાદાન. ૩ – શુદ્ધ
નિમિત્ત, અશુદ્ધ ઉપાદાન. ૪ – શુદ્ધ નિમિત્ત, શુદ્ધ ઉપાદાન.
તેનું વિવેચનઃ — સૂક્ષ્મદ્રષ્ટિપૂર્વક દ્રવ્યની એક સમયની અવસ્થા લેવી, સમુચ્ચયરૂપ
મિથ્યાત્વ-સમ્યક્ત્વની વાત ન લેવી. કોઈ સમયે જીવની અવસ્થા આ પ્રકારની હોય છે કેઃ —
૧. જાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધતારૂપ ચારિત્ર. ૨ કોઈ સમયે અજાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધતારૂપ
ચારિત્ર. ૩. કોઈ સમયે જાણરૂપ જ્ઞાન અને સંક્લેશરૂપ ચારિત્ર. ૪. કોઈ સમયે અજાણરૂપ
જ્ઞાન અને સંક્લેશરૂપ ચારિત્ર.
જે સમયે જ્ઞાનની અજાણરૂપ ગતિ અને ચારિત્રની સંક્લેશરૂપ ગતિ, તે જ સમયે નિમિત્ત
અને ઉપાદાન બંને અશુદ્ધ.
જે સમયે અજાણરૂપ જ્ઞાન વિશુદ્ધરૂપ ચારિત્ર, તે સમયે અશુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન.
જે સમયે જાણરૂપ જ્ઞાન અને સંક્લેશરૂપ ચારિત્ર, તે સમયે શુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ
ઉપાદાન.
જે સમયે જાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધતારૂપ ચારિત્ર, તે સમયે નિમિત્ત અને ઉપાદાન બંને
શુદ્ધ.
એ પ્રમાણે જીવની અન્ય અન્ય દશા સદાકાળ અનાદિકાળથી છે.
તેનું વિવેચનઃ — જાણરૂપ એ જ્ઞાનની શુદ્ધતા કહેવાય; વિશુદ્ધરૂપ એ ચારિત્રની શુદ્ધતા
કહેવાય; અજ્ઞાનરૂપ એ જ્ઞાનની અશુદ્ધતા કહેવાય તથા સંક્લેશરૂપ એ ચારિત્રની અશુદ્ધતા
કહેવાય.
હવે તે સંબંધી વિચાર સાંભળોઃ —
મિથ્યાત્વઅવસ્થામાં કોઈ સમયે જીવનો જ્ઞાનગુણ જાણરૂપ હોય ત્યારે તે કેવું જાણે
છે? તે એવું જાણે છે કે — લક્ષ્મી, પુત્ર, કલત્ર ઇત્યાદિ પ્રત્યક્ષપ્રમાણરૂપ મારાથી ન્યારાં છે;
હું મરીશ અને સૌ અહીં જ પડ્યાં રહેશે; અથવા એ સૌ જશે અને હું પડ્યો રહીશ; કોઈ
કાળે એ સર્વથી મારે એક દિવસ વિયોગ છે, એવું જાણપણું મિથ્યાદ્રષ્ટિને થાય તે તો શુદ્ધતા
કહેવાય; પરંતુ એ શુદ્ધતા સમ્યક્ શુદ્ધતા નથી, પણ ગર્ભિત શુદ્ધતા છે. જ્યારે વસ્તુનું સ્વરૂપ
જાણે ત્યારે સમ્યક્ શુદ્ધતા છે. તેવી શુદ્ધતા ગ્રંથિભેદ વિના હોય નહિ. પરંતુ ગર્ભિત શુદ્ધતા
તે પણ અકામનિર્જરા છે.