Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 354 of 370
PDF/HTML Page 382 of 398

 

background image
૩૬૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક
વળી કોઈ સમયે તે જીવનો જ્ઞાનગુણ અજાણરૂપ છે તે ઘેલછારૂપ હોય છે, તેથી કેવળ
બંધ છે. એ પ્રમાણે મિથ્યાત્વઅવસ્થામાં કોઈ સમયે ચારિત્રગુણ વિશુદ્ધરૂપ હોય છે; તેથી
ચારિત્રાવરણકર્મ મંદ છે, તે મંદતાથી નિર્જરા છે. તથા કોઈ સમયે ચારિત્રગુણ સંક્લેશરૂપ હોય
છે તેથી કેવળ તીવ્રબંધ થાય છે. એ પ્રમાણે મિથ્યાત્વ-અવસ્થામાં જે સમયે જાણરૂપ જ્ઞાન અને
વિશુદ્ધતારૂપ ચારિત્ર છે તે સમયે નિર્જરા છે. જે સમયે અજાણરૂપ જ્ઞાન સંક્લેશરૂપ ચારિત્ર છે
તે સમયે બંધ છે. તેમાં વિશેષ એટલું કે અલ્પ નિર્જરા અને ઘણો બંધ થાય છે; તેથી એ અલ્પની
અપેક્ષાએ મિથ્યાત્વ-અવસ્થા વિષે કેવળ બંધ કહ્યો. જેમકે
કોઈ પુરુષને નફો થોડો અને નુકશાની
ઘણી, તો તે પુરુષ ટોટાવાળો જ કહેવાય, પરંતુ બંધનિર્જરા વિના જીવ કોઈ અવસ્થામાં નથી.
દ્રષ્ટાંતઃજો વિશુદ્ધતા વડે નિર્જરા ન થતી હોય તો એકેન્દ્રિય જીવ નિગોદ અવસ્થાથી
વ્યવહારરાશિમાં કોના બળથી આવે છે? ત્યાં તો જ્ઞાનગુણ અજાણરૂપ, ઘેલછારૂપ, અબુદ્ધરૂપ
છે, તેથી જ્ઞાનગુણનું તો બળ નથી. વિશુદ્ધરૂપ ચારિત્રના બળથી જીવ વ્યવહારરાશિમાં ચઢે છે.
જીવદ્રવ્યમાં કષાયની મંદતા થાય છે તેથી નિર્જરા થાય છે, એ મંદતાના પ્રમાણમાં (ચારિત્રગુણની)
શુદ્ધતા જાણવી.
હવે બીજો પણ વિસ્તાર સાંભળોઃ
જ્ઞાનનું જાણપણું અને ચારિત્રની વિશુદ્ધતા બન્ને મોક્ષમાર્ગાનુસારી છે; તેથી બંનેમાં
વિશુદ્ધતા માનવી, પરંતુ વિશેષ એટલું કે ગર્ભિત શુદ્ધતા એ પ્રગટ શુદ્ધતા નથી. એ બંને ગુણની
ગર્ભિત શુદ્ધતા જ્યાં સુધી ગ્રંથિભેદ થાય નહિ ત્યાં સુધી મોક્ષમાર્ગ સાધે નહિ, પરંતુ (જીવને)
ઊર્ધ્વતા કરે, અવશ્ય કરે જ, (પણ મોક્ષમાર્ગના કારણરૂપ તે ન થાય.) એ બંને ગુણોની ગર્ભિત
શુદ્ધતા જ્યારે ગ્રંથિભેદ થાય ત્યારે એ બન્નેની શિખા ફૂટે અને ત્યારે એ બંને ગુણ ધારાપ્રવાહરૂપે
મોક્ષમાર્ગ તરફ ચાલે જ્ઞાનગુણની શુદ્ધતાવડે જ્ઞાનગુણ નિર્મળ થાય તથા ચારિત્રગુણની શુદ્ધતાવડે
ચારિત્રગુણ નિર્મળ થાય, અને તે કેવળજ્ઞાનનો અંકુર તથા તે યથાખ્યાતચારિત્રનો અંકુર છે.
પ્રશ્નઃતમે કહ્યું કે જ્ઞાનનું જાણપણું અને ચારિત્રની વિશુદ્ધતાએ બંનેથી
નિર્જરા થાય છે. ત્યાં જ્ઞાનના જાણપણાથી તો નિર્જરા થાય એ તો હું માનું છું, પરંતુ
ચારિત્રની વિશુદ્ધતાથી નિર્જરા કેવી રીતે થાય? એ હું સમજતો નથી. તેનું સમાધાનઃ
સમાધાનઃભાઈ! સાંભળ, વિશુદ્ધતા સ્થિરતારૂપ પરિણામથી કહીએ છીએ. એ
સ્થિરતા યથાખ્યાતચારિત્રનો અંશ છે એ અપેક્ષાએ વિશુદ્ધતામાં શુદ્ધતા આવી.
પ્રશ્નઃતમે વિશુદ્ધતાથી નિર્જરા કહી, પણ હું કહું છું કે વિશુદ્ધતાથી નિર્જરા
નથી પણ શુભબંધ છે.
સમાધાનઃભાઈ! સાંભળ, એ તો તારું કહેવું ખરું છે; વિશુદ્ધતાથી શુભબંધ અને