શતાબ્દિના અંતમાં અને ૧૯મી શતાબ્દિના પ્રારંભમાં ઢુંઢાહડદેશ (રાજસ્થાન)ના સવાઈ જયપુર
નગરમાં આ ‘મોક્ષમાર્ગપ્રકાશક’ ગ્રંથના રચયિતા, નિર્ગ્રંથવીતરાગમાર્ગના પરમ શ્રદ્ધાવાન, સાતિશય
બુદ્ધિના ધારક અને વિદ્વજ્જ્નમનવલ્લભ આચાર્યકલ્પ પંડિતપ્રવર શ્રી ટોડરમલજીનો ઉદય થયો હતો.
પિતાનું નામ જોગીદાસ અને માતાનું નામ રંભાદેવી હતું. તેઓ જાતિએ ‘ખંડેલવાલ’ અને ગોત્રે
‘ગોદીકા’ હતા. ‘ગોદીકા’ તે સંભવતઃ ‘ભોંસા’ અને ‘બડજાત્યા’ નામના ગોત્રનું જ નામાન્તર છે.
તેમનું ગૃહસ્થજીવન સાધનસંપન્ન હતું.
ઉંમરમાં ને ટૂંકા સમયમાં જૈનસિદ્ધાંત ઉપરાંત વ્યાકરણ, કાવ્ય, છંદ, અલંકાર, કોષ આદિ વિવિધ
વિષયોમાં દક્ષતા પ્રાપ્ત કરી લીધી હતી. હિન્દી સાહિત્યના દિગંબર જૈન વિદ્વાનોમાં તેમનું નામ ખાસ
ઉલ્લેખનીય છે. હિન્દીના ગદ્યલેખક વિદ્વાનોમાં તેઓ પ્રથમ કોટિના વિદ્વાન ગણાય છે. વિદ્વતાને
અનુરૂપ તેમનો સ્વભાવ પણ વિનમ્ર તેમ જ દયાળુ હતો; અને સ્વાભાવિક કોમળતા, સદાચારિતા
વગેરે સદ્ગુણો તેમના જીવનસહચર હતા. અહંકાર તો તેમને સ્પર્શી શક્યો જ નહોતો. સૌમ્ય મુદ્રા
ઉપરથી તેમની આંતરિક ભદ્રતા તેમ જ વાત્સલ્યનો પરિચય સહજપણે પ્રાપ્ત થઈ જતો હતો. તેમની
રહેણીકરણી ઘણી જ સાદી હતી. આધ્યાત્મિકતા તો તેમના જીવનમાં ઓતપ્રોત થઈ ગઈ હતી.
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યાદિ મહર્ષિઓના આધ્યાત્મિક ગ્રંથોનો
હતો. સંસ્કૃત અને પ્રાકૃત
આચાર તેમ જ વ્યવહાર વિવેકયુક્ત અને મૃદુ હતો. તેમના દ્વારા રચિત ગોમ્મટસાર, લબ્ધિસાર,
ક્ષપણાસાર, ત્રિલોકસાર, આત્માનુશાસન અને પુરુષાર્થસિદ્ધ્યુપાય વગેરેની ભાષાટીકાઓ તથા આ
‘મોક્ષમાર્ગપ્રકાશક’ નામની તેમની સ્વતંત્ર ગ્રંથરચનાનું અવલોકન કરતાં જણાય છે કે તે સમયમાં
તેમના જેવા સ્વમત-પરમતના જ્ઞાતા જ્વલ્લે જ કોઈ હશે.
એમ કહેવું છે કે