સંબંધ થાય તો માયાવશ થઈ તેનાથી પણ છળ કરે. કાંઈ વિચાર જ રહેતો નથી. વળી છળ
કરવા છતાં પણ કાર્યસિદ્ધિ ન થાય તો પોતે અંતરંગમાં ઘણો જ સંતાપવાન થાય છે, પોતાનાં
અંગોનો ઘાત કરે વા વિષભક્ષણાદિ કરી મરણ પામે; એવી એવી અવસ્થા માયા થતાં
થાય છે.
લોભ કષાય ઊપજે ત્યારે ઇષ્ટ પદાર્થના લાભની ઇચ્છા થાય છે અને તેના અર્થે અનેક
ઉપાય વિચારે, તેના સાધનરૂપ વચન બોલે, શરીરની અનેક ચેષ્ટા કરે, ઘણાં કષ્ટ સહન કરે,
સેવા – ચાકરી કરે, વિદેશગમન કરે, જે વડે પોતાનું મરણ થતું જાણે એવાં કાર્ય પણ કરે,
જેમાં ઘણું દુઃખ થાય એવા પ્રારંભ પણ કરે, લોભ થતાં પૂજ્ય વા ઇષ્ટજનનું કાર્ય હોય ત્યાં
પણ પોતાનું પ્રયોજન સાધે. કાંઈ વિચાર રહેતો નથી. વળી પ્રાપ્ત થયેલી ઇષ્ટ વસ્તુની અનેક
પ્રકારે રક્ષા કરે, તથા ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય વા ઇષ્ટનો વિયોગ થાય તો પોતે અંતરંગમાં
ઘણો જ સંતાપવાન થાય છે, પોતાનાં અંગોનો ઘાત કરે વા વિષભક્ષણાદિ કરી મરણ પામે;
એવી એવી અવસ્થા લોભ થતાં થાય છે.
એ પ્રમાણે કષાયો વડે પીડિત થતો જીવ એ અવસ્થાઓમાં પ્રવર્તે છે. વળી એ
કષાયોની સાથે નોકષાય થાય છે. ત્યાંઃ —
જ્યારે હાસ્ય નોકષાય થાય ત્યારે પોતે વિકસિત થાય – પ્રફુલ્લિત થાય; તે એવું જાણવું
કે – જેમ સન્નિપાતના રોગીનું હસવું! પોતે નાના પ્રકારનાં રોગથી પીડિત છતાં કોઈ કલ્પના
વડે હસવા લાગી જાય છે તેમ આ જીવ અનેક પીડા સહિત હોવા છતાં કોઈ જૂઠી કલ્પનાવડે
પોતાને સુહાવતું કાર્ય માની હર્ષ માને છે. પણ વાસ્તવિકપણે તો એ દુઃખી જ છે. સુખી
નથી. સુખી તો કષાયરોગ મટતાં જ થશે.
જ્યારે રતિ નોકષાય ઊપજે ત્યારે ઇષ્ટ વસ્તુમાં અતિ આસક્ત બની જાય છે. જેમ
બિલાડી ઉંદરને પકડી આસક્ત થાય છે ત્યારે તેને કોઈ મારે છતાં પણ તે ઉંદરને છોડે નહિ,
તે કઠિનતાથી પ્રાપ્ત થવાને કારણે તથા વિયોગ થવાને અભિપ્રાય સહિત એ આસક્તતા હોય
છે માટે તે દુઃખી જ છે.
જ્યારે અરતિ નોકષાય ઊપજે ત્યારે તે અનિષ્ટ વસ્તુનો સંયોગ પામી મહાવ્યાકુળ થાય
છે. અનિષ્ટનો સંયોગ થયો તે પોતાને ગમતો નથી. એ પીડા સહન ન થવાથી તેનો વિયોગ કરવા
માટે તરફડે છે, તેથી તે દુઃખ જ છે.
જ્યારે શોક નોકષાય ઊપજે ત્યારે ઇષ્ટનો વિયોગ વા અનિષ્ટનો સંયોગ થતાં અતિ
વ્યાકુળ બની દુઃખી થાય, રડે, પોકાર કરે અને અસાવધાન બની પોતાનો અંગઘાત કરીને પણ
મરણ પામે. પણ તેથી કાંઈ સિદ્ધિ થતી નથી, માત્ર પોતે જ મહાદુઃખી થાય છે.
ત્રીજો અધિકારઃ સંસારદુઃખ અને મોક્ષસુખ નિરૂપણ ][ ૫૫