Moksha Marg Prakashak (Gujarati). Aayukarmna Udayathi Thatu Dukha Ane Tena Upayonu Juthapanu.

< Previous Page   Next Page >


Page 52 of 370
PDF/HTML Page 80 of 398

 

background image
શરીરની પીડા થતાં પણ કાંઈ દુઃખ માનતા નથી, માટે સુખદુઃખ માનવું એ મોહના જ
આધીન છે. મોહનીય અને વેદનીયને નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. તેથી શાતાઅશાતાના
ઉદયથી સુખદુઃખ થવું ભાસે છે. વળી મુખ્યપણે કેટલીક સામગ્રી શાતાના ઉદયથી પ્રાપ્ત
થાય છે તથા કેટલીક અશાતાના ઉદયથી પ્રાપ્ત થાય છે. તેથી એ સામગ્રીઓ વડે સુખદુઃખ
ભાસે છે, પરંતુ નિર્ણય કરતાં મોહથી જ સુખદુઃખનું માનવું થાય છે, પણ અન્ય
દ્વારા સુખદુઃખ થવાનો નિયમ નથી. કેવળી ભગવાનને શાતાઅશાતાનો ઉદય પણ છે તથા
સુખદુઃખના કારણરૂપ સામગ્રીનો પણ સંયોગ છે, પરંતુ મોહના અભાવથી તેમને કિંચિત્માત્ર
પણ સુખદુઃખ થતું નથી, માટે સુખદુઃખ મોહજનિત જ માનવું. એટલા માટે તું સામગ્રીને
દૂર કરવાના વા કાયમ રાખવાના ઉપાયો કરી દુઃખ મટાડવા તથા સુખી થવા ઇચ્છે છે, પણ
એ બધા ઉપાય જૂઠા છે.
તો સાચો ઉપાય શો છે? સમ્યગ્દર્શનાદિકથી ભ્રમ દૂર થાય તો સામગ્રીથી સુખદુઃખ
ન ભાસતાં પોતાના પરિણામથી જ સુખદુઃખ ભાસે. વળી યથાર્થ વિચારના અભ્યાસ વડે
પોતાના પરિણામ જેમ એ સામગ્રીના નિમિત્તથી સુખીદુઃખી ન થાય તેમ સાધન કરે. એ
સમ્યગ્દર્શનાદિની ભાવનાથી જ મોહ મંદ થઈ જાય ત્યારે એવી દશા થઈ જાય કે અનેક
કારણ મળવા છતાં પણ પોતાને તેમાં સુખ
દુઃખ થાય નહિ. ત્યારે એક શાંતદશારૂપ નિરાકુળ
બની સાચા સુખને અનુભવે અને ત્યારે સર્વ દુઃખ મટી સુખી થાય છે. માટે એ જ સુખી
થવાનો સાચો ઉપાય છે.
આયુકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂLાપણું
આયુકર્મના નિમિત્તથી પર્યાય ધારણ કરવો તે જીવિતવ્ય છે તથા ધારણ કરેલો પર્યાય
છૂટવો તે મરણ છે. હવે આ જીવ મિથ્યાદર્શનાદિકથી એ પર્યાયને જ પોતાના સ્વરૂપરૂપે
અનુભવે છે તેથી એ જીવિતવ્ય રહેતાં પોતાનું અસ્તિત્વ માને છે તથા મરણ થતાં પોતાનો
અભાવ થવા માને છે. આ જ કારણથી તને નિરંતર મરણનો ભય રહે છે તે ભયથી સદા
આકુળતા રહે છે. જેને મરણનાં કારણ જાણે તેનાથી ઘણો જ ડરે છે, કદાચિત્ તેનો સંયોગ
બની જાય તો મહાવિહ્વળ થઈ જાય છે. એ પ્રમાણે તે મહાદુઃખી રહ્યા કરે છે.
એ મરણથી બચવા માટે ઉપાય એમ કરે છે કે મરણનાં કારણોને દૂર રાખે છે વા
પોતે તેનાથી દૂર ભાગે છે, ઔષધાદિકનું સાધન કરે છે, ગઢકોટ આદિ બનાવે છે; એ આદિ
અનેક ઉપાય કરે છે પણ એ બધા ઉપાયો જૂઠા છે. કારણ કેઆયુ પૂર્ણ થતાં તો અનેક
ઉપાયો કરે તથા અનેક સહાયી હોય છતાં પણ મરણ અવશ્ય થાય છે. એક સમયમાત્ર પણ
જીવતો નથી. તથા જ્યાંસુધી આયુ પૂર્ણ ન થયું હોય ત્યાંસુધી અનેક કારણો મળવા છતાં
પણ મરણ સર્વથા થતું જ નથી. માટે એ ઉપાયો કરવા છતાં મરણ મટતું નથી. વળી આયુની
૬૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક