Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 51 of 370
PDF/HTML Page 79 of 398

 

background image
મટાડવાની ઇચ્છાએ કરીને વ્યાકુળતા થાય અને એ મટતાં કોઈ અન્ય ઇચ્છા ઊપજે તેની
વ્યાકુળતા થાય. વળી પાછી ક્ષુધાદિ થતાં તેની વ્યાકુળતા થઈ આવે.
એ પ્રમાણે તેને ઉપાય કરતાં કદાચિત્ અશાતા મટી શાતા થાય તો ત્યાં પણ આકુળતા
જ રહ્યા કરે છે અને તેથી દુઃખ જ રહે છે.
વળી એ શાતા પણ સદા રહેતી નથી, કારણ કે તેના ઉપાય કરતાંકરતાં જ કોઈ
અશાતાનો ઉદય એવો આવે કે જેનો કોઈ ઉપાય જ બની શકે નહિ, તથા તેની ઘણી પીડા
થાય એ સહી જાય નહિ ત્યારે તેની વ્યાકુળતા વડે વિહ્વલ બની મહા દુઃખી થાય.
હવે આ સંસારમાં શાતાનો ઉદય તો કોઈ પુણ્યના ઉદયથી કોઈ જીવને કદાચિત્ જ
હોય છે. ઘણા જીવોને તો ઘણો કાળ અશાતાનો જ ઉદય રહે છે. માટે એ ઉપાય કરે છે
તે બધા ઉપાય જૂઠા છે.
અથવા બાહ્ય સામગ્રીથી સુખદુઃખ માનીએ છીએ એ જ ભ્રમ છે. સુખદુઃખ તો
શાતાઅશાતાનો ઉદય થતાં મોહના નિમિત્તથી થાય છે. આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે એક
લક્ષાધિપતિ હજાર રૂપિયાનું નુકશાન થતાં દુઃખી થાય છે તથા સો રૂપિયાની મૂડીવાળો હજાર
રૂપિયા થતાં સુખ માને છે. હવે બાહ્ય સામગ્રી તો પેલા લક્ષાધિપતિ પાસે આના કરતાં
નવાણુંગણી વધારે છે, પણ એ લક્ષાધિપતિને અધિક ધનની ઇચ્છા છે તો તે દુઃખી જ છે
તથા સો રૂપિયાની મૂડીવાળાને સંતોષ છે તો તે સુખી છે. વળી સમાન વસ્તુ મળવા છતાં
પણ ત્યાં કોઈ સુખ માને છે તથા કોઈ દુઃખ માને છે. જેમ કોઈને જાડું વસ્ત્ર મળવું દુઃખકારી
થાય છે ત્યારે કોઈને સુખકારી થાય છે. શરીરમાં ભૂખ વગેરે પીડા વા બાહ્ય ઇષ્ટનો વિયોગ
અનિષ્ટનો સંયોગ થતાં કોઈને ઘણું દુઃખ થાય છે, કોઈને થોડું દુઃખ થાય છે તથા કોઈને
કંઈ પણ દુઃખ થતું નથી. માટે સામગ્રીને આધીન સુખદુઃખ નથી પણ શાતાઅશાતાનો ઉદય
થતાં મોહપરિણામોના નિમિત્તથી જ સુખદુઃખ માને છે.
પ્રશ્નઃબાહ્ય સામગ્રી માટે તો તમે કહો છોએમ જ છે, પરંતુ શરીરમાં પીડા
થતાં જીવ દુઃખી જ થાય છે તથા પીડા ન થતાં સુખી થાય છે. હવે એ તો શરીરની
અવસ્થાને આધીન સુખ
દુઃખ ભાસે છે?
ઉત્તરઃસંસારી આત્માનું જ્ઞાન ઇન્દ્રિયાધીન છે, અને ઇન્દ્રિયો શરીરનું અંગ છે.
હવે તેમાં જે અવસ્થા હોય તેને જાણવારૂપ જ્ઞાન પરિણમતાં તેની સાથે જ મોહભાવ હોય
તો શરીરની અવસ્થા વડે સુખ-દુઃખ વિશેષ જાણીએ છીએ. જુઓ પુત્ર
ધનાદિની સાથે અધિક
મોહ હોય તો પોતાના શરીરનું કષ્ટ સહન કરે તેનું તો થોડું દુઃખ માને, પણ એ પુત્ર
ધનાદિકને દુઃખ થતાં વા તેનો સંયોગ મટતાં ઘણું દુઃખ માને છે. અને મુનિજનો છે તે
ત્રીજો અધિકારઃ સંસારદુઃખ અને મોક્ષસુખ નિરૂપણ ][ ૬૧