હોઈ શકતો નથી. એટલો બધો કાળ એ દેવો વિષયસુખમાં મગ્ન રહે છે. નામકર્મમાં દેવગતિ
આદિ સર્વ પુણ્ય – પ્રકૃતિઓનો જ તેમને ઉદય છે તેથી એ તેમને સુખનું કારણ છે. ગોત્રકર્મમાં
તેમને ઉચ્ચ ગોત્રનો જ ઉદય છે તેથી તેઓ મહાનપણાને પ્રાપ્ત છે.
એ પ્રમાણે પુણ્યઉદયની વિશેષતાવડે તેમને ઇષ્ટ સામગ્રી મળી છે અને કષાયો વડે
ઇચ્છા હોવાથી તેને ભોગવવામાં તેઓ આસક્ત બની રહ્યા છે; એમ છતાં પણ ઇચ્છા તો
અધિક જ રહે છે તેથી તેઓ સુખી થતા નથી. ઊંચા દેવોને ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય છે અને
કષાય ઘણા મંદ છે, તથાપિ તેમને પણ ઇચ્છાનો અભાવ થતો નથી તેથી વસ્તુતાએ તેઓ
દુઃખી જ છે. એ પ્રમાણે સંસારમાં સર્વત્ર કેવળ દુઃખ, દુઃખ અને દુઃખ જ છે.
✾ સર્વ દુઃખોનું સામાન્ય સ્વરુપ ✾
એ પ્રમાણે પર્યાય અપેક્ષાએ દુઃખનું વર્ણન કર્યું.
હવે સર્વ દુઃખનું સામાન્ય સ્વરૂપ કહીએ છીએ. દુઃખનું લક્ષણ આકુળતા છે અને
આકુળતા ઇચ્છા થતાં થાય છે તથા સંસારી જીવોને અનેક પ્રકારની ઇચ્છા હોય છે.
ઇચ્છાઓ ચાર પ્રકારની છેઃ —
૧ – એક તો વિષયગ્રહણની ઇચ્છા હોય છે અર્થાત્ તેને દેખવા – જાણવા ઇચ્છે છે. જેમ
વર્ણ દેખવાની, રાગ સાંભળવાની તથા અવ્યક્તને જાણવા આદિની ઇચ્છા થાય છે. ત્યાં બીજી
કાંઈ પીડા નથી, પરંતુ જ્યાંસુધી દેખે – જાણે નહિ ત્યાંસુધી તે મહાવ્યાકુળ થાય છે. એ ઇચ્છાનું
નામ વિષય છે.
૨ – એક ઇચ્છા કષાયભાવો અનુસાર કાર્ય કરવાની હોય છે, જેથી તે કાર્ય કરવા ઇચ્છે
છે. જેમ બૂરું કરવાની, હીન કરવાની ઇત્યાદિ ઇચ્છા થાય છે. હવે અહીં પણ બીજી તો કાંઈ
પીડા નથી, પરંતુ જ્યાંસુધી એ કાર્ય ન થાય ત્યાંસુધી તે મહાવ્યાકુળ થાય છે. એ ઇચ્છાનું
નામ કષાય છે.
૩ – એક ઇચ્છા પાપના ઉદયથી શરીરમાં અથવા બાહ્ય અનિષ્ટ કારણ મળતાં તેને દૂર
કરવાની થાય છે. જેમક — રોગ, પીડા અને ક્ષુધા આદિનો સંયોગ થતાં તેને દૂર કરવાની ઇચ્છા
થાય છે. હવે ત્યાં તે પીડા માને છે, તેથી જ્યાંસુધી એ દૂર ન થાય ત્યાંસુધી મહાવ્યાકુળ
રહે છે. એ ઇચ્છાનું નામ પાપનો ઉદય છે.
એ પ્રમાણે એ ત્રણ પ્રકારની ઇચ્છા થતાં બધા દુઃખ જ માને છે, અને તે દુઃખ જ
છે.
ત્રીજો અધિકારઃ સંસારદુઃખ અને મોક્ષસુખ નિરૂપણ ][ ૭૧