સુખ ઊપજતું નથી, છતાં કોઈ વિષયસુખનો લોલુપી તેને બગાડે તો ભલે બગાડે, પરંતુ જો
તેને ધર્મસાધનમાં લગાવે તો તેથી ઘણા ઉચ્ચપદને તે પામે. ત્યાં ઘણું નિરાકુળ સુખ પામે.
માટે અહીં જ પોતાનું હિત સાધવું; પણ સુખ થવાના ભ્રમથી આ મનુષ્યજન્મને વૃથા ન ગુમાવવો.
✾ દેવગતિનાં દુઃખોનું વર્ણન ✾
દેવગતિમાં જ્ઞાનાદિકની શક્તિ અન્ય કરતાં કંઈક વધારે હોય છે. ઘણા દેવો તો
મિથ્યાત્વવડે અતત્ત્વશ્રદ્ધાનયુક્ત જ થઈ રહ્યા છે; તેઓને કષાય કંઈક મંદ છે; ભવનવાસી,
વ્યંતર અને જ્યોતિષી દેવોને કષાય ઘણો મંદ નથી, ઉપયોગ બહુ ચંચળ છે તથા શક્તિ કંઈક
છે તે દ્વારા કષાયનાં કાર્યોમાં જ પ્રવર્તે છે. કુતૂહલાદિ તથા વિષયાદિ કાર્યોમાં જ તેઓ લાગી
રહેલા હોવાથી એ વ્યાકુળતાવડે તેઓ દુઃખી જ છે. વૈમાનિક દેવોમાં ઉપર ઉપરના દેવોમાં
વિશેષ મંદ કષાય છે. શક્તિ પણ વિશેષ છે તેથી વ્યાકુળતા ઘટવાથી દુઃખ પણ ઘટતું છે.
આ દેવોને ક્રોધ – માન કષાય છે, પરંતુ કારણો થોડા હોવાથી તેના કાર્યની પણ ગૌણતા
હોય છે. કોઈનું બૂરું કરવું, કોઈને હીન કરવો ઇત્યાદિ કાર્ય નિકૃષ્ટ દેવોમાં તો કુતૂહલાદિવડે
હોય છે, પણ ઉત્કૃષ્ટ દેવોમાં થોડાં હોય છે તેથી ત્યાં તેની મુખ્યતા નથી. માયા – લોભ કષાયનાં
કારણો ત્યાં હોવાથી તેના કાર્યની મુખ્યતા છે. છળ કરવું, વિષયસામગ્રીની ઇચ્છા કરવી ઇત્યાદિ
કાર્ય ત્યાં વિશેષ હોય છે. એ પણ ઉપર ઉપરના દેવોને થોડાં હોય છે.
હાસ્ય અને રતિકષાયનાં કારણો ઘણાં હોવાથી તેના કાર્યોની ત્યાં મુખ્યતા હોય છે.
અરતિ, શોક, ભય અને જુગુપ્સાનાં કારણો થોડાં હોવાથી તેનાં કાર્યોની ત્યાં ગૌણતા હોય છે.
તથા સ્ત્રી – પુરુષવેદનો ત્યાં ઉદય છે અને રમવાનાં નિમિત્ત પણ છે તેથી તેઓ કામસેવન કરે
છે; એ કષાય પણ ઉપર ઉપરના દેવોમાં મંદ હોય છે. અહમિન્દ્ર દેવોમાં વેદની મંદતા હોવાથી
કામસેવનનો પણ અભાવ હોય છે.
એ પ્રમાણે દેવોને કષાયભાવ હોય છે અને કષાયથી જ દુઃખ છે.
તેમને જેટલો કષાય થોડો છે તેટલું દુઃખ પણ થોડું છે, તેથી અન્યની અપેક્ષાએ તેમને
સુખી કહીએ છીએ. પરંતુ વાસ્તવિકપણે કષાયભાવ જીવિત છે તેથી તે દુઃખી જ છે.
વળી વેદનીયમાં શાતાનો ઉદય તેમને ઘણો છે. તેમાં ભવનત્રિક દેવોને થોડો હોય છે
તથા વૈમાનિક દેવોમાં ઉપર ઉપરના દેવોને વધારે હોય છે. શરીરની ઇષ્ટ અવસ્થા તથા સ્ત્રી –
મકાનાદિક સામગ્રીઓનો સંયોગ હોય છે. કદાચિત્ કિંચિત્ અશાતાનો ઉદય પણ કોઈ કારણથી
તેમને હોય છે. એ અશાતાનો ઉદય હલકા દેવોને કંઈક પ્રગટપણે છે, પરંતુ ઉત્કૃષ્ટ દેવોને
તે વિશેષ પ્રગટ નથી. તેમનું આયુષ્ય ઘણું છે, ઓછામાં ઓછું દશહજાર વર્ષ તથા ઉત્કૃષ્ટ
તેત્રીસ સાગર છે. અને ૩૧ સાગરથી વધારે આયુષ્યનો ધારક મોક્ષમાર્ગ પામ્યા વિના કોઈ
૭૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક