✾ મનુષ્યગતિનાં દુઃખોનું વર્ણન ✾
મનુષ્યગતિમાં અસંખ્યાતા જીવો તો લબ્ધિઅપર્યાપ્તક છે. તેઓ તો સન્મૂર્છન જ હોય
છે. તેમનું આયુ ઉચ્છ્વાસના અઢારમા ભાગમાત્ર હોય છે. વળી કેટલાક જીવો ગર્ભમાં આવી
થોડા જ કાળમાં મરણ પામે છે. તેમની શક્તિ પ્રગટ ભાસતી નથી એટલે એમનાં દુઃખ તો
એકેન્દ્રિયવત્ સમજવાં. વિશેષ છે તે વિશેષ સમજવાં.
ગર્ભજ જીવોને કેટલોક કાળ ગર્ભમાં રહેવાનું થઈ પછી બહાર નીકળવું થાય છે. તેમનાં
દુઃખોનું વર્ણન કર્મઅપેક્ષાએ પૂર્વે કર્યું છે તેવું સમજવું. એ બધું વર્ણન ગર્ભજ મનુષ્યોને સંભવે
છે. અથવા તિર્યંચોનું વર્ણન કર્યું છે તેમ જાણવું.
વિશેષ એ છે કે – અહીં કોઈ શક્તિ વિશેષ હોય છે, રાજાઓ આદિને શાતાનો વિશેષ
ઉદય હોય છે, ક્ષત્રિયાદિકોને ઉચ્ચ ગોત્રનો પણ ઉદય હોય છે તથા ધન – કુટુંબાદિકનાં નિમિત્ત
અહીં વિશેષ હોય છે; ઇત્યાદિ વિશેષ સમજવાં.
અથવા ગર્ભાદિ અવસ્થાનાં દુઃખો તો પ્રત્યક્ષ ભાસે છે. જેમ વિષ્ટામાં લટ ઉત્પન્ન થાય
તેમ ગર્ભમાં શુક્ર – શોણિતના બિંદુને પોતાના શરીરરૂપ કરી જીવ ઉત્પન્ન થાય છે. પછી ત્યાં
ક્રમપૂર્વક જ્ઞાનાદિકની વા શરીરની વૃદ્ધિ થાય છે. ગર્ભનાં દુઃખ ઘણાં છે, સંકોચરૂપ અને
અધોમુખ રહી ક્ષુધા – તૃષાદિ સહિત ગર્ભનો કાળ પૂર્ણ કરે છે. ત્યાંથી જ્યારે બહાર નીકળે
છે ત્યારે બાળ અવસ્થામાં તે મહાદુઃખી થાય છે. કોઈ એમ કહે કે બાળઅવસ્થામાં થોડાં
દુઃખ હોય છે પણ એમ નથી. પરંતુ શક્તિ થોડી હોવાથી તે વ્યક્ત થઈ શકતાં નથી. પછી
વ્યાપારાદિક વા વિષયઇચ્છા આદિ દુઃખોની પ્રગટતા થાય છે. ત્યાં ઇષ્ટ – અનિષ્ટજનિત વ્યાકુળતા
રહ્યા જ કરે છે. અને વૃદ્ધ થતાં શક્તિહીન થઈ જવાથી તે પરમ દુઃખી થાય છે. એ દુઃખ
પ્રત્યક્ષ થતાં જોઈએ છીએ.
અમે અહીં ઘણું શું કહીએ? પ્રત્યક્ષ જેને નથી ભાસતાં તે કહેલાં કેમ સાંભળશે? વળી
મનુષ્યગતિમાં કોઈ વેળા કિંચિત્ શાતાનો ઉદય હોય છે પણ તે આકુળતામય છે. અને
તીર્થંકરાદિ પદ મોક્ષમાર્ગ પ્રાપ્ત થયા વિના હોતાં નથી.
એ પ્રમાણે મનુષ્યપર્યાયમાં દુઃખ જ છે. પણ એ મનુષ્યપર્યાયમાં કોઈ પોતાનું ભલું
થવાનો પ્રયત્ન કરે તો તે થઈ શકે છે. જેમ કાણાં સાંઠાની જડ વા સાંઠા ઉપરનો ફિક્કો ભાગ
તો ચૂસવા યોગ્ય જ નથી અને વચ્ચેની કાણી ગાંઠો હોવાથી તે પણ ચૂસી શકાતી નથી. છતાં
કોઈ સ્વાદનો લોલુપી તેને બગાડો તો ભલે બગાડો, પરંતુ જો તેને વાવવામાં આવે તો તેમાંથી
ઘણા સાંઠા થાય અને તેનો સ્વાદ પણ ઘણો મીઠો આવે. તેમ મનુષ્યપણામાં બાળ અને વૃદ્ધપણું
તો સુખ ભોગવવા યોગ્ય નથી, વચ્ચેની અવસ્થા તે પણ રોગ – ક્લેશાદિ યુક્ત હોવાથી ત્યાં
ત્રીજો અધિકારઃ સંસારદુઃખ અને મોક્ષસુખ નિરૂપણ ][ ૬૯