સર્વ ઇન્દ્રિયોના સર્વ વિષયોનું યુગપત્ ગ્રહણ થતાં દુઃખનાં કારણો પણ દૂર થયાં. જેમ નેત્રવડે
પહેલાં એક વિષયને દેખવા ઇચ્છતો હતો, પણ હવે ત્રણલોકનાં ત્રિકાળવર્તી સર્વ વર્ણોને યુગપત્
દેખે છે, કોઈ દેખ્યા વિનાનો રહ્યો નથી કે જેને દેખવાની ઇચ્છા થાય. એ જ પ્રમાણે
સ્પર્શનાદિક ઇંદ્રિયોવડે એક એક વિષયને ગ્રહણ કરવા ઇચ્છતો હતો, પરંતુ હવે ત્રણલોકના
ત્રિકાલવર્તી સર્વ સ્પર્શ – રસ
– ગંધ – શબ્દાદિક વિષયોને યુગપત્ ગ્રહણ કરવા લાગ્યો. કોઈ ગ્રહણ
કર્યા વિનાનો રહ્યો નથી કે જેને ગ્રહણ કરવાની ઇચ્છા ઊપજે.
પ્રશ્નઃ — શરીરાદિક વિના એ ગ્રહણ શી રીતે થાય?
ઉત્તરઃ — જ્યાંસુધી જ્ઞાન ઇન્દ્રિયજનિત હતું ત્યાંસુધી તો દ્રવ્ય ઇન્દ્રિયાદિ વિના ગ્રહણ
થઈ શકતું નહોતું, પણ હવે એવો સ્વભાવ પ્રગટ થયો કે ઇન્દ્રિયો વિના જ ગ્રહણ થઈ
શકે છે.
અહીં કોઈ એમ કહે કે — જેમ મનવડે તો સ્પર્શાદિકને જાણીએ છીએ તેમ અહીં
જાણવું થતું હશે પણ ત્વચા – જીભ આદિ વડે ગ્રહણ થાય છે તેમ નહિ થતું હોય? પણ એમ
નથી. કારણ કે – મનવડે તો સ્મરણાદિ થતાં કંઈક અસ્પષ્ટ જાણવું થાય છે, પરંતુ અહીં તો
ત્વચા – જીભ આદિ વડે સ્પર્શ – રસાદિકને સ્પર્શવામાં, આસ્વાદવામાં, સૂંઘવામાં, દેખવામાં અને
સાંભળવામાં જેવું સ્પષ્ટ જાણવું થાય છે તેથી પણ અનંતગણું સ્પષ્ટ જાણવું તેમને હોય છે.
વિશેષતા એ છે કે — ત્યાં ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ થતાં જ જાણવું થતું હતું,
હવે અહીં દૂર રહેવા છતાં પણ તેવું જ જાણવું થાય છે. એ બધો શક્તિનો મહિમા છે.
વળી પહેલાં મન વડે કંઈક અતીત – અનાગતને વા અવ્યક્તને જાણવા ઇચ્છતો હતો, પણ હવે
બધુંય અનાદિથી અનંતકાળ પર્યંત સંપૂર્ણ કાળના સર્વ પદાર્થોના દ્રવ્ય – ક્ષેત્ર – કાળ – ભાવને
યુગપત્ જાણે છે, કોઈ જાણ્યા વિના રહ્યા નથી કે જેને જાણવાની ઇચ્છા થાય. એ પ્રમાણે
દુઃખ અને દુઃખનાં કારણોનો તેમને અભાવ જાણવો.
વળી પહેલાં મોહના ઉદયથી મિથ્યાત્વ વા કષાયભાવ થતો હતો, પણ તેનો સર્વથા
અભાવ થવાથી દુઃખનો પણ અભાવ તથા તેનાં કારણોનો પણ અભાવ થવાથી દુઃખના
કારણોનો પણ અભાવ થયો. એ કારણોનો અભાવ અહીં બતાવીએ છીએ.
સર્વ તત્ત્વો અહીં યથાર્થ પ્રતિભાસે છે તો તેમને અતત્ત્વશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ કેમ થાય?
કોઈ અનિષ્ટરૂપ રહ્યો નથી, નિંદક પોતે જ અનિષ્ટ પામે છે તો પોતે ક્રોધ કોનાથી કરે?
સિદ્ધોથી ઊંચો કોઈ છે નહિ; ઇન્દ્રાદિક દેવો પણ જેને નમે છે અને ઇષ્ટ ફળ પામે છે,
તો પછી તેઓ કોનાથી માન કરે? કોઈ અન્ય ઇષ્ટ રહ્યું નથી તો કોના માટે તેઓ છળ
(માયા) કરે? સર્વ ભવિતવ્ય પ્રત્યક્ષ ભાસી ગયું છે, કોઈ કાર્ય રહ્યું નથી કે કોઈથી
૭૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક
10