પ્રયોજન કાંઈ રહ્યું નથી તો શા અર્થે તેઓ લોભ કરે? કોઈ આશ્ચર્યકારક વસ્તુ પોતાથી છાની
નથી તો ક્યા કારણથી તેમને હાસ્ય થાય? કોઈ અન્ય ઇષ્ટ પ્રીતિ કરવા યોગ્ય છે નહિ તો
કોનાથી રતિ થાય? કોઈ દુઃખદાયક સંયોગ તેમને રહ્યો નથી તો કોનાથી અરતિ કરે? કોઈ
ઇષ્ટ – અનિષ્ટ સંયોગ – વિયોગ તેમને થતો નથી તો તેઓ શા અર્થે શોક કરે? કોઈ અનિષ્ટ
કરવાવાળું કારણ રહ્યું નથી તો તેઓ કોનાથી ભય કરે? સર્વ વસ્તુઓ પોતપોતાના સ્વભાવ
સહિત પ્રત્યક્ષ ભાસે છે, અને તેમાં પોતાને કોઈ અનિષ્ટ નથી તો તેઓ કોનાથી જુગુપ્સા
કરે? તથા કામપીડા દૂર થવાથી સ્ત્રી – પુરુષ બંનેની સાથે રમવાનું પ્રયોજન કાંઈ રહ્યું નથી
તો તેમને સ્ત્રી – પુરુષ – નપુંસકવેદરૂપ ભાવ ક્યાંથી થાય? એ પ્રમાણે મોહ ઊપજવાના કારણોનો
તેમને અભાવ જાણવો.
વળી અંતરાયના ઉદયથી શક્તિ હીનપણાના કારણે પૂર્ણ થતી નહોતી, હવે તેનો અભાવ
થયો એટલે દુઃખનો પણ અભાવ થયો અને અનંત શક્તિ પ્રગટ થઈ, તેથી દુઃખનાં કારણોનો
પણ અભાવ થયો.
પ્રશ્નઃ — દાન, લોભ, ભોગ અને ઉપભોગ તો તેઓ કરતા નથી તો તેમને શક્તિ
પ્રગટ થઈ કેમ કહેવાય?
ઉત્તરઃ — એ બધાં કાર્યો તો રોગના ઉપચાર હતા, પણ જ્યારે રોગ જ અહીં નથી
તો ઉપચાર શા માટે કરે? માટે એ કાર્યોનો અહીં સદ્ભાવ નથી અને તેને રોકવાવાળા કર્મોનો
અભાવ થયો છે તેથી શક્તિ પ્રગટ થઈ એમ કહીએ છીએ. જેમ કોઈ ગમન કરવા ઇચ્છતો
હતો, તેને કોઈએ રોક્યો હતો ત્યારે તે દુઃખી હતો અને જ્યારે એ રોકાણ દૂર થયું ત્યારે
જે કાર્ય અર્થે તે ગમન કરવા ઇચ્છતો હતો તે કાર્ય ન રહ્યું એટલે ગમન પણ ન કર્યું, તેથી
ગમન ન કરવા છતાં પણ તેને શક્તિ પ્રગટ થઈ એમ કહીએ છીએ. તેમ અહીં પણ સમજવું.
જ્ઞાનાદિકની શક્તિરૂપ અનંતવીર્ય તેમને પ્રગટ હોય છે.
વળી અઘાતિ કર્મોમાં પાપ – પ્રકૃતિઓનો ઉદય થતાં મોહથી દુઃખ માનતો હતો તથા
પુણ્ય – પ્રકૃતિઓના ઉદયથી સુખ માનતો હતો, પરંતુ વાસ્તવિકપણે આકુળતા વડે એ સર્વ દુઃખ
જ હતું. હવે અહીં મોહના નાશથી સર્વ આકુળતા દૂર થવાથી સર્વ દુઃખનો નાશ થયો. જે
કારણોથી તે દુઃખ માનતો હતો તે કારણો તો સર્વ નષ્ટ થયાં તથા જે કારણો વડે કિંચિત્
દુઃખ દૂર થતાં સુખ માનતો હતો તે હવે અહીં મૂળમાં જ દુઃખ ન રહ્યું તેથી તે દુઃખના
ઉપચારોનું કાંઈ પ્રયોજન રહ્યું નહિ કે જે વડે કાર્યની સિદ્ધિ કરવા ચાહે, તેની સિદ્ધિ સ્વયં
થઈ જ રહી છે.
તેના વિશેષ બતાવવામાં આવે છે. વેદનીયકર્મમાં અશાતાના ઉદયથી શરીરમાં રોગ –
ક્ષુધાદિ દુઃખનાં કારણો થતાં હતાં, પણ હવે શરીર જ રહ્યું નથી ત્યાં ક્યાંથી થાય? શરીરની
ત્રીજો અધિકારઃ સંસારદુઃખ અને મોક્ષસુખ નિરૂપણ ][ ૭૫