અનિષ્ટ અવસ્થાના હેતુરૂપ આતાપાદિક હતા, પણ શરીર વિના તે કોને કારણરૂપ થાય? બાહ્ય
અનિષ્ટ નિમિત્તો બનતાં હતાં પણ હવે તેને અનિષ્ટ કોઈ રહ્યું જ નથી; એ પ્રમાણે દુઃખનાં
કારણોનો અભાવ થયો.
વળી શાતાના ઉદયથી કિંચિત્ દુઃખ મટવાના કારણરૂપ જે ઔષધિ – ભોજનાદિક હતાં
તેનું કાંઈ પ્રયોજન રહ્યું નથી તથા કોઈ ઇષ્ટ કાર્ય પરાધીન ન રહેવાથી બાહ્ય મિત્રાદિકને ઇષ્ટ
માનવાનું પ્રયોજન રહ્યું નથી, કારણ કે – એ વડે દુઃખ મટાડવા વા ઇષ્ટ પ્રાપ્ત કરવા ઇચ્છતો
હતો પણ હવે અહીં સંપૂર્ણ દુઃખ નષ્ટ થતાં સંપૂર્ણ ઇષ્ટ પામ્યો.
આયુકર્મના નિમિત્તથી મરણ – જીવન થતાં હતાં; હવે મરણવડે તો દુઃખ માનતો હતો
પણ અહીં જ્યાં અવિનાશી પદ પ્રાપ્ત કરી લીધું તેથી દુઃખનું કોઈ કારણ રહ્યું નહિ. દ્રવ્યપ્રાણને
ધારી કેટલોક કાળ જીવવા – મરવાથી સુખ માનતો હતો; તેમાં પણ નરક પર્યાયમાં દુઃખની
વિશેષતા હોવાથી ત્યાં જીવવા ઇચ્છતો નહોતો, પરંતુ હવે આ સિદ્ધપર્યાયમાં દ્રવ્યપ્રાણ વિના
જ પોતાના ચૈતન્યપ્રાણવડે સદાકાળ જીવે છે કે જ્યાં દુઃખનો લવલેશ પણ રહ્યો નથી.
નામકર્મવડે પ્રાપ્ત અશુભ ગતિ – જાતિ આદિમાં દુઃખ માનતો હતો, પણ હવે એ સર્વનો
અભાવ થયો એટલે દુઃખ ક્યાંથી થાય? અને શુભગતિ – જાતિ આદિમાં કિંચિત્ દુઃખ દૂર
થવાથી સુખ માનતો હતો, હવે એ વિના પણ સર્વ દુઃખનો નાશ તથા સર્વ સુખનો પ્રકાશ
હોવાથી તેનું પણ કાંઈ પ્રયોજન રહ્યું નથી.
ગોત્રકર્મના નિમિત્તથી નીચકુળ પામતાં દુઃખ માનતો હતો તથા ઊંચકુળ પામતાં સુખ
માનતો હતો, પણ અહીં નીચકુળનો અભાવ થવાથી દુઃખનું કારણ રહ્યું નહિ તથા ઊંચકુળ
વિના પણ ત્રૈલોક્યપૂજ્ય ઊંચપદને પામે છે.
એ પ્રમાણે સિદ્ધોને સર્વ કર્મોનો નાશ થવાથી સર્વ દુઃખોનો પણ નાશ થયો છે.
દુઃખનું લક્ષણ તો આકુળતા છે. હવે આકુળતા તો ત્યારે જ હોય કે જ્યારે કંઈક
ઇચ્છા હોય. એ ઇચ્છાનો વા ઇચ્છાના કારણોનો સર્વથા અભાવ હોવાથી તેઓ સર્વ દુઃખરહિત
નિરાકુળ અનંત સુખ અનુભવે છે. કારણ કે – નિરાકુળપણું એ જ સુખનું લક્ષણ છે. સંસારમાં
પણ કોઈ પ્રકારે નિરાકુળ થતાં જ બધાય સુખ માને છે. તો જ્યાં સર્વથા નિરાકુળ થયા ત્યાં
સંપૂર્ણ સુખ કેમ ન માનીએ?
એ પ્રમાણે સમ્યગ્દર્શનાદિ સાધન વડે સિદ્ધપદ પામતાં સર્વ દુઃખનો અભાવ થાય છે,
સર્વ સુખ પ્રગટ થાય છે.
અહીં ઉપદેશ કરીએ છીએ કે હે ભવ્ય! હે ભાઈ! તને સંસારનાં જે દુઃખો બતાવ્યાં
તેનો અનુભવ તને થાય છે કે નહિ? તે વિચાર. તું જે ઉપાયો કરી રહ્યો છે તેનું જૂઠાપણું
૭૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક