દર્શાવ્યું તે તેમ જ છે કે નહિ? તથા સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતાં જ સુખ થાય છે કે નહિ?
તેનો પણ વિચાર કર! જો ઉપર કહ્યા પ્રમાણે જ તને પ્રતીતિ આવતી હોય તો
સંસારથી છૂટી સિદ્ધ અવસ્થા પામવાના અમે જે ઉપાય કહીએ છીએ તે કર. વિલંબ
ન કર. એ ઉપાય કરતાં તારું કલ્યાણ જ થશે.
એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગપ્રકાશક શાસ્ત્ર વિષે સંસારદુઃખ અને
મોક્ષસુખ નિરૂપક ત્રીજો અધિકાર સમાપ્ત
ત્રીજો અધિકારઃ સંસારદુઃખ અને મોક્ષસુખ નિરૂપણ ][ ૭૭