Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 70 of 370
PDF/HTML Page 98 of 398

 

background image
ઉત્તરઃઆ જીવને પ્રયોજન તો એક એ જ છે કે ‘‘મને દુઃખ ન થાય અને સુખ
થાય,’’ અન્ય કંઈ પણ પ્રયોજન કોઈ જીવને નથી. વળી દુઃખ ન હોવું તથા સુખ હોવું એ
બે એક જ છે, કારણ કે દુઃખનો અભાવ એ જ સુખ છે. હવે એ પ્રયોજનની સિદ્ધિ જીવાદિક
તત્ત્વોનું સત્ય શ્રદ્ધાન કરતાં જ થાય છે. તે કેવી રીતે તે અહીં કહીએ છીએ.
પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે સ્વ-પરનું જ્ઞાન અવશ્ય જોઈએ. કારણ કે સ્વ-પરનું
જ્ઞાન જો ન હોય તો પોતાને ઓળખ્યા વિના પોતાનું દુઃખ તે કેવી રીતે દૂર કરે? અથવા
સ્વ-પરને એકરૂપ જાણી પોતાનું દુઃખ દૂર કરવા અર્થે પરનો ઉપચાર કરે તો તેથી પોતાનું
દુઃખ કેવી રીતે દૂર થાય? અથવા પોતે તથા પર ભિન્ન છે પરંતુ આ જીવ પરમાં અહંકાર
મમકાર કરે તો તેથી દુઃખ જ થાય. માટે સ્વ-પરનું જ્ઞાન થતાં દુઃખ દૂર થાય છે. હવે સ્વ
-પરનું જ્ઞાન જીવ
અજીવનું જ્ઞાન થતાં જ થાય છે, કારણ કે પોતે સ્વયં જીવ છે તથા
શરીરાદિક અજીવ છે.
જો એનાં લક્ષણાદિવડે જીવઅજીવની ઓળખાણ થાય તો જ સ્વપરનું ભિન્નપણું
ભાસે, માટે જીવઅજીવને જાણવા જોઈએ. અથવા જીવઅજીવનું જ્ઞાન થતાં જે પદાર્થોના
અન્યથા શ્રદ્ધાનથી દુઃખ થતું હતું તેનું યથાર્થ જ્ઞાન થવાથી દુઃખ દૂર થાય છે, માટે જીવ
અજીવને જાણવા આવશ્યક છે.
વળી દુઃખનું કારણ તો કર્મબંધન છે અને તેનું કારણ મિથ્યાત્વાદિક આસ્રવ છે. હવે
તેને ન ઓળખે, તેને દુઃખના મૂળ કારણરૂપ ન જાણે તો તેનો અભાવ શી રીતે કરે? તથા
તેનો અભાવ ન કરે તો કર્મબંધન કેમ ન થાય? અને તેથી દુઃખ જ થાય છે. અથવા
મિથ્યાત્વાદિક ભાવ પોતે જ દુઃખમય છે, તેને જેમ છે તેમ ન જાણે તો તેનો અભાવ પણ
તે ન કરે તેથી દુઃખી જ રહે, માટે આસ્રવને જાણવો આવશ્યક છે.
વળી સમસ્ત દુઃખોનું કારણ કર્મબંધન છે. હવે તેને જો ન જાણે તો તેથી મુક્ત થવાનો
ઉપાય પણ તે ન કરે. અને તેના નિમિત્તથી તે દુઃખી જ થાય, માટે બંધને જાણવો આવશ્યક
છે.
આસ્રવનો અભાવ કરવો તે સંવર છે. હવે તેનું સ્વરૂપ જો ન જાણે તો તે સંવરમાં
પ્રવર્તે નહિ અને તેથી આસ્રવ જ રહે, જેથી વર્તમાન વા ભાવિમાં દુઃખ જ થાય છે, માટે
સંવરને જાણવો આવશ્યક છે.
વળી કથંચિત્ કિંચિત્ કર્મબંધનનો અભાવ કરવો તે નિર્જરા છે. તેને ન જાણે તો તેની
પ્રવૃત્તિનો ઉદ્યમી પણ તે ન થાય, ત્યારે સર્વથા બંધ જ રહે અને તેથી દુઃખ જ થાય છે.
માટે નિર્જરાતત્ત્વને જાણવું આવશ્યક છે.
તથા સર્વથા સર્વ કર્મબંધનો અભાવ થવો તેનું નામ મોક્ષ છે. તેને જો ન ઓળખે તો
૮૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક