Moksha Marg Prakashak (Gujarati). Mithyadarshanani Pravrutti.

< Previous Page   Next Page >


Page 71 of 370
PDF/HTML Page 99 of 398

 

background image
તેનો ઉપાય પણ તે ન કરે, જેથી સંસારમાં કર્મબંધનથી ઉત્પન્ન થતાં દુઃખોને જ તે સહન કરે,
માટે મોક્ષતત્ત્વને જાણવું આવશ્યક છે. એ પ્રમાણે જીવાદિક સાત તત્ત્વો જાણવાં આવશ્યક છે.
વળી શાસ્ત્રાદિવડે કદાચિત્ તેને જાણે પણ ‘‘તે એમ જ છે’’ એવી પ્રતીતિ ન આવી
તો જાણવાથી પણ શું થાય? માટે તેનું શ્રદ્ધાન કરવું કાર્યકારી છે. એ પ્રમાણે એ જીવાદિક
તત્ત્વોનું સત્ય શ્રદ્ધાન કરવાથી જ દુઃખનો અભાવ થવારૂપ પ્રયોજનની સિદ્ધિ થાય છે. માટે
જીવાદિક પદાર્થો છે તે જ પ્રયોજનભૂત જાણવા.
વળી તેના વિશેષ ભેદ પુણ્યપાપાદિરૂપ છે તેનું શ્રદ્ધાન પણ પ્રયોજનભૂત છે, કારણ
કેસામાન્યથી વિશેષ બળવાન છે એ પ્રમાણે એ પદાર્થો પ્રયોજનભૂત છે, કારણ કેતેનું યથાર્થ
શ્રદ્ધાન કરવાથી તો દુઃખ થતું નથી, સુખ થાય છે અને તેના યથાર્થ શ્રદ્ધાન કર્યા વિના દુઃખ
થાય છે, સુખ થતું નથી.
તથા એ સિવાયના બીજા પદાર્થો છે તે અપ્રયોજનભૂત છે તેથી તેનું યથાર્થ શ્રદ્ધાન
કરો વા ન કરો; તેનું શ્રદ્ધાન કંઈ સુખદુઃખનું કારણ નથી.
પ્રશ્નઃપૂર્વે જીવઅજીવ પદાર્થો કહ્યાં તેમાં તો સર્વ પદાર્થો આવી ગયા તો
એ વિના અન્ય પદાર્થો કયા રહ્યા કે જેને અપ્રયોજનભૂત કહ્યા છે?
ઉત્તરઃપદાર્થ તો સર્વ જીવઅજીવમાં જ ગર્ભિત છે, પરંતુ એ જીવઅજીવના
વિશેષો (ભેદો) ઘણા છે; તેમાં જે વિશેષો સહિત જીવઅજીવનું યથાર્થ શ્રદ્ધાન કરતાં સ્વ
પરનું શ્રદ્ધાન થાય, રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન થાય તેથી સુખ ઊપજે તથા તેને અયથાર્થ
શ્રદ્ધાન કરતાં સ્વ
પરનું શ્રદ્ધાન ન થાય, રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન ન થાય, તેથી દુઃખ
ઊપજે, એ વિશેષો સહિત જીવઅજીવ પદાર્થ તો પ્રયોજનભૂત સમજવા.
તથા જે વિશેષો સહિત જીવઅજીવનું યથાર્થ શ્રદ્ધાન કરવાથી વા ન કરવાથી સ્વ
પરનું શ્રદ્ધાન થાય વા ન થાય, રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન થાય વા ન થાય, જેનો કાંઈ
નિયમ નથી, એવા વિશેષો સહિત જીવ
અજીવ પદાર્થ અપ્રયોજનભૂત સમજવા.
જેમ જીવ અને શરીરનું તેના ચૈતન્ય તથા મૂર્તત્વાદિ વિશેષો વડે શ્રદ્ધાન કરવું તો
પ્રયોજનભૂત છે તથા મનુષ્યાદિ પર્યાયો તથા ઘટપટાદિનું અવસ્થાઆકારાદિ વિશેષો વડે શ્રદ્ધાન
કરવું અપ્રયોજનભૂત છે. એમ અન્ય પણ સમજવું.
એ પ્રમાણે કહેલાં જે પ્રયોજનભૂત જીવાદિક તત્ત્વો તેના અયથાર્થ શ્રદ્ધાનને મિથ્યાદર્શન
જાણવું.
મિથ્યાદર્શનની પ્રવૃત્તિ
હવે સંસારી જીવોને મિથ્યાદર્શનની પ્રવૃત્તિ કેવી હોય છે તે અહીં કહીએ છીએ. અહીં
ચોથો અધિકારઃ મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રનું વિશેષ નિરૂપણ ][ ૮૧