વર્ણન તો શ્રદ્ધાન કરાવવા માટે છે, પણ જાણે તો શ્રદ્ધાન કરે, તેથી જાણવાની મુખ્યતાપૂર્વક
વર્ણન કરીએ છીએ.
✾ જીવ – અજીવતત્ત્વ સંબંધાી અયથાર્થ શ્રદ્ધાન ✾
અનાદિ કાળથી જીવ છે તે કર્મનિમિત્ત વડે અનેક પર્યાય ધારણ કરે છે, ત્યાં પૂર્વ
પર્યાયને છોડી નવીન પર્યાય ધારણ કરે છે તથા તે પર્યાય એક તો પોતે આત્મા તથા અનંત
પુદ્ગલપરમાણુમય શરીર એ બંનેના એક પિંડબંધાનરૂપ છે. તેમાં આ જીવને ‘‘આ હું છું’’ —
એવી અહંબુદ્ધિ થાય છે. વળી પોતે જીવ છે તેનો સ્વભાવ તો જ્ઞાનાદિક છે અને વિભાવ
ક્રોધાદિક છે. તથા પુદ્ગલ પરમાણુઓનો સ્વભાવ વર્ણ – ગંધ – રસ – સ્પર્શાદિક છે. એ સર્વને
પોતાનું સ્વરૂપ માને છે.
‘‘આ મારાં છે’’ — એવી તેઓમાં મમત્વબુદ્ધિ થાય છે. પોતે જીવ છે તેના જ્ઞાનાદિક
વા ક્રોધાદિકની અધિકતા – હીનતારૂપ અવસ્થાઓ થાય છે તથા પુદ્ગલપરમાણુઓની વર્ણાદિ
પલટાવારૂપ અવસ્થાઓ થાય છે તે સર્વને પોતાની અવસ્થા માની તેમાં ‘‘આ મારી અવસ્થા
છે’’ — એવી મમકારબુદ્ધિ કરે છે.
વળી જીવને અને શરીરને નિમિત્ત – નૈમિત્તિક સંબંધ છે તેથી જે ક્રિયા થાય છે તેને
પોતાની માને છે; પોતાનો સ્વભાવ દર્શન – જ્ઞાન છે, તેની પ્રવૃત્તિને નિમિત્તમાત્ર શરીરનાં અંગરૂપ
સ્પર્શનાદિક દ્રવ્ય ઇંદ્રિયો છે. હવે આ જીવ તે સર્વને એકરૂપ માની એમ માને છે કે – ‘‘હાથ
વગેરેથી મેં સ્પર્શ્યું, જીભ વડે મેં સ્વાદ લીધો, નાસિકા વડે મેં સૂઘ્યું, નેત્ર વડે મેં દીઠું, કાન
વડે મેં સાંભળ્યું.’’ મનોવર્ગણા રૂપ આઠ પાખંડી વાળા ફૂલ્યા કમળના આકારે હૃદયસ્થાનમાં
શરીરના અંગરૂપ દ્રવ્યમન છે જે દ્રષ્ટિગમ્ય નથી, તેનું નિમિત્ત થતાં સ્મરણાદિરૂપ જ્ઞાનની પ્રવૃત્તિ
થાય છે. એ દ્રવ્યમન તથા જ્ઞાનને એકરૂપ માની એમ માને છે કે ‘‘મેં મન વડે જાણ્યું.’’
વળી પોતાને જ્યારે બોલવાની ઇચ્છા થાય ત્યારે પોતાના પ્રદેશોને જેમ બોલવાનું બને
તેમ હલાવે છે ત્યારે એકક્ષેત્રાવગાહ સંબંધથી શરીરનું અંગ પણ હાલે છે. તેના નિમિત્તથી
ભાષાવર્ગણારૂપ પુદ્ગલો વચનરૂપ પરિણમે છે, એ બધાને એકરૂપ માની આ એમ માને કે –
‘‘હું બોલું છું.’’
તથા પોતાને ગમનાદિક ક્રિયાની વા વસ્તુગ્રહણાદિકની ઇચ્છા થાય ત્યારે પોતાના
પ્રદેશોને જેમ એ કાર્ય બને તેમ હલાવે ત્યાં એકક્ષેત્રાવગાહ સંબંધથી શરીરનાં અંગ હાલે છે
ત્યારે એ કાર્ય બને છે અથવા પોતાની ઇચ્છા વિના શરીર હાલતાં પોતાનાં પ્રદેશો પણ હાલે.
હવે એ બધાંને એકરૂપ માની આ એમ માનવા લાગે કે ‘‘હું ગમનાદિ કાર્ય કરું છું, વા હું
વસ્તુનું ગ્રહણ કરું છું અથવા મેં કર્યું’’ — ઇત્યાદિરૂપ માને છે.
૮૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક
11