અ. ૧. સૂત્ર ૧૬] [પપ જ રાખ્યું છે તોપણ તે વસ્ત્રના સમસ્ત ભાગોને પચરંગીપણું છે એમ તે ગ્રહણ કરે છે તે ‘અનિઃસૃત’ પદાર્થનો અવગ્રહ છે.
જે સમયે વિશુદ્વિની મંદતાને કારણે જીવની સામે બહાર કાઢીને રાખેલ પચરંગી વસ્ત્રના પાંચે રંગોને જીવ ગ્રહણ કરે છે તે સમયે તેને ‘નિઃસૃત’ પદાર્થનો અવગ્રહ થાય છે.
૩–૪–પ. ઘ્રાણેન્દ્રિય. રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય
ઘ્રાણ, રસના અને સ્પર્શન એ ત્રણ ઇન્દ્રિયો દ્વારા ઉપર્યુકત બાર પ્રકારના અવગ્રહના ભેદો શ્રોત્ર અને ચક્ષુ ઇન્દ્વિયની માફક સમજી લેવા.
ચાલુ સૂત્રનું મથાળું ‘અવગ્રહાદિના વિષયભૂત પદાર્થ’ એમ છે; તેમાં અવગ્રહ આદિ કહેતાં, જેવી રીતે બાર ભેદ અવગ્રહના કહ્યા તેવી જ રીતે ઈહા, અવાય અને ધારણા જ્ઞાનોનો પણ વિષય માનવો.
શંકાઃ– જે ઇન્દ્રિયો પદાર્થને સ્પર્શીને જ્ઞાન કરાવે છે તે પદાર્થોના જેટલા ભાગો (અવયવો) સાથે સંબંધ થાય તેટલા જ ભાગોનું જ્ઞાન કરાવી શકે, અધિક અવયવોનું નહિ. શ્રોત્ર, ઘ્રાણ, સ્પર્શન અને રસના એ ચાર ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે, માટે જેટલા અવયવોની સાથે તે ભિડાય તેટલા જ અવયવોનું જ્ઞાન કરાવી શકે, અધિકનું નહિ. છતાં અનિઃસૃત અને અનુક્તમાં તેમ થતું નથી કેમકે ત્યાં પદાર્થોનો એક ભાગ દેખી લેવાથી કે કહેવાથી સમસ્ત પદાર્થનું જ્ઞાન માનવામાં આવે છે, તેથી શ્રોત્ર વગેરે ચાર ઇન્દ્રિયોથી જે અનિઃસૃત તથા અનુક્ત પદાર્થોનો અવગ્રહ, ઇહાદિક માન છે તે વ્યર્થ છે?
સમાધાનઃ– એ શંકા ઠીક નથી. જેમ કીડી આદિ જીવોના નાક તથા જીભ સાથે ગોળ આદિ દ્રવ્યોનો ભિડાવ નથી થતો, તોપણ તેનાં ગંધ અને રસનું જ્ઞાન કીડી આદિને થાય છે; કેમકે ત્યાં અત્યંત સૂક્ષ્મ-જેને આપણે દેખી શકતા નથી-તેવા ગોળ વગેરેના અવયવોની સાથે કીડી આદિ જીવોના નાક તથા જીભ ઇન્દ્રિયોનો એક બીજા સાથે સ્વાભાવિક સંયોગસંબંધ રહે છે; તે સંબંધમાં કોઈ બીજા પદાર્થની અપેક્ષા રહેતી નથી, તેથી સૂક્ષ્મ અવયવોની સાથે સંબંધ રહેવાથી તે પ્રાપ્ત થઈ ને જ પદાર્થ ને ગ્રહણ કરે છે. તેવી રીતે અનિઃસૃત અને અનુક્ત પદાર્થોના અવગ્રહ વગેરેમાં પણ અનિઃસૃત અને અનક્ત પદાર્થોના સૂક્ષ્મ અવયવોની સાથે શ્રોત્ર આદિ ઇન્દ્રિયોનો પોતાની ઉત્પત્તિમાં પર પદાર્થોની અપેક્ષા નહિ રાખવાવાળો સ્વાભાવિક સંયોગસંબંધ છે, તેથી અનિઃસૃત અને અનુક્ત સ્થળો પર પણ પ્રાપ્ત થઈને ઇન્દ્રિયો પદાર્થોનું જ્ઞાન કરાવે છે, અપ્રાપ્ત થઈને નહિ.