Moksha Shastra (Gujarati). Sutra: 21 (Chapter 1).

< Previous Page   Next Page >


Page 69 of 655
PDF/HTML Page 124 of 710

 

૬૬] [મોક્ષશાસ્ત્ર

સૂત્ર ૧૧ થી ર૦ સુધીનો સિદ્ધાંત

જીવને સમ્યગ્દર્શન થતાં જ સમ્યક્મતિ અને સમ્યક્શ્રુતજ્ઞાન થાય છે. સમ્યગ્દર્શન કારણ છે અને સમ્યગ્જ્ઞાન કાર્ય છે-એમ સમજવું આ સમ્યક્મતિ અને શ્રુતજ્ઞાનના જે ભેદ આપ્યા છે તે જ્ઞાનની વિશેષ નિર્મળતા થવા માટે આપ્યા છે; પણ તે ભેદમાં અટકી, રાગમાં રોકાઈ રહેવા માટે આપ્યા નથી; માટે તે ભેદોનું સ્વરૂપ જાણી જીવે પોતાના ત્રિકાળી અખંડ અભેદ ચૈતન્યસ્વભાવ તરફ વાળી નિર્વિકલ્પ થવાની જરૂર છે. ।। ૨૦।।

અવધિજ્ઞાનનું વર્ણન
भवप्रत्ययोऽवधिर्देवनारकाणाम्।। २१।।
અર્થઃ– [भवप्रत्ययः] ભવપ્રત્યય નામનું [अवधिः] અવધિજ્ઞાન

[देवनारकाणाम्] દેવ અને નારકીઓને હોય છે.

ટીકા

(૧) અવધિજ્ઞાનના બે ભેદ છેઃ- ૧-ભવપ્રત્યય, ર-ગુણપ્રત્યય. કારણ અને નિમિત્ત

એ ત્રણ એકાર્થવાચક શબ્દો છે. અહીં ‘ભવપ્રત્યય’ શબ્દ બાહ્ય નિમિત્તની અપેક્ષાએ કહેલ છે, અંતરંગ નિમિત્ત તો દરેક પ્રકારના અવધિજ્ઞાનમાં અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે. (૨) દેવ અને નારકપર્યાય ધારણ કરતાં, જીવને જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે

ભવપ્રત્યય કહેવાય છે. જેમ પક્ષીઓમાં જન્મ થવો તે જ આકાશમાં ગમનનું
નિમિત્ત છે, નહિ કે શિક્ષા, જપ, તપ આદિક; તેમજ નારકી અને દેવના
પર્યાયમાં ઉત્પત્તિમાત્રથી અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે.
[અહીં સમ્યગ્જ્ઞાનનો વિષય
છે તોપણ અહીં સમ્યક્ કે મિથ્યાના ભેદ વગર સામાન્ય અવધિજ્ઞાનને માટે
‘ભવપ્રત્યય’ શબ્દ વાપર્યો છે.
]

(૩) ભવપ્રત્યય અવધિજ્ઞાન દેવ, નારકી તથા તીર્થંકરોને (છદ્મસ્થ દશામાં) હોય

છે, તે નિયમથી દેશાવધિ હોય છે; તે સમસ્ત પ્રદેશથી ઉત્પન્ન થાય છે. (૪) ‘ગુણપ્રત્યય’-કોઈ ખાસ પર્યાય (ભવ) ની અપેક્ષા ન રાખતાં, જીવના

પુરુષાર્થ વડે જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે ગુણપ્રત્યય અથવા
ક્ષયોપશમનિમિત્તક કહેવાય છે.
।। ૨૧।।