Moksha Shastra (Gujarati). Sutra: 22 (Chapter 1).

< Previous Page   Next Page >


Page 70 of 655
PDF/HTML Page 125 of 710

 

અ. ૧. સૂત્ર ૨૨] [૬૭

ક્ષયોપશમ–નિમિત્તક અવધિજ્ઞાનના ભેદ તથા તેના સ્વામી

क्षयोपशमनिमित्तः षड्विकल्पः शेषाणाम्।। २२।।

અર્થઃ– [क्षयोपशमनिमित्तः] ક્ષયોપશમ-નિમિત્તક અવધિજ્ઞાન [षड्विकल्पः]

અનુગામી, અનનુગામી, વર્દ્ધમાન, હીયમાન, અવસ્થિત, અનવસ્થિત-એવા છ ભેદવાળું છે, અને તે [शेषाणाम्] મનુષ્ય તથા તિર્યંચને થાય છે.

ટીકા

(૧) અનુગામી–જે અવધિજ્ઞાન સૂર્યના પ્રકાશની માફક જીવની સાથે સાથે જાય તેને

અનુગામી કહે છે.
અનનુગામી–જે અવધિજ્ઞાન જીવની સાથે સાથે ન જાય તેને અનનુગામી કહે છે.
વર્દ્ધમાન–જે અવધિજ્ઞાન શુક્લપક્ષના ચંદ્રની કળાની માફક વધતું રહે તેને
વર્દ્ધમાન કહે છે.
હીયમાન–જે અવધિજ્ઞાન કૃષ્ણપક્ષના ચંદ્રની કળાની માફક ઘટતું રહે તેને
હીયમાન કહે છે.
અવસ્થિત–જે અવધિજ્ઞાન એક સરખું રહે, ન વધે-ન ઘટે, તેને અવસ્થિત કહે
છે.
અનવસ્થિત–પાણીના તરંગોની માફક ઘટતું-વધતું રહે, એકસરખું ન રહે તેને
અનવસ્થિત કહે છે.

(૨) મનુષ્યોને આ અવધિજ્ઞાન થાય છે એમ કહ્યું છે તેમાં તીર્થંકરો ન લેવા, બીજા

મનુષ્યો સમજવા; તે પણ બહુ થોડા મનુષ્યોને થાય છે. આ અવધિજ્ઞાનને ‘ગુણપ્રત્યય’ પણ કહેવામાં આવે છે. તે નાભિની ઉપર શંખ, પદ્મ, વજ્ર, સ્વસ્તિક, કલશ, માછલાં આદિ શુભ ચિહ્ન દ્વારા થાય છે. (૩) અવધિજ્ઞાનના *પ્રતિપાતિ, ×અપ્રતિપાતિ, દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ

એવા ભેદો પણ પડે છે. (૪) +જઘન્ય દેશાવધિ સંયત તથા અસંયત મનુષ્યો અને તિર્યંચને થાય છે; (દેવ-

નારકીને થતું નથી) ઉત્કૃષ્ટ દેશાવધિ સંયત ભાવમુનિને જ થાય છે, અન્ય તીર્થંકરાદિક ગૃહસ્થ-મનુષ્ય, દેવ, નારકીને નહી; તેમને દેશાવધિ થાય છે. _________________________________________________________________ *પ્રતિપાતિ=પડી જાય તેવું; × અપ્રતિપાતિ = ન પડે તેવું. +જઘન્ય=સૌથી થોડું.