Moksha Shastra (Gujarati). Sutra: 24-25 (Chapter 1).

< Previous Page   Next Page >


Page 75 of 655
PDF/HTML Page 130 of 710

 

૭૨] [મોક્ષશાસ્ત્ર વિચાર્યું છે અને ભવિષ્યમાં તે શું વિચારશે તે જ્ઞાનનો મનોગત વિકલ્પ તે મનઃપર્યયજ્ઞાનનો વિષય છે. (બાહ્ય વસ્તુની અપેક્ષા મનોગતભાવ એક અતિ સૂક્ષ્મ અને વિજાતીય ચીજ છે.) ૨૩

ઋજુમતિ અને વિપુલમતિમાં અંતર
विशुद्धयप्रतिपाताभ्यां तद्विशेषः।। २४।।
અર્થઃ– [विशुद्धयप्रतिपाताभ्यां] પરિણામોની શુદ્ધતા અને અપ્રતિપાત અર્થાત્

કેવળજ્ઞાન થયા પહેલાં ન છૂટવું [तद्विशेष] એ બે વાતોથી ઋજુમતિ અને વિપુલમતિ જ્ઞાનમાં વિશેષતા-તફાવત છે.

ટીકા

ઋજુમતિ અને વિપુલમતિ એ બે પ્રકારના મનઃપર્યયના ભેદ સૂત્ર ૨૩ની ટીકામાં આપ્યા છે. આ સૂત્રમાં સ્પષ્ટ જણાવે છે કે વિપુલમતિ વિશુદ્ધ શુદ્ધ છે, વળી તે કદી પડી જતું નથી પણ કેવળજ્ઞાન થતાં સુધી ચાલુ રહે છે. ઋજુમતિ જ્ઞાન તો થઈને છૂટી પણ જાય. ચારિત્રની તીવ્રતાના ભેદના કારણે આ ભેદ પડે છે. સંયમપરિણામનું ઘટવું-તેની હાનિ થવી તે પ્રતિપાત છે, તે (પ્રતિપાત) ઋજુમતિવાળા કોઈને હોય છે.।। ૨૪।।

અવધિજ્ઞાન અને મનઃપર્યયજ્ઞાનમાં વિશેષતા विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनःपर्यययोः।। २५।।

અર્થઃ– [अवधिमनःपर्यययोः] અવધિ અને મનઃપર્યય જ્ઞાનમાં

[विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्यः] વિશુદ્ધતા, ક્ષેત્ર, સ્વામી અને વિષયની અપેક્ષાથી- વિશેષતા હોય છે.

ટીકા

મનઃપર્યયજ્ઞાન ઉતમ ઋદ્ધિધારી ભાવ-મુનિઓને જ હોય છે; અને અવધિજ્ઞાન ચારે ગતિના સંજ્ઞી જીવને હોય છે; એ સ્વામી અપેક્ષાએ ભેદ છે.

ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનું ક્ષેત્ર અસંખ્યાત લોકપ્રમાણ સુધી છે, મનઃપર્યયનું અઢી દ્વીપ મનુષ્યક્ષેત્ર છે. આ ક્ષેત્ર અપેક્ષાએ ભેદ છે.

સ્વામી તથા વિષયના ભેદથી વિશુદ્ધિમાં અંતર જાણી શકાય છે, અવધિજ્ઞાનનો વિષય પરમાણુપર્યંત રૂપી પદાર્થ છે અને મનઃપર્યયજ્ઞાનનો વિષય મનોગત વિકલ્પ છે.