Moksha Shastra (Gujarati). Sutra: 30 (Chapter 1).

< Previous Page   Next Page >


Page 79 of 655
PDF/HTML Page 134 of 710

 

૭૬] [મોક્ષશાસ્ત્ર

મતિ આદિ જ્ઞાનોનું આવરણ કેવળજ્ઞાનાવરણના નાશ થવાની સાથે જ પૂરેપૂરું નષ્ટ થાય છે. [જુઓ, સૂત્ર ૩૦ ની ટીકા]

એક સાથે સર્વથા જાણવાનું એક એક જીવમાં સામર્થ્ય છે.
૨૯ મા સૂત્રનો સિદ્ધાંત

‘હું પરને જાણું તો મોટો’ એમ નહિ, પણ મારું બેહદ સામર્થ્ય અનંતજ્ઞાન- ઐશ્વર્યપણે હોવાથી હું પૂર્ણજ્ઞાનઘન સ્વાધીન આત્મા છું-એમ પૂર્ણ સાધ્યને દરેક જીવે નક્કી કરવું જોઈએ; એમ નક્કી કરી સ્વથી એકત્વ અને પરથી વિભક્ત (ભિન્ન) પોતાના એકાકાર સ્વરૂપ તરફ જીવે વળવું જોઈએ, પોતાના એકાકાર સ્વરૂપ તરફ વળતાં સમ્યગ્દર્શન પ્રગટી ક્રમેક્રમે જીવ આગળ વધે છે અને તેની પૂર્ણ જ્ઞાનદશા થોડા વખતમાં પ્રગટે છે. ।। ૨૯।।

એક જીવને એક સાથે કેટલાં જ્ઞાન હોઈ શકે છે?
एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्भ्यः।। ३०।।
અર્થઃ– [एकस्मिन्] એક જીવમાં [युगपत्] એક સાથે [एकादीनि] એકથી

શરૂ કરીને [आचतुर्भ्य] ચાર જ્ઞાન સુધી [भाज्यानि] વિભક્ત કરવા યોગ્ય છે અર્થાત્ હોઈ શકે છે.

ટીકા

(૧) એક જીવને એક સાથે એકથી શરૂ કરી ચાર જ્ઞાન સુધી હોઈ શકે છે; એક જ્ઞાન હોય તો કેવળજ્ઞાન હોય છે; બે હોય તો મતિ અને શ્રુત હોય છે; ત્રણ હોય તો મતિ, શ્રુત અને અવધિ અગર મતિ, શ્રુત અને મનઃપર્યયજ્ઞાન હોય છે; ચાર હોય તો મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યય જ્ઞાન હોય છે. એકી સાથે પાંચ જ્ઞાનો કોઈને હોતાં નથી. વળી એક જ જ્ઞાન એક વખતે ઉપયોગરૂપ હોય છે. કેવળજ્ઞાન પ્રગટયું ત્યારથી તે કાયમ માટે ટકે છે; બીજાં જ્ઞાનોનો ઉપયોગ વધારેમાં વધારે અંતર્મુહૂર્ત હોય છે, તેથી વધારે હોતો નથી, પછી જ્ઞાનના ઉપયોગનો વિષય બદલે જ છે. કેવળી સિવાય બધા સંસારી જીવોને ઓછામાં ઓછા બે એટલે કે મતિ અને શ્રુતજ્ઞાન હોય જ છે.

(૨) ક્ષાયોપશમિક જ્ઞાન ક્રમવર્તી છે, એક કાળમાં એક જ પ્રવર્તે છે; પણ અહીં જે ચાર જ્ઞાન એકી સાથે કહ્યાં છે તે ચારનો ઉઘાડ એકી વખતે હોવાથી ચાર જ્ઞાનની જાણનરૂપ લબ્ધિ એક કાળમાં હોય એમ કહેવું છે, ઉપયોગ તો એક કાળે એક સ્વરૂપે જ હોય છે. ।। ૩૦।।