અ. ૧. સૂત્ર ૩૩] [૮૧ છે. જીવ યથાર્થ સમજે એટલે કે સત્ સમજે ત્યારે સાચી માન્યતા પૂર્વક તેને સાચું જ્ઞાન થાય છે, તેના પરિણામે ક્રમેક્રમે શુદ્ધતા વધી સંપૂર્ણ વીતરાગતા પ્રગટે છે. બીજાં ચાર દ્રવ્યો (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ) અરૂપી છે. તેને કદી અશુદ્ધ અવસ્થા હોતી નથી; આ પ્રમાણે સમજતાં સ્વરૂપવિપરીતતા ટળે છે.
૩-પરદ્રવ્યો, જડ કર્મ અને શરીરથી જીવ ત્રણેકાળે ભિન્ન છે; એકક્ષેત્રાવગાહસંબંધે રહે ત્યારે પણ જીવ સાથે એક થઈ શકતા નથી. એક દ્રવ્યના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બીજા દ્રવ્યમાં નાસ્તિરૂપે છે, કેમકે બીજા દ્રવ્યથી તે દ્રવ્ય ચારે પ્રકારે ભિન્ન છે. દરેક દ્રવ્ય પોતે પોતાના ગુણથી અભિન્ન છે, કેમકે તેનાથી કદી તે દ્રવ્ય જુદું થઈ શકતું નથી; આ પ્રમાણે સમજતાં ભેદાભેદવિપરીતતા ટળે છે.
સત્ = ત્રિકાળ ટકનાર, સત્યાર્થ, પરમાર્થ, ભૂતાર્થ, નિશ્ચય, શુદ્ધ; એ બધા એકાર્થવાચક શબ્દો છે. જીવનો જ્ઞાયકભાવ ત્રિકાળી અખંડ છે; તેથી તે સત્, સત્યાર્થ, પરમાર્થ, ભૂતાર્થ, નિશ્ચય અને શુદ્ધ છે. આ દ્રષ્ટિને દ્રવ્યદ્રષ્ટિ, વસ્તુદ્રષ્ટિ, શિવદ્રષ્ટિ, તત્ત્વદ્રષ્ટિ, કલ્યાણકારીદ્રષ્ટિ પણ કહેવામાં આવે છે.
અસત્ = ક્ષણિક, અભૂતાર્થ, અપરમાર્થ, વ્યવહાર, ભેદ, પર્યાય, ભંગ, અવિદ્યમાન; જીવમાં થતો વિકારભાવ અસત્ છે કેમકે તે ક્ષણિક છે અને ટાળ્યો ટાળી શકાય છે.
જીવ અનાદિથી આ અસત્ વિકારી ભાવ ઉપર દ્રષ્ટિ રાખી રહ્યો છે તેથી તેને પર્યાયબુદ્ધિ, વ્યવહારવિમૂઢ, અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ, મોહી અને મૂઢ પણ કહેવામાં આવે છે. અજ્ઞાની આ અસત્ ક્ષણિક ભાવને પોતાનો માની રહ્યો છે, એટલે કે તે અસત્ને સત્ માની રહ્યો છે; માટે આ ભેદ જાણી જે અસત્ને ગૌણ કરી સત્સ્વરૂપ ઉપર વજન રાખી પોતાના જ્ઞાયકભાવ તરફ વળે છે તે મિથ્યાજ્ઞાન ટાળી સમ્યગ્જ્ઞાન પ્રગટ કરે છે; તેનું ઉન્મત્તપણું ટળે છે.
વિપર્યય પણ બે પ્રકારે હોય છે-સહજ અને આહાર્ય. (૧) સહજ-જે પોતાથી-પોતાની ભૂલથી એટલે કે પરોપદેશ વિના વિપરીતતા
ઉત્પન્ન થાય છે તે. (૨) આહાર્ય-પરના ઉપદેશથી ગ્રહેલ વિપરીતતા. આ શ્રોત્રેન્દ્રિય દ્વારા થતા
શંકાઃ– દયાધર્મના જાણવાવાળા જીવોને ભલે આત્માની ઓળખાણ ન હોય તોપણ દયાધર્મની શ્રદ્ધા હોય છે, તો પછી તેના જ્ઞાનને અજ્ઞાન (મિથ્યાજ્ઞાન) કેમ મનાય?