Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 87 of 655
PDF/HTML Page 142 of 710

 

૮૪] [મોક્ષશાસ્ત્ર ૨. સંગ્રહનયઃ– જે સમસ્ત વસ્તુઓને તથા સમસ્ત પર્યાયને સંગ્રહરૂપ કરી જાણે તથા

કહે તે સંગ્રહનય છે. જેમ-સત્, દ્રવ્ય ઈત્યાદિ. [General, Common]

૩. વ્યવહારનયઃ– અનેક પ્રકારના ભેદ કરી વ્યવહાર કરે-ભેદે તે વ્યવહારનય છે.

સંગ્રહનય દ્વારા ગ્રહણ કરેલ પદાર્થોનો વિધિપૂર્વક ભેદ કરે તેને વ્યવહાર કહે છે.
જેમ સત્ બે પ્રકારે છે-દ્રવ્ય અને ગુણ. દ્રવ્યના છ ભેદ છે-જીવ, પુદ્ગલ,
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. ગુણના બે ભેદ છે-સામાન્ય
અને વિશેષ. આ રીતે જ્યાં સુધી ભેદ થઈ શકે છે ત્યાં સુધી આ નય પ્રવર્તે છે.
[Distributive]

૪. ઋજુસૂત્રનયઃ– [ઋજુ એટલે વર્તમાન, હાજર, સરળ] જે જ્ઞાનનો અંશ વર્તમાન

પર્યાય માત્રને ગ્રહણ કરે તે ઋજુસૂત્રનય છે. [Present condition]

પ. શબ્દનયઃ– જે નય લિંગ, સંખ્યા, કારક આદિના વ્યભિચારને દૂર કરે છે તે

શબ્દનય છે. આ નય લિંગાદિકના ભેદથી પદાર્થને ભેદરૂપ ગ્રહણ કરે છે; જેમ-
દાર (પુ
), ભાર્યા (સ્ત્રી), કલત્ર (ન), એ દાર, ભાર્યા અને કલત્ર ત્રણે
શબ્દો ભિન્ન લિંગવાળા હોવાથી, જોકે એક જ પદાર્થના વાચક છે તોપણ આ
નય સ્ત્રી પદાર્થને લિંગના ભેદથી ત્રણ ભેદરૂપ જાણે છે.
[Descriptive]

૬. સમભિરૂઢ નયઃ– (૧) જે જુદાજુદા અર્થોને ઉલ્લંધી એક અર્થને રૂઢિ થી ગ્રહણ કરે

તે. જેમકે- ગાય. [Usage] (૨) પર્યાયના ભેદથી અર્થને ભેદરૂપ ગ્રહણ કરે તે.
જેમ-ઇંદ્ર, પુરંદર, શુક્ર, એ ત્રણે શબ્દો ઇન્દ્રનાં નામ છે પણ આ નય ત્રણેનો
જુદોજુદો અર્થ કરે છે.
[Specific]

૭. એવંભૂતનયઃ– જે શબ્દનો જે ક્રિયારૂપ અર્થ છે તે ક્રિયારૂપ પરિણમતા પદાર્થને જે

નય ગ્રહણ કરે છે તેને એવંભૂતનય કહે છે. જેમકે-પૂજારીને પૂજા કરતી વખતે જ
પૂજારી કહેવો.
[Active]

પહેલા ત્રણ ભેદ દ્રવ્યાર્થિકનયના છે, તેને સામાન્ય, ઉત્સર્ગ અથવા અનુવૃત્તિ એવા નામથી પણ કહેવામાં આવે છે.

પાછળના ચાર ભેદ પર્યાયાર્થિકનયના છે, તેને વિશેષ, અપવાદ અથવા વ્યાવૃત્તિ એવા નામથી પણ કહેવામાં આવે છે.

પહેલા ચાર નય અર્થનય છે, પછીના ત્રણ શબ્દ્રનય છે. પર્યાય બે પ્રકારના છે-(૧) સહભાવી-જેને ગુણ કહેવામાં આવે છે;(૨) ક્રમભાવી-જેને પર્યાય કહેવામાં આવે છે.

દ્રવ્ય એ નામ વસ્તુઓનું પણ છે; અને વસ્તુઓના સામાન્યસ્વભાવમય