Moksha Shastra (Gujarati). Sutra: 33 (Chapter 1).

< Previous Page   Next Page >


Page 86 of 655
PDF/HTML Page 141 of 710

 

અ. ૧. સૂત્ર ૩૩] [૮૩

એમ સંશય, વિપર્યય અને અનધ્યવસાય અનેક પ્રકારે મિથ્યાજ્ઞાનમાં હોય છે; માટે સત્ અને અસત્નો યથાર્થ ભેદ યથાર્થ સમજી, સ્વચ્છંદે કરવામાં આવતી કલ્પનાઓ અને ઉન્મત્તપણું ટાળવાનું આ સૂત્ર કહે છે. [મિથ્યાત્વને ઉન્મત્તપણું કહ્યું છે કારણ કે મિથ્યાત્વથી અનંત પાપ બંધાય છે તેનો જગતને ખ્યાલ નથી.]।। ૩૨।।

પ્રમાણનું સ્વરૂપ કહ્યું, હવે શ્રુતજ્ઞાનના અંશરૂપ નયનું સ્વરૂપ કહે છે
नैगमसंग्रहव्यवहारर्जुसूत्रशब्दसमभिरूढैवंभूतानयाः।। ३३।।
અર્થઃ– [नैगम] નૈગમ, [संग्रह] સંગ્રહ, [व्यवहार] વ્યવહાર, [ऋजुसूत्र]

ઋજુસૂત્ર, [शब्द] શબ્દ, [समभिरूढ] સમભિરૂઢ, [एवंभूता] એવંભૂત-એ સાત [नयाः] નયો [Viewpoints] છે.

ટીકા

વસ્તુના અનેક ધર્મોમાંથી કોઈ એકની મુખ્યતા કરી, અન્ય ધર્મોનો વિરોધ કર્યા વગર તેમને ગૌણ કરી સાધ્યને જાણવો તે નય છે.

દરેક વસ્તુમાં અનેક ધર્મો રહેલા છે તેથી તે અનેકાન્તસ્વરૂપ છે. [‘અંત’ નો

અર્થ ‘ધર્મ’ થાય છે.] અનેકાંતસ્વરૂપ સમજાવવાની પદ્ધતિને ‘સ્યાદ્ધાદ’ કહેવામાં આવે છે. સ્યાદ્ધાદ ધોતક છે, અનેકાંત ધોત્ય છે. ‘સ્યાત્’ નો અર્થ ‘કથંચિત્’ થાય છે, એટલે કે કોઈ યથાર્થ પ્રકારની વિવક્ષાનું કથન તે સ્યાદ્વાદ. અનેકાંતનો પ્રકાશ કરવા માટે ‘સ્યાત્’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.

હેતુ અને વિષયના સામર્થ્યની અપેક્ષાએ પ્રમાણથી નિરૂપણ કરવામાં આવેલા અર્થના એકદેશને કહેવો તે નય છે, તેને ‘સમ્યક્ એકાંત’ પણ કહેવામાં આવે છે. શ્રુતપ્રમાણ સ્વાર્થ અને પરાર્થ બે પ્રકાર છે, તેમાં પરાર્થ શ્રુતપ્રમાણનો અંશ તે નય છે. શાસ્ત્રના ભાવો સમજવા માટે નયોનું સ્વરૂપ સમજવાની જરૂર છે. સાત નયોનું સ્વરૂપ નીચે મુજબ છેઃ- ૧. નૈગમનયઃ– જે ભૂતકાળના પર્યાયમાં વર્તમાનવત્ સંકલ્પ કરે અથવા ભવિષ્યના

પર્યાયમાં વર્તમાનવત્ સંકલ્પ કરે તથા વર્તમાન પર્યાયમાં કંઈક નિષ્પન્ન
(પ્રગટરૂપ) છે અને કંઈક નિષ્પન્ન નથી તેનો નિષ્પન્નરૂપ સંકલ્પ કરે તે
જ્ઞાનને તથા વચનને નૈગમનય કહે છે.
[Figurative]